IPL 2020: પોલાર્ડે કર્યો એવો કેચ કે સચિન તેંડુલકર પણ થઈ ગયો Fan, જુઓ ખાસ વીડિયો

સચિન તેંડુલકરે ટ્વીટ કરતાં લખ્યું કે, હા હા હા... માત્ર કાયરન પોલાર્ડ જ આવો કેચ પકડી શકે

સચિન તેંડુલકરે ટ્વીટ કરતાં લખ્યું કે, હા હા હા... માત્ર કાયરન પોલાર્ડ જ આવો કેચ પકડી શકે

  • Share this:
    અબુ ધાબીઃ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના સ્ટાર ઓલરાઉન્ડર કાયરન પોલાર્ડ (Keiron Pollard) ટીમનો અગત્યનો હિસ્સો છે. અનેકવાર તેની તોફાની બેટિંગે મુંબઈને રોમાંચક મેચ જીતાડી છે. બીજી તરફ મંગળવારની મેચમાં પોતાની શાનદાર ફીલ્ડિંગથી પણ પોલાર્ડે સાબિત કર્યું છે કે તે મુંબઈ (Mumbai Indians)નો સ્ટાર કેમ છે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની વિરુદ્ધ શેખ જાયદ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તેણે જોસ બટલર (Jos Butler)નો અગત્યનો કેચ ઝડપ્યો અને તેને પેવેલિયન ભેગો કરી દીધો. તેનો આ કેચ જોઈને ખુદ બટલર પણ હેરાન રહી ગયો હતો.

    પોલાર્ડનો કેચ જોઈને બધા રહી ગયા દંગ

    મુંબઈએ રાજસ્થાનને 194 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતાં જોસ બટલર જોરદાર બેટિંગ કરી રહ્યો હતો. તે 44 બોલમાં 70 રન ફટકારીને ક્રિઝ પર હતો. 14મી ઓવરના ત્રીજા બોલ પર જોસ બટલરે મોટો શોટ માર્યો. પોલાર્ડ લોન્ગ ઓન પર ફીલ્ડિંગ કરી રહ્યો હતો. પહેલા પ્રયાસમાં તેના હાથમાંથી બોલ છટક્યો પણ સેકન્ડમાં જ તેણે બોલને નીચે પડતા પહેલા જ પકડી લીધો.

    આ પણ વાંચો, કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સ્ટાર ક્રિકેટરનું નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

    સચિન તેંડુલકરે કર્યા કેચના વખાણ

    બટલર પણ આ કેચ જોઈને આશ્ચર્યમાં મૂકાઈ ગયો હતો. દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે ટ્વીટ કરતાં આ કેચ વિશે લખ્યું કે, હા હા હા માત્ર કાયરન પોલાર્ડ જ આવો કેચ પકડી શકે છે.

    આ પણ વાંચો, COVID-19: હળદર-જીરું ખાવાથી લઈને યોગાભ્યાસ સુધી, કોરોનાથી બચવા આયુષ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન્સ

    પોલાર્ડ આની બીજી જ ઓવરમાં બેટિંગ કરવા આવેલા ટોમ કર્રનની વિકેટ ઝડપી હતી. પોલાર્ડને આ મેચમાં બેટિંગની તક ન મળી, પરંતુ પોતાની ફીલ્ડિંગ અને બોલિંગથી તેણે ટીમની જીતમાં પોતાની ભૂમિકા નિભાવી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પહેલા બેટિંગ કરતાં 193 રન કર્યા અને ત્યારબાદ રાજસ્થાન રોયલ્સની સમગ્ર ટીમ 136 રનના કુલ સ્કોર પર આઉટ થઈ ગયું.
    Published by:Mrunal Bhojak
    First published: