નવી દિલ્હીઃ IPL 2020ની પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે કોલાકાતા નાઇટ રાઇડર્સ (Mumbai Indians Beat Kolkata Knight Riders) પર એકતરફી જીત મેળવી લીધી. કોલકાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો પરંતુ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે તેમના આ નિર્ણયને ખોટો સાબિત કરી દીધો. બંનેની દમદાર બેટિંગના કારણે મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 195 રન કર્યા. તેના જવાબમાં કેકેઆર માત્ર 146 રન જ કરી શકી અને મેચ 49 રને હારી ગઈ. કેકેઆર જેવી મજબૂત ટીમ મુંબઈની સામે આટલી સરળતાથી કેમ હારી ગઈ. જાણો કાર્તિકની ટીમની હારના 5 મોટા કારણો...
પહેલું કારણઃ KKRની ખોટી રણનીતિ તેની હારનું મોટું કારણ રહી. પહેલા બોલિંગ કરવા ઉતરેલી KKRએ સૌથી યુવા અને અનુભવહીન બોલરોથી ઇનિંગની શરૂઆત કરાવી. શિવમ માવી અને સંદીપ વારિયાર પહેલા સ્પેલમાં બોલિંગ કરવા આવ્યા, જ્યારે 15.50 કરોડના પેટ કમિન્સ ત્રીજા નંબર પર બોલિંગ કરવા ઉતર્યો. વારિયારના બોલિંગમાં આક્રમક શોટ રમી રોહિત શર્મા સેટ થઈ ગયો અને તેનું નુકસાન કોલકાતાને ભોગવવું પડ્યું.
બીજું કારણઃ રોહિત શર્માની જોરદાર બેટિંગ કોલકાતાની હારનું મોટું કારણ રહ્યું. રોહિત શર્માએ 54 બોલમાં 80 રનની ઇનિંગ રમી. મુંબઇના કેપ્ટને પોતાની ઇનિંગમાં 6 સિક્સર ફટકારી. તેણે એક પણ નબળા બોલને છોડ્યો નહીં અને આઈપીએલમાં પોતાની 38મી અડધી સદી ફટકારી.
આ પણ વાંચો, ભારતીયો Visa વગર દુનિયાના આ 16 દેશોમાં ફરી શકે છે, રાજ્યસભામાં સરકારે આપી જાણકારી
ત્રીજું કારણઃ કેકેઆરની હારનું ત્રીજું કારણ રહ્યો IPL 2020નો સૌથો મોંઘો ખેલાડી પેટ કમિન્સ. 15.50 કરોડમાં વેચાયેલા પેટ કમિન્સ યૂએઇની પીચો પર પોતાની લાઇન અને લેન્થ બંને સેટ ન કરી શક્યો. તેની ત્રણ ઓવરમાં મુંબઈના બેટ્સમેનોએ 48 રન ઠોકી દીધા. પેટ કમિન્સે રોહિત શર્માને સતત શોટ બોલ ફેંક્યા, જે મુંબઈના કેપ્ટનનો મજબૂત પક્ષ છે.
ચોથું કારણઃ કોલકાતાની ઢીલી બેટિંગ પણ હારનું મોટું કારણ રહ્યું. શુભમન ગિલ અને સુનીલ નરેન ટીમને સારી શરૂઆત ન અપાવી શક્યા અને ત્યારબાદ કેપ્ટન દિનેશ કાર્તિક-નીતીશ રાણાની જોડી ઝડપથી બેટિંગ ન કરી શકી. મોર્ગને 10 ઓવર બાદ ક્રીઝ પર પગ મૂક્યો અને રસેલ પણ તે સમયે ક્રીઝ પર આવ્યો જ્યારે મેચ કેકેઆરના હાથમાંથી સરકી ગઈ હતી. આ ઉપરાંત મુંબઈના તમામ બોલરો ખાસ કરીને બુમરાહે જોરદાર લાઇન-લેન્થથી બોલિંગ કરી. બુમરાહે રસેલ અને મોર્ગનને આઉટ કર્યા.
આ પણ વાંચો, Moon Mission: 2024માં ચંદ્ર પર પહેલીવાર મહિલા ડગ માંડશે, મિશન પર 2 લાખ કરોડ રૂપિયા થશે ખર્ચ
પાંચમું કારણઃ કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાના બે સૌથી મોટા ખેલાડી મોર્ગન અને પેટ કમિન્સને ક્વૉરન્ટિન ખતમ થતાં જ મેદાનમાં ઉતારી દીધા, જેનું નુકસાન તેમણે ઉઠાવ્યું. આ બંને ખેલાડીઓનો ક્વૉરન્ટીન પીરિયડ બુધવારે ખતમ થયો હતો અને આ ખેલાડીઓને પ્રેક્ટિસ વગર મેચમાં ઉતારી દીધા. જેની અસર તેમના પ્રદર્શન પર પડી.
Published by:Mrunal Bhojak
First published:September 24, 2020, 07:14 am