નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab)એ કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) પર 8 વિકેટથી જીત નોંધાવી છે. આ જીતની સાથે પંજાબ પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર પહોંચી ગઈ છે. પંજાબની આ જીતમાં બેટ્સમેન મનદીપ સિંહ (Mandeep Singh)નું મોટું યોગદાન રહ્યું, જેણે 56 બોલ પર અણનમ 66 રનની ઇનિંગ રમી. આ બેટ્સમેન માટે આ ઇનિંગ ખૂબ જ ખાસ અને યાદગાર છે કારણ કે તેણે આ સ્ફોટક ઇનિંગ પોતાના પિતાના નિધનના થોડા દિવસ બાદ જ રમી. તેણે અડધી સદી ફટકારીને આકાશ તરફ જોયું અને આ ઇનિંગને પિતાને સમર્પિત કરી. જેઓએ થોડા દિવસ પહેલા જ આ દુનિયાને અલવિદા કહ્યું છે.
જોકે પિતાના નિધન બાદ મનદીપ ભારત પરત ફરવાને બદલે તરત જ સનરાઇઝર્સ હૈદરાબાદની વિરુદ્ધ મેદાન પર ઉતર્યો હતો, પરંતુ તે જલ્દી આઉટ થઈ ગયો અને તેણે તે અધૂરી કસરને કેકેઆરની વિરુદ્ધ પૂરી કરી. મેચ બાદ મનદીપે પિતાને યાદ કરતાં જણાવ્યું કે તેના માટે આ કેટલું મુશ્કેલ હતું.
આ પણ વાંચો, દિવાળી પર લૉન્ચ થશે Hyundaiની આ જબરદસ્ત કાર, જાણો તેના ફીચર્સ
હંમેશા નોટ આઉટ રહેવા માટે કહેતા હતા પિતા
મનદીપે કહ્યું કે આ મારા માટે ખૂબ ખાસ છે. મારા પિતા હંમેશા મને કહેતા હતા કે દરેક મેચમાં નોટ આઉટ રહેવું. નિશ્ચિત રૂપથી વિશેષ છે. તેઓ હંમેશા મને કહેતા હતા. ભલે 100 કે 200 રનનો સ્કોર કરો, આપે નોટ આઉટ જ રહેવું જોઈએ. મેચ પહેલા મેં રાહુલ (કેએલ રાહુલ) સાથે વાત કરી હતી. અગાઉની મેચમાં હું જલ્દી સ્કોર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને હું તે કરવામાં સહજ નહોતો. મેં રાહુલને કહ્યું કે જો હું મારી નોર્મલ ગેમ રમું છું તો આપણે મેચ જીતીશું અને મને વિશ્વાસ હતો.
આ પણ વાંચો, આ 5 દેશોમાં મળે છે સૌથી સસ્તું સોનું, ભારતથી આટલો ઓછો છે ભાવ, જાણો કારણ
મનદીપે કહ્યું કે ત્યારબાદ કેએલ રાહુલે કહ્યું કે, હું જે રીતે રમવા માંગું છું, તે રમી રમ. આ જીતથી ખુશી છે. ક્રિસ ગેલે મને માત્ર એટલું કહ્યું કે બેટિંગ કરતા રહો અને છેલ્લે સુધી રમો. હું તેમને માત્ર એટલું જ કહીશ કે આપને નિવૃત્ત ન થવું જોઈએ.
Published by:Mrunal Bhojak
First published:October 27, 2020, 07:15 am