DC Vs RCB: આજે છે વિરાટ કોહલીની ‘અગ્નિ પરીક્ષા’, જો હાર્યા તો IPLથી થઈ શકે છે બહાર

DC Vs RCB: આજે છે વિરાટ કોહલીની ‘અગ્નિ પરીક્ષા’, જો હાર્યા તો IPLથી થઈ શકે છે બહાર
IPL 2020 Playoffsમાં પહોંચવા માટે વિરાટ કોહલી દિલ્હી કેપિટલ્સ સામે કઈ રણનીતિ લઈને મેદાનમાં ઉતરે છે?

IPL 2020 Playoffsમાં પહોંચવા માટે વિરાટ કોહલી દિલ્હી કેપિટલ્સ સામે કઈ રણનીતિ લઈને મેદાનમાં ઉતરે છે?

  • Share this:
    અબૂધાબીઃ દબાણમાં બેટિંગ કરવી વિરાટ કોહલી (Virat Kohli)ને ખાસ પસંદ છે. ટીમ ઈન્ડિયા (Team India)ને અનેકવાર તેણે મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. જેથી આજે વિરાટ કોહલીની ફરી એકવાર ‘અગ્નિ પરીક્ષા’ છે. આઇપીએલની પ્લેઓફ (IPL Playoffs)માં પહોંચવા માટે તેની ટીમ (Royal Challengers Banglore)ને કોઈ પણ સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ને હરાવવી પડશે. પરંતુ જો હાર્યા તો બીજી ટીમોની જીત અને હાર માટે દુવા કરવી પડશે. એવામાં આજે એ જોવું રસપ્રદ રહેશે કે વિરાટ કઈ રણનીતિ સાથે મેદાન પર ઉતરે છે.

    પોઇન્ટ્સ અને નેટ રનરેટના અંતરમાં ફસાયો વિરાટ!



    પોઇન્ટ્સ ટેબલને જોઈએ તો વિરાટની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર બીજા નંબર પર છે. 13 મેચોમાં RCBના 14 પોઇન્ટ્સ છે. પરંતુ બે અન્ય ટીમો કોલકાતા નાઇટ રાઇડર્સ પણ 14 પોઇન્ટ પર અટકી છે. એવામાં હાર બાદ પ્લેઓફનો નિર્ણય નેટ રનરેટથી થશે. 14 પોઇન્ટ્સના ફેરમાં ફસાયલી ત્રણ ટીમોનો નેટ રનરેટ હાલ માઇનસમાં છે. એવામાં 12 પોઇન્ટની સાથે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આરસીબી, કેકેઆર અને દિલ્હીના શ્વાસ થંભાવી દીધા છે. સનરાઇઝર્સનો નેટ રનરેટ (0.555) પ્લસમાં છે. એવામાં જો સનરાઇઝર્સની ટીમ છેલ્લી મેચ જીતી જાય છે તો પછી બીજી ટીમોની મુશ્કેલી વધી જશે.


    આ પણ વાંચો, દિવાળી પહેલા હીરો મોટોકોર્પના આ મોડલ પર મળી રહી છે આકર્ષક છૂટ, જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ટ

    હારથી ઉત્સાહ ભોંયભેગો

    છેલ્લી ત્રણ મેચોમાં સતત હારથી વિરાટ કોહલીનો ઉત્સાહ તળીયે બેસી ગયો છે. સનરાઇઝર્સની વિરુદ્ધની મેચમાં આરસીબીની ટીમ 20 ઓવરમાં માત્ર 120 રન કરી શકી હતી. દરેક મેચ રમાયા બાદ લાગી રહ્યું છે કે ટીમ ડિવિલિયર્સ પર વધુ નિર્ભર છે. જો તે બેટિંગ કરે તો જ આરસીબીને જીત મળે છે. તે ફ્લોપ થાય તો ટીમ પણ ફ્લોપ થઇ જાય છે. ડિવિલિયર્સ પોતે પણ બે દિવસ પહેલા કહ્યું હતું કે ત્રણ મેચમાં સતત હારથી તે નિરાશ છે.

    આ પણ વાંચો, ટાલ છુપાવવા વિગ પહેરીને કર્યા લગ્ન, રહસ્ય છતું થતાં નવી દુલ્હને કર્યો પતિ પર કેસ

    દિલ્હીની મુશ્કેલી

    બીજી તરફ, દિલ્હી કેપિટલ્સની ટીમ પણ ફસાઈ ગઈ છે. પ્રારંભિક મેચોમાં ધમાલ મચાવનારી ટીમ હવે હારી રહી છે. તેમનું ટીમ કોમ્બિનેશન યોગ્ય સાબિત નથી થઈ રહ્યું. દિલ્હીને છેલ્લી ચાર મેચોમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે. એવામાં આજે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ ટીમ કેવી રીતે પ્લેઓફ માટે ક્વોલિફાય કરે છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 02, 2020, 11:42 am

    ટૉપ ન્યૂઝ