રમત-જગત

  • associate partner

IPL 2020: KXIP સામે રાજસ્થાન રોયલ્સની ‘ચમત્કારિક’ જીતના 5 કારણો

News18 Gujarati
Updated: September 28, 2020, 7:10 AM IST
IPL 2020: KXIP સામે રાજસ્થાન રોયલ્સની ‘ચમત્કારિક’ જીતના 5 કારણો
રાજસ્થાન રોયલ્સે હારના આરે આવીને પણ કેવી રીતે પંજાબ પાસેથી છીનવી લીધી મેચ?

રાજસ્થાન રોયલ્સે હારના આરે આવીને પણ કેવી રીતે પંજાબ પાસેથી છીનવી લીધી મેચ?

  • Share this:
નવી દિલ્હીઃ આઈપીએલ (IPL 2020)ની 9મી મેચમાં રવિવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)એ કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab)ને રોમાંચક મેચમાં હરાવી દીધું. શારજાહના મેદાન પર કિંગ્સ ઇલેવન પંજાબે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 223 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. તેના જવાબમાં રાજસ્થાનની ટીમે 19.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પાર કરી દીધો. આ જીતની સાથે જ રાજસ્થાને પોતાની સતત બે મેચ જીતી લીધી. બીજી તરફ કિંગ્સ ઇલેવન પંજાબની આ ત્રીજી મેચમાં બીજી હાર છે. એક સમય હતો જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ આ મેચને સરળતાથી જીતતી હોય એવું લાગી રહ્યું હતું પરંતુ અચાનક એવું શું થયું કે રાજસ્થાને મેચમાં બાજી મારી દીધી. આવો જાણીએ રાજસ્થાન રોયલ્સની જીતના પાંચ કારણો...

પહેલું કારણઃ સંજૂ સેમસનની તોફાની ઇનિંગે રાજસ્થાન રોયલ્સને મેચમાં શરૂઆતથી લઈને અંત સુધી જીતની આશા ઊભી કરી. સંજૂએ 42 બોલમાં 85 રન ફટકાર્યા. સંજૂએ 7 સિક્સર અને 4 ફોર મારી. સંજૂ અને સ્મિથે બીજી વિકેટ માટે 81 રનની પાર્ટનરશીપ કરી. સંજૂ સેમસનની લાંબી અને તોફાની ઇનિંગે પંજાબને બેકફૂટ પર લાવી દીધું.

બીજું કારણઃ 18મી ઓવરમાં રાહુલ તેવતિયાની હિટિંગે રાજસ્થાન રોયલ્સને હારેલી મેચ જીતાડી દીધ. રાજસ્થાનને અંતિમ 3 ઓવરમાં 51 રનની જરૂર હતી. પરંતુ તેવતિયાએ શેલ્ડન કોટરેલ જેવા બોલરની સામે એક-બે નહીં પરંતુ પાંચ સિક્સર ફટકારી. રાહુલ તેવતિયાએ ઓફ સાઇડ-લેગ સાઇડ દરેક તરફ સિક્સરો ફટકારી. આ ઓવરમાં કુલ 30 રન થયા અને ત્યારબાદ રાજસ્થાને પંજાબ પાસેથી જીત છીનવી લીધી.

આ પણ વાંચો, ભારતે લદાખમાં તૈનાત કરી T-90 અને T-72 ટેન્ક, માઇનસ 40 ડિગ્રીમાં પણ દુશ્મનોને ભણાવશે પાઠ

ત્રીજું કારણઃ રાજસ્થાનની જીતમાં કેપ્ટન સ્ટીવ સ્મિથે અગત્યનું યોગદાન આપ્યું. સ્મિથ પોતાના અંદાજથી 27 બોલમાં 50 રન કર્યા. સ્મિથે પોતાની અડધી સદીમાં 7 ફોર અને 2 સિક્સર ફટકારી.

ચોથું કારણઃ પંજાબની ખરાબ બોલિંગ પણ રાજસ્થાનની જીતનું કારણ બની. શમી, કોટરેલ, નીશમ જેવા બોલરોએ ખૂબ જ ખરાબ લાઇન અને લેન્થ પર બોલિંગ કરી. છેલ્લી ઓવરોમાં શમી અને કોટરલે યોકર્સને બદલે લેન્ત બોલિંગ કરી જેનું પરિણામ એક ઓવરમાં 5 સિક્સર ફટકારી, બીજી તરફ શમીએ પણ 19મી ઓવરમાં 6 સિક્સર ભેટ કરી.આ પણ જુઓ, Viral Video: તરસ છીપાવવા ભેંસે હેન્ડપમ્પ ચલાવ્યો, હવે ન કહેતા અક્કલ મોટી કે...

પાંચમું કારણઃ કેએલ રાહુલની કેપ્ટન તરીકે આઇપીએલની પહેલી સીઝન છે, પરંતુ તે ક્રિકેટના મેદાન પર એક સીનિયર ખેલાડી થઈ ચૂક્યો છે. રાહુલે રાજસ્થાનની વિરુદ્ધ કેપ્ટન તરીકે ભૂલો કરી, જેનું પરિણામ ટીમને ભોગવવું પડ્યું. રાહુલે અગાઉની મેચમાં 3 વિકેટ ઝડપનારા અશ્વિનને પાસે ઓછી બોલિંગ કરાવી, જ્યારે મેક્સવેલને બે ઓવર આપી. તેની ઓવરમાં સંજૂએ 21 રન ફટકાર્યા. ત્યારબાદ રાજસ્થાનને મેચમાં પરત આવવાની તક ઊભી થઈ.
Published by: Mrunal Bhojak
First published: September 28, 2020, 7:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading