રમત-જગત

  • associate partner

IPL 2020: ચેન્નઇ સુપરકિંગ્સે નોંધાવી સૌથી મોટી જીત, તોડી નાખ્યા આ રેકોર્ડ

News18 Gujarati
Updated: October 5, 2020, 7:34 AM IST
IPL 2020: ચેન્નઇ સુપરકિંગ્સે નોંધાવી સૌથી મોટી જીત, તોડી નાખ્યા આ રેકોર્ડ
KXIPને 10 વિકેટ હરાવીને CSKએ અનેક મોટા રેકોર્ડ તોડ્યા (Photo: IPL/BCCI)

KXIPને 10 વિકેટ હરાવીને CSKએ અનેક મોટા રેકોર્ડ તોડ્યા, પંજાબના માથે લખાયો આ ન ગમતો રેકોર્ડ

  • Share this:
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 18મી મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સ એ કિંગ્સ ઇલેવન પંજાબ (Chennai Super Kings Vs Kings XI Punjab)ને 10 વિકેટથી હરાવી દીધું. 179 રનના ટાર્ગેટને ચેન્નઇ સુપરકિંગ્સના બેટ્સમેનોએ 14 બોલ પહેલા જ પાર કરી દીધો. ચેન્નઇના ઓપનર ફાક ડુપ્લેસીએ 53 બોલમાં અણનમ 87 રન અને શેન વૉટસને 53 બોલમાં અણનમ 83 રનની ઇનિંગ રમી. ચેન્નઇની આ જીતમાં અનેક મોટા રેકોર્ડ તૂટી ગયા. બીજી તરફ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે પણ ન ગમે તેવા રેકોર્ડ પોતાના નામે કર્યા. આવો નજર કરીએ તે રેકોર્ડ પર...

1. ચેન્નઇ સુપરકિંગ્સે (CSK) કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ની બીજી વાર 10 વિકેટથી હરાવ્યું. આ પહેલા વર્ષ 2013માં પણ ચેન્નઇએ પંજાબને મોહાલીમાં 10 વિકેટથી હરાવી દીધું હતું.

2. ચેન્નઇ સુપરકિંગ્સ આઇપીએલની બીજી મેચ છે જેણે એકથી વધુ વાર 10 વિકેટથી જીત નોંધાવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આ કારનામો સૌથી વધુ 3 વાર કરીને દર્શાવ્યો છે.

3. કિંગ્સ ઇલેવન પંજાબે ચોથી વાર 10 વિકેટથી મેચ ગુમાવી છે. આ ન ગમે તેવો રેકોર્ડ નોંધવનારી તે એકમાત્ર ટીમ છે.

4. ઓપનર શેન વૉટસન અને ડુપ્લેસીની વચ્ચે અણનમ 181 રનની પાર્ટનરશીપ થઈ જે ચેન્નઇ તરફથી નોંધાયેલી સૌથી મોટી પાર્ટનરશીપ છે. આ ઉપરાંત કિંગ્સ ઇલેવન પંજાબની વિરુદ્ધ નોંધાયેલી સૌથી મોટી પાર્ટનરશીપ છે. બીજી તરફ આઇપીએલમાં આ ચોથી સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશીપ છે.

આ પણ વાંચો, બિરયાની ખરીદવા રસ્તા પર લાગી દોઢ કિલીમીટર લાંબી લાઇન, લોકોએ પૂછ્યું- ફ્રીમાં મળે છે?5. આઇપીએલમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશીપનો રેકોર્ડ વોર્નર અને બેયરેસ્ટોના નામે છે. આ બંનેએ આરસીબીની વિરુદ્ધ 185 રનની પાર્ટનરશીપ કરી હતી. ગુજરાત લાયન્સની વિરુદ્ધ ગંભીર એન ક્રિસ લિને પણ અણનમ 184 રનની પાર્ટનરશીપ કરી હતી. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ રાજસ્થાન રોયલ્સની વિરુદ્ધ 183 રનની પાર્ટનરશીપ કરી ચૂક્યા છે. હવે વૉટસન અને ડુપ્લેસીએ 181 રનની પાર્ટનરશીપ નોંધાવી છે.

આ પણ વાંચો, કોરોનાથી સાજા થનારા દર્દીઓના શરીરમાં 90 દિવસ સુધી રહે છે વાયરસ!

6. આ સીઝનમાં બીજીવાર કોઈ ટીમની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 100+ રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. આ પહેલા પંજાબના મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલે રાજસ્થાન રોયલ્સ સામે શારજાહ ખાતે 183 રનની ભાગીદારી કરી હતી.
Published by: Mrunal Bhojak
First published: October 5, 2020, 7:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading