રમત-જગત

  • associate partner

BCCIના સીઈઓનું મોટું નિવેદનઃ ચોમાસા બાદ થઈ શકે છે IPLનું આયોજન

News18 Gujarati
Updated: May 21, 2020, 9:58 AM IST
BCCIના સીઈઓનું મોટું નિવેદનઃ ચોમાસા બાદ થઈ શકે છે IPLનું આયોજન
રાહુલ જૌહરીએ કહ્યું કે, ચોમાસા બાદ આઈપીએલ યોજાઈ શકે છે (ફાઇલ તસવીર)

જો ઓક્ટોબરમાં યોજાનારો T20 વર્લ્ડ સ્થગિત થશે તો આઈપીએલના આયોજનની શક્યતાઓ ઊભી થશે

  • Share this:
નવી દિલ્હીઃ બીસીસીઆઈના સીઈઓ (BCCI CEO) રાહુલ જૌહરીનું માનવું છે કે ઈન્ડિયન પ્રીમીયર લીગનું આયોજન ચોમાસું પૂરું થયા બાદ કરવામાં આવી શકે છે. રાહુલ જૌહરીએ આશા વ્યક્ત કરી કે આઈપીએલમાં વિદેશી ખેલાડીઓ પણ રમી શકે છે. નોંધનીય છે કે, આઈપીએલનું આયોજન 29 માર્ચથી થવાનું હતું પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે તેને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આમ તો આઈપીએલનું આયોજન હવે ટી20 વર્લ્ડ કપ ઉપર પણ નિર્ભર કરે છે. જો ઓક્ટોબરમાં યોજાનારો વર્લ્ડ સ્થગિત થશે તો આઈપીએલના આયોજનની શક્યતાઓ ઊભી થશે.

રાહલ જૌહરીએ શું કહ્યું?

ટીસીએમ સ્પોર્ટ્ સ હડલ વેબિનારમાં બીસીસીઆઈના સીઈઓ રાહુલ જૌહરી (Rahul Johri)એ અનેક અગત્યની વાતો કહી. તેઓએ કહ્યું કે, અમે સરકાર તરફથી મળનારી ગાઇડલાઇન મુજબ જ કામ કરીશું. અમારી અનેક એજન્સીઓ સાથે વાતચીત ચાલી રહી છે. જ્યારે લૉકડાઉન ખતમ થશે તો ત્યારબાદ ચોમાસું શરૂ થઈ જશે. ક્રિકેટની ગતિવિધિઓ ચોમાસું પૂરું થયા બાદ જ શરૂ થશે. આશા છે કે ત્યાં સુધી સ્થિતિમાં સુધાર આવે.

રાહુલ જૌહરીએ કહ્યું કે આઈપીએલ ટૂર્નામેન્ટ દેશમાં ખૂબ લોકપ્રિય છે. જોકે તેના આયોજનની પ્રક્રિયા ચરણબદ્ધ રીતે જ શરૂ કરાશે. જૌહરીએ કહ્યું કે, આઈપીએલના દર્શકોની સંખ્યા દર વર્ષે વધી છે. સ્પોન્સર્સ માટે ક્રિકેટ એક લીડર છે અને તેઓ આગળ પણ આવું જ કરશે. આઈપીએલની મજા એ છે કે અહીં દુનિયાના શ્રેષ્ઠ ખેલાડી રમે છે અને અમે તેને બરકર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ એક-એક પગલું આગળ જતાં શક્ય થશે. અમે બસ એવી આશા રાખી રહ્યા છીએ કે ચોમાસા સુધી સ્થિતિમાં સુધારો આવે.
25 સપ્ટેમ્બરે શરૂ થશે આઇપીએલ!

આ પણ વાંચો, ‘મરેંગે તો વહી જાકર જહાં જિંદગી હૈ...’ પ્રવાસી શ્રમિકોની વ્યથા રજૂ કરતી ગુલઝારની કવિતા!BCCIના સીઈઓ રાહુલ જૌહરીના નિવેદન પહેલા એક રિપોર્ટ સામે આવ્યો હતો જે મુજબ આઈપીએલની શરૂઆત 25 સપ્ટેમ્બરથી થઈ શકે છે. રિપોર્ટનું માનીએ તો ચર્ચા એવી ચાલી રહી છે કે 25 સપ્ટેમ્બરથી 1 નવેમ્બરની વચ્ચે આઈપીએલના આયોજનની રણનીતિ પર વાતચીત ચાલી રહી છે. એક ફ્રેન્ચાઇઝીના અધિકારીએ પણ કહ્યું છે કે ભવિષ્યની રણનીતિ પર ચર્ચા ચાલી રહી છે. તેને ધ્યાનમાં રાખીને આગળની નીતિઓ ઘડવામાં આવી રહી છે. અહેવાલ છે કે રણનીતિમાં વિદેશી ખેલાડીઓ પણ સામેલ છે.

આ પણ વાંચો, BSNLનો ખૂબ સસ્તો પ્લાન! 20 રૂપિયાથી ઓછા રિચાર્જ પર ફ્રી કૉલિંગ, 1.8GB ડેટા પણ
First published: May 21, 2020, 9:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading