રમત-જગત

  • associate partner

IPL 2020: કોલકાતાએ સનઇરાઇઝર્સ હૈદરાબાદને આટલી સરળતાથી કેવી રીતે હરાવ્યું? જાણો 5 કારણો

News18 Gujarati
Updated: September 27, 2020, 7:01 AM IST
IPL 2020: કોલકાતાએ સનઇરાઇઝર્સ હૈદરાબાદને આટલી સરળતાથી કેવી રીતે હરાવ્યું? જાણો 5 કારણો
મજબૂત ટીમ હોવા છતાંય સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હથિયાર કેમ હેઠા મૂકી દીધા?

મજબૂત ટીમ હોવા છતાંય સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હથિયાર કેમ હેઠા મૂકી દીધા?

  • Share this:
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રમિયર લીગ 2020 (IPL 2020)ની 8મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ને 7 વિકેટે હરાવી દીધું. 143 રનનો ટાર્ગેટને કોલકાતાની ટીમે માત્ર 3 વિકેટ ગુમાવી 18 ઓવરમાં જ પાર કરી દીધો. કોલકાતા નાઇટ રાઇડર્સની આ સીઝનની પહેલી જીત રહી જ્યારે સનરાઇઝર્સે સતત પોતાની બીજી મેચ ગુમાવી. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ઘણી મજબૂત છે. ખાસ કરીને તેમની પાસે સારા બોલર છે, તેમ છતાંય કોલકાતા નાઇટ રાઇડર્સે ખૂબ જ સરળતાથી કેમ કેવી રીતે જીતી લીધી? જાણો અગત્યન કારણો...

પહેલું કારણઃ સનરાઇઝર્સ હૈદરાબાદને આ મેચમાં સારી શરૂઆતની જરૂર હતી અને તે જ તેમને ન મળી શકી. કોલકાતાના બોલરોની વિરુદ્ધ વોર્નર અને બેયરસ્ટો ખુલીને ન રમી શક્યા. સારા ફોર્મમાં હોવા છતાંફ બેયરસ્ટો ચોથી ઓવરમાં જ આઉટ થઈ ગયો. તેણે 10 બોલમાં માત્ર 5 રન કર્યા. ત્યારબાદ કેપ્ટન વોર્નર પોતે સેટ થયા બાદ આઉટ થઈ ગયો.

બીજું કારણઃ બેટિંગ ઓર્ડર પણ હૈદરાબાદની હારનું મોટું કારણ રહ્યું. હૈદરાબાદે પહેલીવાર IPL 2020માં સાહાને તક આપી અને તેણે મોહમ્મદ નબી, અભિષેક શર્મા અને પ્રિયમ ગર્ગ જેવા બેટ્સમેનોની આગળ મોકલવામાં આવ્યો. લૉકડાઉન બાદ સાહાની આ પહેલી મેચ હતી અને તે બોલ સાથે યોગ્ય રીતે કનેક્ટ ન કરી શક્યો. સાહાએ 31 બોલમાં માત્ર 30 રન કર્યા, જેના કારણે ટીમ માત્ર 142 રન સુધી જ પહોંચી શકી.

આ પણ વાંચો, રસ્તા પર અચાનક 12 ફુટ લાંબો અજગર આવ્યો તો કાર ચાલકના શ્વાસ થયા અદ્ધર

ત્રીજું કારણઃ હૈદરાબાદની ઢીલી બોલિંગ પણ હારનું મોટું કારણ રહી. ખલીલ અહમદ અને ટી. નટરાજન ઘણા મોંઘા સાબિત થયા. બંનેએ 9 રન પ્રતિ ઓવરની ઇકોનોમી રેટથી રન આપ્યા. ભુવનેશ્વર કુમાર પણ મોંઘો સાબિત થયો. તેણે 3 ઓવરમાં 29 રન આપ્યા. રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ કસાયેલી બોલિંગ કરી પરંતુ તેમને બીજા બોલરોથી સહયોગ ન મળ્યો.

ચોથું કારણઃ શુભમન ગિલ અને ઓયન મોર્ગનની સારી પાર્ટનરશીપ પણ હૈદરાબાદની હારનું મોટું કારણ રહ. ગિલે અણનમ 70 રન કર્યા, બીજી તરફ મોર્ગને માત્ર 29 બોલમાં અણનમ 42 રનની ઇનિંગ રમી. આ બંને બેટ્સમેનોની વચ્ચે ચોથી વિકેટ માટે 92 રનની અજેય પાર્ટનરશીપ રહી.આ પણ વાંચો, જ્યારે શિમલાના ઐતિહાસિક રિજ મેદાન પર વાંદરાએ મચાવ્યો આતંક

પાંચમું કારણઃ પેટ કમિન્સ અને વરુણ ચક્રવર્તીની સારી બોલિંગે પણ સનરાઇઝર્સ હૈદરાબાદની હારની સ્ક્રિપ્ટ લખી. કમિન્સે 4 ઓવરમાં માત્ર 19 રન આપીને એક વિકેટ લીધી, બીજી તરફ વરૂણ ચક્રવર્તીએ વધુ અનુભવ ન હોવા છતાંય 4 ઓવરમાં 25 રન આપીને વોર્નરની વિકેટ ઝડપી.
Published by: Mrunal Bhojak
First published: September 27, 2020, 7:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading