રમત-જગત

  • associate partner

IPL 2020: કિંગ્સ ઇલેવન પંજાબ હાર્યું ત્રીજી મેચ, જાણો કુંબલે અને રાહુલ શું ભૂલ કરી રહ્યા છે?

News18 Gujarati
Updated: October 2, 2020, 8:58 AM IST
IPL 2020: કિંગ્સ ઇલેવન પંજાબ હાર્યું ત્રીજી મેચ, જાણો કુંબલે અને રાહુલ શું ભૂલ કરી રહ્યા છે?
આઇપીએલની 13મી સીઝનમાં KXIPએ ચારમાંથી ત્રણ મેચ ગુમાવી, મુંબઈ સામે કઈ ભૂલો તેમને ભારે પડી?

આઇપીએલની 13મી સીઝનમાં KXIPએ ચારમાંથી ત્રણ મેચ ગુમાવી, મુંબઈ સામે કઈ ભૂલો તેમને ભારે પડી?

  • Share this:
નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab)એ આઈપીએલ (IPL 2020)ની 13મી સીઝન માટે નવા કેપ્ટન અને નવા કોચની સાથે મેદાન પર ઉતરી છે. ટીમનું સુકાન કેએલ રાહુલ (KL Rahul) અને કોચિંગ દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલે (Anil Kumble)ના હાથમાં છે તેમ છતાંય ટીમ વારંવાર એવી ભૂલો કરી રહી છે જેની કોઈને આશા નહોતી. આ ટીમે 13મી સીઝનમાં ચારમાંથી ત્રણ મેચો ગુમાવી છે. મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)એ તેને ગુરુવારે 48 રનના મોટા તફાવતથી હરાવી દીધું અને પંજાબની ટીમ પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા નંબરે પહોંચી ગયું. સવાલ એ છે કે પંજાબની કઈ ભૂલોના કારણે તેમની હાર થઈ? મુંબઈની વિરુદ્ધ તેમના હારના આ રહ્યા અગત્યના કારણો...

પહેલું કારણઃ ડેથ ઓવર્સમાં ખૂબ જ ખરાબ બોલિંગ પંજાબની હારનું સૌથી મોટું કારણ છે. પંજાબે રાજસ્થાનની વિરુદ્ધ ડેથ ઓવર્સમાં ખરાબ બોલિંગ કરી મેચ ગુમાવી હતી અને મુંબઈની વિરુદ્ધ પણ આવું જ કર્યું. પહેલી 10 ઓવરમાં પંજાબે માત્ર 62 રન આપ્યા, તેમ છતાંય મુંબઈ 20 ઓવર સુધીમાં 191 રન સુધી પહોંચી ગઈ. પંજાબના બોલરોએ રન આપવામાં કોઈ કસર છોડી નહીં અને અંતિમ 60 બોલમાં 129 આપી દીધા.

બીજું કારણઃ કેએલ રાહુલની ખરાબ કેપ્ટન્સી પંજાબની હારનું મોટું કારણ છે. રાહુલ પહેલીવાર આઇપીએલમાં કેપ્ટન્સી કરી રહ્યો છે અને તેને પોતાના બોલરોનો યોગ્ય ઉપયોગ કરતાં ન આવડ્યું. રાહુલે મુંબઈના બેટ્સમેન પોલાર્ડ અને હાર્દિક પંડ્યાની સામે અંતિમ ઓવર ઓફ સ્પિનર કૃષ્ણપ્પા ગૌતમને કરાવી, જેમાં બંને બેટ્સમેનોએ 4 સિક્સર ફટકારી. આ ઉપરાંત શેલ્ડન કોટરલની ઓવરો તેણે 15 ઓવર પહેલા જ પૂરી કરી દીધી. આ ઉપરાંત શરૂઆતમાં શમીને પિચની મદદ મળી રહી હતી તો તેને રાહુલે અટેકથી જ હટાવી દીધો.

આ પણ વાંચો, ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશનથી લઈને ઇ-ચલણ સુધી બદલાઈ ગયા આ નિયમ

ત્રીજું કારણઃ પંજાબની આખી ટીમ બેટ્સમેન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ પર નિર્ભર હોય એવું લાગે છે. જો આ બંને બેટ્સમેન ન ચાલે તો મિડલ ઓર્ડરમાં પંજાબની ટીમને સંભાળવા માટે કોઈ નથી દેખાતું. આમ તો મિડલ ઓર્ડરમાં મેક્સવેલ જેવો ખેલાડી છે પરંતુ તેનું ફોર્મ ખૂબ ખરાબ છે. મુંબઈની વિરુદ્ધ તે 18 બોલમાં 11 રન જ કરી શક્યો. નિકોલસ પૂરને 44 રનની ઇનિંગ રમી પરંતુ તેને કરણ નાયર, સરફરાજ ખાન, જિમ્મી નીશમથી કોઈ સહયોગ ન મળ્યો.

આ પણ વાંચો, રાત્રે ડરામણા અવાજોથી મહિલા હતી પરેશાન, ગાર્ડનના CCTV ફુટેજ જોતાં ઉડ્યા હોશચોથું કારણઃ ખરાબ ટીમ કોમ્બિનેશન પંજાબની હારનું મોટું કારણ છે. પંજાબે પોતાની ટીમમાં જિમ્મી નીશમને ઓલરાઉન્ડર તરીકે સામેલ કર્યો છે જ્યારે તે ન તો ડેથ ઓવર્સમાં સારી બોલિંગ કરી શકે છે અને ન તો તેની બેટિંગ એટલી સારી છે. પંજાબે પહેલી મેચમાં ક્રિસ જોર્ડનને તક આપી પરંતુ તે મેચ બાદ તેને સતત ત્રણ મેચમાં બહાર રાખવામાં આવ્યો. જોર્ડન નીશમથી સારો બોલર છે અને તે બેટિંગમાં પણ યોગદાન આપે છે. એવામાં પંજાબે સતત ત્રીજી મેચ ખોટી પ્લેઇંગ ઇલેવન પસંદ કરવાના કારણે ગુમાવવી પડી.
Published by: Mrunal Bhojak
First published: October 2, 2020, 7:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading