અબૂ ધાબીઃ ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ એ કિંગ્સ ઇલેવન પંજાબ (MI Vs KXIP)ની વિરુદ્ધ 48 રનની ધમાકેદાર જીત નોંધાવી. આ જીતનો સૌથી મોટી હીરી રહ્યો મુંબઈનો ઓલરાઉન્ડર અને સૌથી અનુભવી ખેલાડી કેરોન પોલાર્ડ (Kieron Pollard). તેણે માત્ર 20 બોલમાં 47 રનની ધમાકેદાર ઇનિંગ રમી. બેટિંગના મોરચા પર પોલાર્ડનો મજબૂત સાથ હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ આપ્યો. પંડ્યાએ પણ 11 બોલ પર 30 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. આ બંનેએ છેલ્લી ઓવરમાં 25 રન ફટકાર્યા. મેચ બાદ પંડ્યાએ કહ્યું કે જ્યારે 20મી ઓવર ઓફ સ્પિનર કરવા માટે આવ્યો તો તેના ‘મોંમાં પાણી આવી ગયું’. નોંધનીય છે કે કેએલ રાહુલે કૃષ્ણપ્પા ગૌતમ પાસે છેલ્લી ઓવર કરાવી હતી.
છેલ્લી ઓવરમાં 25 રન
20મી ઓવરમાં પોલાર્ડ અને પંડ્યાની જોડીએ 4 સિક્સર ફટકારી. છેલ્લા ત્રણ બોલ પર પોલાર્ડ એક પછી એક ત્રણ સિક્સર ફટકારી. જ્યારે ઓવરના બીજા બોલ પર પંડ્યાએ સિક્સર ફટકારી હતી. મેચ બાદ પોતાના ભાઈ કૃણાલ પંડ્યા સાથે વાતચીત કરતાં હાર્દિકે કહ્યું, ‘હું હેરાન રહી ગયો. 20મી ઓવરમાં સ્પિનરને જોઈને મોંમાં પાણી આવી ગયું. મેં અને પોલાર્ડે નક્કી કર્યું કે જે બોલને મિસ કરશે તે નોન સ્ટ્રાઇકર એન્ડ પર જતો રહેશે. મેં બે બોલ મિસ કર્યા. પરંતુ ત્યારબાદ પોલાર્ડે ઢગલાબંધ રન કરી દીધા.’
પોલાર્ડ અને પંડ્યાએ છેલ્લા 23 બોલમાં 67 રન ફટકાર્યા. મેન ઓફ ધ મેચ પોલાર્ડે કહ્યું, ‘તમારે સ્થિતિ મુજબ રમવાનું છે. બોલરોને જોઈને નક્કી કરવાનું હોય છે કે આ ઓવરમાં કેટલા રન કરી શકાશે. આજે હાર્દિકે આવીને પોતાની તાકાત બતાવી. અમને ખબર છે કે છેલ્લી ચાર ઓવરમાં કંઈ પણ શક્ય છે.’ ઉલ્લેખનીય છે કે, 20મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા ગૌતમની આ બીજી મેચ હતી. તેણે 45 રન આપી માત્ર એક વિકેટ ઝડપી.
કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab)એ આઈપીએલ (IPL 2020)ની 13મી સીઝન માટે નવા કેપ્ટન અને નવા કોચની સાથે મેદાન પર ઉતરી છે. ટીમનું સુકાન કેએલ રાહુલ (KL Rahul) અને કોચિંગ દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલે (Anil Kumble)ના હાથમાં છે તેમ છતાંય ટીમ વારંવાર એવી ભૂલો કરી રહી છે જેની કોઈને આશા નહોતી. આ ટીમે 13મી સીઝનમાં ચારમાંથી ત્રણ મેચો ગુમાવી છે. મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)એ તેને ગુરુવારે 48 રનના મોટા તફાવતથી હરાવી દીધું અને પંજાબની ટીમ પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા નંબરે પહોંચી ગયું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર