રમત-જગત

  • associate partner

IPL 2020: ચેન્નઇ સુપરકિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને કેવી રીતે હરાવ્યું, જાણો 5 કારણ

News18 Gujarati
Updated: September 20, 2020, 7:26 AM IST
IPL 2020: ચેન્નઇ સુપરકિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને કેવી રીતે હરાવ્યું, જાણો 5 કારણ
મેચમાં એક સમય એવો હતો જ્યારે મુંબઈને ફેવરિટ માનવામાં આવી રહી હતી પરંતુ ચેન્નઈએ જીત મેળવી લીધી, જાણો તેના કારણ

મેચમાં એક સમય એવો હતો જ્યારે મુંબઈને ફેવરિટ માનવામાં આવી રહી હતી પરંતુ ચેન્નઈએ જીત મેળવી લીધી, જાણો તેના કારણ

  • Share this:
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ 2020ની પહેલી જ મેચમાં પ્રશંસકોને ખૂબ જ રોમાંચાક ક્રિકેટ જોવા મળ્યું. શનિવારે રમાયેલી મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવી દીધું. મુંબઈએ પહેલા બેટિંગ કરતાં 9 વિકેટ પર 162 રન કર્યા. તેના જવાબમાં ચેન્નઈએ ટાર્ગેટ 4 બોલ પહેલા 5 વિકેટ ગુમાવીને પાર કરી દીધો. ચેન્નઈ સુપરકિંગ્સે સતત પાંચ મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ પર જીત મેળવી છે. આ મેચમાં એક સમય એવો હતો જ્યારે મુંબઈને ફેવરિટ માનવામાં આવી રહી હતી પરંતુ ચેન્નઈએ જીત મેળવી લીધી. આવો જાણીએ ધોનીની ટીમની જીતના 5 મોટા કારણો...

પહેલું કારણઃ ચેન્નઈ સુપરકિંગ્સની જીતનું સૌથી મોટું કારણ તેની ગજબની ફિલ્ડીંગ કહી શકાય. ચેન્નઈએ મુંબઈની વિરુદ્ધ એક પણ કેચ છોડ્યો નહોતો. ચેન્નઈનો દરેક ખેલાડી મેદાન પર ચારે તરફ ઉત્કૃષ્ટ ફિલ્ડિંગનું પ્રદર્શન કરતા રહ્યા. ખાસ કરીને ફાફ ડુપ્લેસી જેણે મુંબઈની ઇનિંગની 15મી ઓવરમાં સૌરભ તિવારી અને હાર્દિક પંડ્યાના બે ઉત્તમ કેચ પકડીેન મોટા સ્કોરને થતો રોકી દીધો.

બીજું કારણઃ શેખ જાયદ સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટેની હતી. મુંબઈને ડીકોક અને રોહિત શર્માએ તેજ શરૂઆત પણ અપાવી. પરંતુ ચેન્નઈના બોલરોએ હાર ન માની. ફાસ્ટ બોલરોએ પિચનો અભ્યાસ કરીને પોતાની બોલિંગમાં મિશ્રણ શરૂ કરી દીધું. દીપક ચાહર, લુંગી એન્ગિડી અને સૈમ કર્રને સ્લોબર બોલનો ઉપયોગ કરી મુંબઈના બેટ્સમેનોને બાંધી રાખ્યા અને દબાણમાં તેઓ પોતાની વિકેટ પણ ગુમાવી બેઠા.

આ પણ વાંચો, નોટબંધી બાદ તિરુપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધાળુઓએ દાન કરી 50 કરોડની જૂની નોટ! ટ્રસ્ટે કેન્દ્ર પાસે માંગી મદદ

ત્રીજું કારણઃ ચેન્નઈની જીતમાં અંબાતિ રાયડૂ અને ફાફ ડુપ્લેસીની ઘણું મોટું યોગદાન રહ્યું. આ બંને બેટ્સમેનોએ ત્રીજી વિકેટ માટે 114 રનની વિશાળ પાર્ટનરશીપ કરી. એક સમય હતો જ્યારે ચેન્નઈએ શેન વોટસન અને મુરલી વિજયની વિકેટ માત્ર બે ઓવરમાં ગુમાવી દીધી હતી પરંતુ રાયડૂ અને ડુપ્લેસીએ શાનદાર પાર્ટનરશીપ કરી. રાયડૂએ 71 રન અને ડુપ્લેસીએ 58 રન કર્યા.

ચોથું કારણઃ મુંઈબ ઈન્ડિયન્સના દરેક બેટ્સમેન રંગમાં દેખાયો અને તમામે સારી શરૂઆત પણ કરી પરંતુ તેઓ પોતાની ઇનિંગને અંજામ સુધી પહોંચાડી ન શક્યા. મુંબઈના બેટ્સમેનોની અતિ આક્રમકતા ભારે પડી ગઈ. ક્વિન્ટન ડિકોક, સૌરભ તિવારી, હાર્દિક પંડ્યાએ અતિ આક્રમકતાના કારણે જ પોતાની વિકેટ ગુમાવી.આ પણ વાંચો, આ છે WhatsAppની 5 શાનદાર ટિપ્સ અને ટ્રિક! જણો કેવી રીતે કરશો તેનો યૂઝ

પાંચમું કારણઃ મુંબઈની હાર અને ચેન્નઈની જીતેમાં ધોનીને કેપ્ટન્સીએ ખૂબ મોટી ભૂમિકા નિભાવી. સૌથી પહેલા ધોનીને કિસ્મતનો સાથ મળ્યો અને તેણે ટોસ જીત્યો. અબુ બાધીમાં પછી બેટિંગ કરનારી ટીમને ડ્યૂના કારણે ફાયદો મળે છે. ત્યારબાદ ધોનીએ પોતાના બોલરો માટે યોગ્ય ફીલ્ડ સેટ કરી. ઇરફાન પઠાણ કોમેન્રીં દરમિયાન ધોનીની કેપ્ટન્સીના વખાણ કરતો જોવા મળ્યો. ધોનીની ફીલ્ડ સેટિંગના કારણે મુંબઈએ રોહિત શર્મા અને ડીકોકની વિકેટ ગુમાવી.
Published by: Mrunal Bhojak
First published: September 20, 2020, 7:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading