IPL 2020: કોલકાતાએ રાજસ્થાન રોયલ્સને આટલી સરળતાથી કેવી રીતે હરાવી દીધું? જાણો 5 કારણો

દુબઈના મેદાન પર સ્મિથની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સની સામે ઘૂંટણીએ કેમ પડી ગઈ?

દુબઈના મેદાન પર સ્મિથની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સની સામે ઘૂંટણીએ કેમ પડી ગઈ?

 • Share this:
  નવી દિલ્હીઃ આઇપીએલની (IPL 200\20)12મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders)ની ટક્કર થઈ. મેચ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ અને તેને કોલકાતા નાઇટ રાઇડર્સે ખૂબ સરળતાથી 37 રનના અંતરથી જીતી લીધી. રાજસ્થાનની ટીમની સામે 175 રનનો ટાર્ગેટ હતો પરંતુ સ્મિથ, સૈમસન અને બટલર જેવા સ્ટાર પ્લેયર્સ હોવા છતાંય ટીમ માત્ર 137 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. આવો જાણીએ કે રાજસ્થાન રોયલ્સ કોલકાતા (RR Vs KKR)ની સામે ઘૂંટણીયે કેમ પડી ગઈ. જાણો સ્મિથની સેનાના હારના પાંચ મોટા કારણો...

  પહેલું કારણઃ રાજસ્થાને આ સીઝનની પોતાની પહેલી બે મેચ શારજાહના મેદાન પર રમી. બંને મેચ રાજસ્થાને જીતી. પરંતુ જ્યારે શારજાહ છોડીને દુબઈ જેવા સ્ટેડિયમમાં પહોંચ્યા ત્યાં તેમના બેટ્સમેનોની હવા નીકળી ગઈ. શારજાહનું મેદાન નાનું છે અને ત્યાં ફોર-સિક્સર મારવી સરળ છે જ્યારે દુબઈમાં સ્થિતિ બિલકુલ ઉલટી છે. અહીં રાજસ્થાનના બેટ્સમેન ફસાઈ ગયા અને શોટ મારવાના ચક્કરમાં પોતાની વિકેટ ગુમાવી બેઠા.

  બીજું કારણઃ કોલકાતાની સામે રાજસ્થાનના બેટ્સમેન બિન જવાબદાર શોટ્સ રમ્યા. ખાસ કરીને સ્મિથે બીજી જ ઓવરમાં પિટ કમિન્સની બોલિંગમાં મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો અને તે માત્ર 3 રને આઉટ થઈ ગયો. કંઈક આવું જ સંજૂ સૈમસને પણ કર્યું અને તે 8 રને આઉટ થઈ ગયો. રાજસ્થાનના તમામ બેટ્સમેનોએ અતિ આક્રમક્તા દર્શાવવાનો પ્રયાસ કર્યો, જેનું પરિણામ પાંચ વિકેટ આંઠ ઓવર પહેલા જ ગુમાવી દીધી અને મેચ તેમના હાથમાંથી સરકી ગઈ.

  આ પણ વાંચો, IPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ

  ત્રીજું કારણઃ દુબઈની પિચ બોલરોને સાથ આપનારી હતી, તેમ છતાંય જોફ્રા આચરને બાદ કરતાં રાજસ્થાનના બોલરો સારું પ્રદર્શન ન કરી શક્યા. રાજપૂતે 4 ઓવરમાં 39 રન આપ્યા. કર્રને 37 રન આપ્યા. ગોપાલે 43 રન આપ્યા. ગજબની વાત એ રહી કે બે ઓવરમાં માત્ર 14 રન આપનારા ઉનડકટ પાસે ચોથી ઓવર ન કરાવવામાં આવી.

  ચોથું કારણઃ આ મેચમાં રાજસ્થાનના નબળા મિડલ ઓર્ડર છતું થઈ ગયું. જો જોસ બટલર, સ્મિથ અને સૈમસન જલ્દી આઉટ થઈ જાય તો બાદમાં રાજસ્થાન મિડલ ઓર્ડર ઉથપ્પા, રિયાન પરાગ અને તેવતિયાના ભરોસે છે. ઉથપ્પા ફોર્મમાં નથી અને રિયાન અને તેવતિયા યુવા છે. તેનો ફાયદો કોઈ પણ ટીમ ઉઠાવી શકે છે.

  આ પણ વાંચો, રસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે

  પાંચમું કારણ: કોલકાતાની મજબૂત બોલિંગ પણ રાજસ્થાનની હારનું બહુ મોટું કારણ છે. કોલકાતા છેલ્લી બે મેચમાં 6 બોલરોની સાથે ઉતરી રહી છે. સાથોસાથ તેની પાસે આંદ્રે રસેલ જેવા શ્રેષ્ઠ ઓલરાઉન્ડર પણ છે. સુનીલ નરેનને બાદ કરતાં રાજસ્થાનની વિરુદ્ધ શિવમ માવીએ 4 ઓવરમાં 20 રન આપીને બે વિકેટ, નાગરકોટીએ 13 રન આપીને 2 વિકેટ અને કરણ ચક્રવર્તીએ 25 રન આપીને 2 વિકેટ ઝડપી. કુલદીપ યાદવ અને પેટ કમિન્સે 1-1 વિકેટ ઝડપી.
  Published by:Mrunal Bhojak
  First published: