Home /News /sport /IPL 2020: આ 5 કારણોથી કિંગ્સ ઇલેવન પંજાબની સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની થઈ હાર

IPL 2020: આ 5 કારણોથી કિંગ્સ ઇલેવન પંજાબની સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની થઈ હાર

કોહલી, એબી ડિવિલિયર્સ જેવા બેટ્સમેન હોય અને તે ટીમ 20 ઓવર પણ ન રમી શકે તો તેનાથી વધુ શરમજનક શું હોઈ શકે!

કોહલી, એબી ડિવિલિયર્સ જેવા બેટ્સમેન હોય અને તે ટીમ 20 ઓવર પણ ન રમી શકે તો તેનાથી વધુ શરમજનક શું હોઈ શકે!

    IPL 2020, RCB Vs KXIP: જે ટીમમાં વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ જેવા બેટ્સમેન હોય અને તે ટીમ 20 ઓવર પણ ન રમી શકે તો તેનાથી વધુ શરમજનક શું હોઈ શકે! IPLની છઠ્ઠી મેચમાં RCBને KXIPની વિરુદ્ધ ખૂબ શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબે બેંગ્લોરને 97 રનના મોટા અંતરથી હરાવ્યું. પંજાબે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 206 રન કર્યા, જેના જવાબમાં બેંગ્લોરની ટીમ 109 રનમાં જ તંબૂ ભેગી થઈ ગઈ. એવું તો શું થયું કે પહેલી મેચ જીતનારી RCBએ બીજી મેચમાં હથિયાર હેઠા મૂકી દીધા? જાણો 5 મોટા કારણ...

    પહેલું કારણઃ હારનું પહેલું કારણ બેંગ્લોરની ટીમનું સિલેક્શન છે. RCBની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદની વિરુદ્ધ જીત ચોક્કસ નોંધાવી હતી પરંતુ ફાસ્ટ બોલર ઉમેશ યાદવનું પ્રદર્શન ખૂબ સામાન્ય રહ્યું હતું. તે બિલકુલ લયમાં નહોતો અને પહેલી મેચમાં તેણે 48 રન આપ્યા હતા. તેમ છતાંય RCBએ તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો. પંજાબની વિરુદ્ધ પણ ઉમેદશ યાદવે 3 ઓવરમાં 35 રન આપ્યા.

    બીજું કારણઃ બેંગ્લોરની હારનું કારણ તેની ખરાબ ફિલ્ડિંગ રહી. 15 ઓવર સુધી મેચ બેંગ્લોરના હાથમાં હતી પરંતુ ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલીએ કેએલ રાહુલને બે જીવતદાન આપ્યા. રાહુલ જ્યારે 83 અને 89 રન પર હતો તો કોહલીએ તેના સરળ કેચ છોડ્યા. ત્યારબાદ રાહુલે છેલ્લા 10 બોલમાં 44 રન ઠોકી દીધા અને પંજાબની ટીમ 206 રન સુધી પહોંચી ગઈ. મેચ બાદ કોહલીએ જાતે પોતાની ભૂલ સ્વીકારી.

    આ પણ વાંચો, રસ્તા વચ્ચે જોવા મળ્યા WWE ફાઈટ જેવા દૃશ્યો, હોમગાર્ડ જવાનને યુવકોએ હેલ્મેટથી ફટકાર્યો

    ત્રીજું કારણઃ RCBની બોલિંગની ડેથ ઓવરમાં પોલ ખૂલી ગઈ. બેંગ્લોરના બોલરોએ છેલ્લી 3 ઓવરમાં 70 રન આપી દીધા. 18મી ઓવરમાં સૈનીએ 11 રન આપ્યા. ત્યારબાદ 19મી ઓવરમાં ડેલ સ્ટેને 26 રન આપ્યા. શિવમ દુબેએ પોતાની છેલ્લી ઓવરમાં 23 રન આપ્યા. અંતિમ 3 ઓવરમાં કુલ 5 સિક્સર અને 6 ફોર KXIPએ ફટકાર્યા.

    ચોથું કારણઃ 207 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમે ક્રીઝ પર ટકી રહેવાનો પ્રયાસ ન કર્યો. યુવા ઓપનર દેવદત પડ્ડીકલે પહેલી જ ઓવરમાં ઝડપથી રમવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવી દીધી. ફિલીપી અને કોહલીએ પણ આવી જ ભૂલ કરી. પરિણામ બેંગ્લોરે 4 રન પર 3 વિકેટ ગુમાવી દીધી. આટલી જલ્દી વિકેટ ગુમાવવાથી બેંગ્લોર દબાણમાં આવી ગઈ અને પરિણામ હારની સાથે આવ્યું.

    આ પણ વાંચો, જ્યારે શિમલાના ઐતિહાસિક રિજ મેદાન પર વાંદરાએ મચાવ્યો આતંક

    પાંચમું કારણઃ કિંગ્સ ઇલેવન પંજાબ મેનેજમેન્ટે પોતાની જૂની ભૂલથી પાઠ ભણતા બેંગ્લોરની વિરુદ્ધ પોતાની જોરદાર પ્લેઇંગ ઇલેવનને તક આપી. હેડ કોચ અનિલ કુંબલેએ એમ. અશ્વિન અને રવિ બિશ્નોઈ આમ બે લેગ સ્પિનરોને તક આપી. આ બંનેએ મળીને 6 વિકેટ ઝડપી. આ ઉપરાંત કોટરેલ અને શમીની ધારદાર બોલિંગે પંજાબની જીત નિશ્ચિત કરી.
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો