IPL 2020: દિલ્હી કેપિટલ્સ પાટા પરથી ઉતરતાં પ્લેઓફનું સમીકરણ ગૂંચવાયું

દિલ્હી કેપિટલ્સ ટૉપ-2ની રેસમાં પાછળ પડી ગઈ છે, આ છે તેના પાછળના 3 કારણ

દિલ્હી કેપિટલ્સ ટૉપ-2ની રેસમાં પાછળ પડી ગઈ છે, આ છે તેના પાછળના 3 કારણ

  • Share this:
    નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સની ગાડી આઇપીએલ 2020 (IPL 2020)માં પાટા પરથી ઉતરી ગઈ છે. એક સપ્તાહ પહેલા સુધી લાગી રહ્યું હતું કે આ ટીમ પોઇન્ટ ટેલીમાં પહેલા કે બીજા નંબર પર રહી શકે છે. હવે ટૉપ-2નું સપનું દિલ્હીથી દૂર થતું જઈ રહ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)એ મંગળવારે કરો યા મરો ના મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને 88 રનથી હરાવી દીધું. આ ટૂર્નામેન્ટમાં તેમની સૌથી મોટી જીત છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની ટૂર્નામેન્ટ સતત ત્રીજી હાર છે.

    IPL 2020માં મંગળવારે હૈદરાબાદની મેચ દિલ્હી (SRH vs DC) સાથે થઈ. હૈદરાબાદે પહેલા બેટિંગ કરતાં 2 વિકેટ ગુમાવીને 219 રનનો સ્કોર ખડધી દીધો. જવાબમાં દિલ્હીની ટીમ 131 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. સનરાઇઝર્સ તરફથી સાહાએ સૌથી વધુ રન ફટકાર્યા. તેણે કેપ્ટન ડેવિડ વોર્નરની સાથે ઓપનિંગ કરતાં 45 બોલમાં 87 રનની ઇનિંગ રમી. વોર્નરે 34 બોલ પર 66 રન કર્યા. મનીષ પાંડેએ 31 બોલમાં 44 રન કરીને અણનમ રહ્યો. દિલ્હી તરફથી માત્ર પંત (36) જ 30 રનને પાર કરી શક્યો.

    હૈદરાબાદની પાંચમી જીતથી 10 પોઇન્ટ થયા

    આ જીતની સાથે સનરાઇઝર્સ હૈદરાબાદે પ્લેઓફની પોતાની આશા કાયમ રાખી છે. આ તેની પાંચમી જીત છે. હવે તેના 12 મેચમાં 10 પોઇન્ટ થઈ ગયા છે. હવે તેણે બે મેચ રમવાની છે. પ્લેઓફની આશા કાયમ રાખવા માટે આ બંને મેચ તેણે જીતવી પડશે.

    આ પણ વાંચો, શાનદાર માઇલેજ સાથે બજાજે લૉન્ચ કરી CT 100 KS, કિંમત 50 હજારથી પણ ઓછી, જાણો ફીચર્સ

    દિલ્હી કેપિટલ્સની પાંચમી હાર

    દિલ્હી કેપિટલ્સની આ 12મી મેચમાં સતત ત્રીજી અને કુલ મળીને પાંચમી હાર છે. તેના સાત જીત સાથે 14 પોઇન્ટ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પણ 14-14 પોઇન્ટ છે. દિલ્હી રનરેટમાં પાછળ હોવાના કારણે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. દિલ્હીને હવે બે મેચ જ્યારે મુંબઈ અને બેંગલોરે ત્રણ-ત્રણ મેચ રમવાની છે.

    આ પણ વાંચો, NASAને ચંદ્ર પર મળ્યું પાણી, માનવ વસાહત સ્થાપવાની દિશામાં અગત્યનું પગલું

    દિલ્હી કેપિટલ્સનો માર્ગ વધુ મુશ્કેલ

    હવે દિલ્હી, મુંબઇ અને બેંગલોરના સરખા પોઇન્ટ છે. પરંતુ દિલ્હી ટૉપ-2ની રેસમાં પાછળ પડી ગઈ છે. તેના ત્રણ કારણ છે. પહેલું તે મુંબઈ અને બેંગલોરની તુલનામાં એક લીગ મેચ વધુ રમી ચૂકી છે. બીજું તેની મેચ હવે આ બંને ટીમો સામે જ છે, જે ટૂર્નામેનટની સૌથી મજબૂત ટીમો છે. ત્રીજું, તે સતત ત્રણ મેચ હારી ચૂકી છે, જે તેના લય ગુમાવવાના સંકેત છે. એવામાં તેના માટે બંને મેચ જીતવી સરળ નહીં હોય.
    Published by:Mrunal Bhojak
    First published: