રમત-જગત

  • associate partner

IPL 2020: મયંક અગ્રવાલે બીજી સુપર ઓવરમાં ‘સુપરમેન’ બની બચાવ્યા 4 રન, KXIPની જીતનો આવી રીતે બન્યો ‘હીરો’- VIDEO

News18 Gujarati
Updated: October 19, 2020, 10:33 AM IST
IPL 2020: મયંક અગ્રવાલે બીજી સુપર ઓવરમાં ‘સુપરમેન’ બની બચાવ્યા 4 રન, KXIPની જીતનો આવી રીતે બન્યો ‘હીરો’- VIDEO
મયંકે ચાર રન બચાવ્યા અને પંજાબની ત્રીજી જીત સુનિશ્ચિત કરી લીધી. (Photo: IPL/BCCI)

મયંક અગ્રવાલે શાનદાર ફિલ્ડિંગ બાદ સતત બે ફોર ફટકારી KXIPને આઇપીએલમાં પહેલી વાર બીજી સુપર ઓવર સુધી ચાલેલી મેચમાં MIને માત આપી

  • Share this:
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 36મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ની વચ્ચે રમાઈ. આ મેચ ઘણી રોમાંચક રહી. પંજાબે આઇપીએલ ઈતિહાસમાં પહેલી વાર બે સુપર ઓવર (Second Super Over) સુધી ચાલેલી મેચમાં મુંબઈને હરાવ્યું. આ જીતની સાથે પંજાબની ટીમ 9 મેચમાં 6 પોઇન્ટની સાથે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયું છે. મુંબઈ આટલી જ મેચોમાં 12 પોઇન્ટની સાથે બીજા સ્થાન પર છે. પંજાબની આ જીતમાં મયંક અગ્રવાલની ફિલ્ડિંગની મોટી ભૂમિકા રહી.

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચની સુપર ઓવરમાં મયંક અગ્રવાલ (Mayank Agarwal)એ શાનદાર ફિલ્ડિંગ બાદ સતત બે ફોરના દમ પર કિંગ્સ ઇલેવન પંજાબને આઇપીએલમાં પહેલી વાર બીજી સુપર ઓવર સુધી ચાલેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને માત આપી.


મેચ દરમિયાન બીજી સુપર ઓવરના અંતિમ બોલ પર કીરોનો પોલાર્ડ (Kieron Pollard)એ ક્રિસ જોર્ડનના બોલ પર મોટી હિટ મારી. મયંક અગ્રવાલ ડીપ વિકેટ પર ઊભો હતો. શરૂઆતમાં એવું લાગ્યું કે બોલ સિક્સર માટે જઈ રહી છે, પરંતુ મયંકે હવામાં પાછળની તરફ ઉછળતાં બોલને અંદર ફેંકી દીધો. બીજી તરફ, ડીપ સ્ક્વેર પર અર્શદીપ પણ તેની સાથે દોડી રહ્યો હતો. તેણે બોલને ઉઠાવીને ક્રીઝની તરફ ફેંકી દીધો.

આ પણ જુઓ, IPL 2020: ધમાકેદાર સદી બાદ કંગના રનૌટના ગીત પર જોરદાર નાચ્યો શિખર ધવન, વીડિયો થયો વાયરલ

મુંબઈના પ્લેયર માત્ર બે રન લઈ શક્યા. ચોક્કસપેણ કેચ છૂટી ગયો હતો, પરંતુ મયંકે ચાર રન બચાવ્યા અને પંજાબની ત્રીજી જીત સુનિશ્ચિત કરી લીધી. મયંક અગ્રવાલે પોતાની ફિલ્ડિંગથી ટીમની જીતમાં મોટું યોગદાન આપ્યું અને પંજાબે પોતાની ત્રીજી જીત નોંધાવી.

આ પણ જુઓ, માલિક ખુશીથી નાચવા લાગ્યો તો ઊંટ પણ કરવા લાગ્યા Dance, તમે પણ જુઓ VIDEO

નોંધનીય છે કે, બીજી સુપર ઓવરમાં પંજાબને જીતવા માટે 12 રનનો ટાર્ગેગ હતો, જેના માટે મયંક અગ્રવાલ અને ક્રિસ ગેલ બેટિંગ કરવા માટે આવ્યા જ્યારે મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટ બોલિંગ કરવા આવ્યો. ગેલે પહેલા બોલ પર જ સિક્સર ફટકારીને મુંબઈ પર દબાણ ઊભું કર્યું. ગેલે બીજા બોલ પર એક રન લીધો. પરંતુ મયંકે ત્રીજા અને ચોથા બોલ પર ફોર મારીને ટીને જીત અપાવી. પહેલી સુપર ઓવરમાં પણ બંને ટીમોએ એક સરખા પાંચ-પાંચ રન કર્યા હતા, ત્યારબાદ મેચમાં બીજી સુપર ઓવર રમવી પડી.
Published by: Mrunal Bhojak
First published: October 19, 2020, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading