IPLમાં ખતમ થઈ ધોનીની ‘હુકૂમત’, પહેલીવાર ચેન્નઈ સુપરકિંગ્સ Playoffsની રેસથી બહાર

જાણો ચેન્નઈ સુપરકિંગ્સ પ્લેઓફમાં કેમ ન પહોંચી શકી, ધોનીના પ્રશંસકોમાં નિરાશાનો માહોલ

જાણો ચેન્નઈ સુપરકિંગ્સ પ્લેઓફમાં કેમ ન પહોંચી શકી, ધોનીના પ્રશંસકોમાં નિરાશાનો માહોલ

  • Share this:
    નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)માં આમ તો 8 ટીમો જ ભાગ લે છે પરંતુ આ ટૂર્નામેન્ટમાં એક એવી ટીમ હતી જેના વખાણ દરેક ટીમના પ્રશંસકો કરતા કરતા હતા. આ ટીમની પ્લેઓફ (IPL 2020 Playoffs)માં પહોંચવાની ગેરન્ટી રહેતી હતી. કહેવામાં આવતું હતું કે આઇપીએલના પ્લેઓફમાં રમવા માટે 8 નહીં 7 જ ટીમોની વચ્ચે ટક્કર થવાની છે કારણ કે ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Super Kings)ની એન્ટ્રી તેમાં પાકી માનવામાં આવતી હતી. પરંતુ આઇપીએલ 2020માં બધું જ બદલાઈ ગયું છે. એમએસ ધોની (MS Dhoni)ની ટીમનો સમય બદલાઈ ગયો, પરિણામ બદલાઈ ગયું અને બદલાઈ ગયો એ રેકોર્ડ જે વર્ષ 2008થી ચેન્નઈ સુપરકિંગ્સ ટીમના દરેક ખેલાડીની છાતી પર મેડલની જેમ રહેતો હતો. રવિવારે જ્યારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)એ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ને માત આપી, ચેન્નઈ સુપરકિંગ્સ પહેલી વાર આઈપીએલની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ. ધોનીના પ્રશંસકોને પહેલીવાર આઇપીએલમાં આ દિવસ પણ જોવો પડી રહ્યો છે.

    જાણો ચેન્નઈ સુપરકિંગ્સ પ્લેઓફમાં કેમ ન પહોંચી શકી

    ચેન્નઈ સુપરકિંગ્સ ના હાલમાં 8 પોઇન્ટ છે. જો તે બાકીની બે મેચ પણ જીતી જાય છે તો પણ તેના 12 પોઇન્ટ થશે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ત્રણ ટીમ એવી છે જેમની પાસે ચેન્નઈથી વધુ 14 પોઇન્ટ છે. હવે બાકી બચેલી કોલકાતા, પંજાબ, રાજસ્થાન અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમો જેમના એકબીજા સામે જ મુકાબલા બાકી છે અને તેમના ચેન્નાઈથી વધુ કે સરખા પોઇન્ટ છે. એવામાં ચેન્નઈ પ્લેઓફની રેસની બહાર થઈ ગઈ છે.

    આ પણ વાંચો, દિવાળી પર આમને મળશે સોના પર બમણો ફાયદો! જાણો કેવી રીતે થશે વધુ કમાણી

    ચેન્નઈ સુપરકિંગ્સનું દરેક આઇપીએલ સીઝનમાં પ્રદર્શન

    આઇપીએલની શરૂઆત 2008માં થઈ હતી અને ધોનીની ટીમે પહેલી જ સીઝનમાં ફાઇનલ સુધીની સફર કાપી હતી. જોકે ફાઇનલમાં તેને રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો. 2009માં ચેન્નઈની ટીમ સેમીફાઇનલ સુધી પહોંચી. ત્યારબાદ ચેન્નઇએ 2010માં પોતાનો પહેલો આઇપીએલ ટાઇટલ જીત્યો. 2011માં પણ ધોનીની ટીમે સતત બીજી વાર ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.

    આ પણ વાંચો, આ શખ્સે કરી દીધો શરીરનો એવો હાલ, Guinness બુકમાં નોંધાવી દીધું નામ

    2012માં ચેન્નઈ સુપરકિંગ્સ રનરઅપ રહી અને 2013કમાં પણ તે ફાઇનલ જીતવાથી ચૂકી. 2014માં ચેન્નઈની ટીમ એલિમિનેટરમાં બહાર થઈ અને 2015માં ચેન્નઈ સુપરકિંગ્સ ફરી એકવાર રનરઅપ રહી. 2016 અને 2017માં ચેન્નઈની ટીમ સસ્પેન્ડ રહી અને 2018માં વાપસીની સાથે જ ચેન્નઈએ ત્રીજી વાર આઈપીએલ ટ્રોફી જીતી. 2019માં ચેન્નઈની ટીમ ફરી એકવાર ફાઇનલ સુધી પહોંચી અને મુંબઈમાં તે ફાઇનલ મેચ હારી ગઈ. પરંતુ આ વખતે 2020માં ચેન્નઈ સુપરકિંગ્સની સફર ગ્રુપ સ્ટેજમાં જ ખતમ થઈ ગઈ.
    Published by:Mrunal Bhojak
    First published: