નવી દિલ્હીઃ આઈપીએલ 2020 (IPL 2020)નો શુભારંભ 19 સપ્ટેમ્બરથી થશે. સામાન્ય રીતે આ ટૂર્નામેન્ટ ભારત (India)માં દર વર્ષે માર્ચ-એપ્રિલના મહિનામાં રમાતી હોય છે. પરંતુ કોરોના વાયરસના સંક્રમણ (Coronavirus Pandemic)ને કારણે આ વખતે આ ટૂર્નામેન્ટ UAEમાં યોજાઈ રહી છે. પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ની ટક્કર ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે થશે. 10 નવેમ્બર સુધી ચાલનારી ટૂર્નામેન્ટમાં આ વખતે અનેક મોટા ફેરફાર જોવા મળશે. મૂળે કોરોનાના કારણે આ વખતે IPL 2020 રદ થવાના અણસાર હતા. પરંતુ આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે લાંબી ચર્ચા-વિચારણા બાદ આ ટૂર્નામેન્ટનો લીલી ઝંડી આપી છે. જેથી ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલા એ જરૂરી છે કે આપણે નવા નિયમોને જાણી લઈએ.
1. થૂંકનો ઉપયોગ નહીં – સામાન્ય રીતે ક્રિકેટમાં બૉલને સ્વિંગ કરાવવા માટે થૂંકનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસના કારણે આ વખતે ખેલાડીઓને તેની મંજૂરી નહીં મળે. ICCની કારોનાના કારણે બૉલને ચમકાવવા માટે થૂંકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દરેક ટીમને બે વાર ચેતવણી આપવામાં આવશે. ત્રીજી વારમાં પેનલ્ટી રૂપે વિપક્ષી ટીમના ખાતામાં 5 રન ઉમેરી દેવામાં આવશે. સાથોસાથ ટૉસ બાદ બંને ટીમના કેપ્ટન એક બીજા સાથે હાથ ન મેળવી શકે.
2. અનલિમિટેડ કોરોના સબ્સ્ટીટ્યૂટ - કોરોનાના વધતા સંક્રમણને કારણે આ વખતે અનલિમિટેડ કોરોના સબ્સ્ટીટ્યૂટની જોગવાઈ રાખવામાં આવી છે. એટલે કે ટૂર્નામેન્ટમાં કોઈ ખેલાડીને કોરોના થતાં ટીમ તેના સ્થાને બીજા ખેલાડીને ટીમમાં સામેલ કરી શકશે. નિયમ મુજબ, બેટ્સમેનને બેટ્સમેન અને બૉલરને માત્ર બૉલર જ રિપ્લેસ કરી શકશે.
3. થર્ડ અમ્પાયર નો બૉલ – પહેલીવાર આઈપીએલમાં થર્ડ અમ્પાયરને નો બોલનો નિયમ લાવવામાં આવી રહ્યો છે. હવે મેચમાં બોલરના ફ્રન્ટ ફુટની નો બોલ ફિલ્ડ અમ્પાયરને બદલે થર્ડ અમ્પાયર આપશે. ગયા વર્ષે ભારત-વેસ્ટ ઇન્ડીઝ વનડે સીરીઝમાં આ નિયમનો ટ્રાયલ થયો હતો.
4. 53 દિવસની ટૂર્નામેન્ટ- આ વખતે કોરોનાના કારણે આઈપીએલ 53 દિવસ સુધી રમાશે. એટલે કે છેલ્લા બે સીઝનથી 3 દિવસ વધુ.
5. ડબલ હેડર – આ વખતે 10 દિવસ ડબલ હેડર રાખવામાં આવ્યા છે. એટલે કે 10 દિવસમાં એક દિવસ બે મેચ રમાશે.
6. મેચ ટાઇમ – આ વખતે મેચોના પ્રારંભ થવામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે અડધો કલાક પહેલા એટલે કે સાંજે 7:30 વાગ્યે મેચ શરૂ થશે. જે દિવસે બે મેચ રમાશે ત્યારે પહેલી મેચ 3:30 વાગ્યે શરૂ થશે. અગાઉ પહેલી મેચ 4 વાગ્યે અને બીજી મેચ 8 વાગ્યે શરૂ થતી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર