રમત-જગત

  • associate partner

IPL 2020: આ 5 કારણોથી રાજસ્થાન રોયલ્સના હાથે ચેન્નઈ સુપર કિંગ્સને મળી કારમી હાર

News18 Gujarati
Updated: October 20, 2020, 7:26 AM IST
IPL 2020: આ 5 કારણોથી રાજસ્થાન રોયલ્સના હાથે ચેન્નઈ સુપર કિંગ્સને મળી કારમી હાર
ચેન્નઈ સુપર કિંગ્સને આઇપીએલની 37મી મેચમાં રાજસ્થાન રોયલ્સના હાથે 7 વિકટની કારમી હાર સહન કરવી પડી. (Photo Credit: IPL Twitter Handle)

ધોનીની ટીમની આ ભૂલોને કારણે Rajasthan Royals સામે Chennai Super Kings હારી ગઈ

  • Share this:
નવી દિલ્હીઃ એમએસ ધોની (MS Dhoni)ની ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ને આઇપીએલ (IPL 2020)ની 37મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ના હાથે 7 વિકટની કારમી હાર સહન કરવી પડી. પહેલા બેટિંગ કરતાં ચેન્નઈની ટીમ માત્ર 125 રન જ કરી શકી. જવાબમાં રાજસ્થાને 15 બોલ પહેલા જ ત્રણ વિકેટના નુકસાન પર ટાર્ગેટ પ્રાપ્ત કરી 7 વિકેટથી મેચ પોતાના નામે કરી લીધી. ખરાબ બેટિંગને કારણે CSK રાજસ્થાનને મોટો ટાર્ગેટ ન આપી શકી, બીજી બાજુ બોલરો પણ કંઈ ખાસ ચમત્કાર ન દર્શાવી શક્યા. બોલરોએ ચેન્નઈને પ્રારંભમાં સારી શરૂઆત આપી હતી પરંતુ જોસ બટલર અને સ્ટીવ સ્મિથની જોડીની સામે બોલરો પોતાની લયને કાયમ ન રાખી શક્યા.

પહેલું કારણઃ ચેન્નઈ સુપર કિંગ્સની હારનું સૌથી મોટું કારણ રાજસ્થાનને મોટો ટાર્ગેટ ન આપવાનું હતું. જોસ બટલર, સ્ટીવ સ્મિથ, બેન સ્ટોક્સ, રાહુલ તેવતિયા જેવા સ્ફોટક બેટ્સમેનથી સજ્જ ટીમની સામે આ ટાર્ગેટ ઘણો નાનો હતો. CSKની બેટીંગ ઘણી ધીમી રહી હતી. ટોપ ઓર્ડર બેટ્સેન ફાફ ડૂ પ્લેસી, શેન વોટસનની વિકેટ ઝડપથી પડી ગઈ. સીએસકેની ઇનિંગમાં માત્ર એક જ સિક્સર વાગી. રાયડૂ અને ધોનીની પણ બેટિંગ ધીમી રહી.

બીજું કારણઃ ચેન્નઈની હારનું બીજું મોટું કારણ ધોનીની રન આઉટ થવું છે. 56 રન પર સીએસકેની 4 વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા અને એમએસ ધોનીએ સારી પાર્ટનરશીપ કરી. ધોની અને જાડેજાની જોડી મેચનો પાસો પલટી શકતી હતી. પરંતુ 107 રન પર ધોની રન આઉટ થઈ ગયો અને તે પણ પોતાની ભૂલના કારણે. મૂળે લોન્ગ ઓફ પર જોફ્રા આર્ચરથી મિસફિલ્ડ થઈ. તેનો ફાયદો ઉઠાવવા માટે ધોની બીજો રન લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ જ્યાં સુધી તે ક્રીઝમાં પહોંચે ત્યાં સુધી બોલ સ્ટમ્પ વિખેરી ચૂક્યો હતો. અહીં બીજા રનની જરૂર નહોતી. બીજા રન માટે ધોનીએ પહેલો રન ઝડપથી લેવાની જરૂર હતી. ધોની 28 રન જ કરી શક્યો.

આ પણ વાંચો, Mutual Fundsના રોકાણકારો માટે મોટા સમાચાર, બદલાઈ ગયો આ નિયમ, આપના નાણા પર થશે અસર

ત્રીજું કારણઃ જ્યારે ટીમને સ્ફોટક ઇનિંગની જરૂર હોય છે તો એવા સમયમાં રવિન્દ્ર જાડેજા જ તે બેટ્સમ ન છે જેના આવવાથી ઇનિંગની સ્પીડ વધી જાય છે. જાડેજાએ અણનમ 35 રનની ઇનિંગ તો રમી પરંતુ તેનો સ્ટ્રાઇક રેટ પણ 116.66 જ રહ્યો. જાડેજા પોતાની ઇનિંગમાં માત્ર 4 ફોર જ મારી શક્યો.

ચોથું કારણઃ ચેન્નઈની હારનું સૌથી મોટું કારણ બટલર અને સ્મિથની જોડી બની. બોલરોએ ચેન્નઈની શરૂઆત સારી કરી અને 5 ઓવરની રમતમાં રાજસ્થાનને 28 રન પર જ ત્રણ આંચકા આપી દીધા હતા. પરંતુ ત્યારબાદ બટલર અને સ્મિથે રાજસ્થાન માટે જીતના દરવાજા ખોલ્યા અને સીએસકેના બોલરો આ જોડીને તોડવામાં નિષ્ફળ રહ્યા. બંનેની વચ્ચે 98 રનની પાર્ટનરશીપ થઈ.આ પણ જુઓ, IPL 2020: મયંક અગ્રવાલે બીજી સુપર ઓવરમાં ‘સુપરમેન’ બની બચાવ્યા 4 રન, KXIPની જીતનો આવી રીતે બન્યો ‘હીરો’- VIDEO

પાંચમું કારણઃ ધોનીના બોલર છેવટ સુધી બટલર અને સ્મિથની જોડીને તોડી ન શક્યા. મૂળે ટાર્ગેટ નાનો હોવાના કારણે આ જોડીએ સ્ફોટક બેટિંગ ન કરી, જેના કારણે બોલરોને તેમને આઉટ કરવાની તક ન મળી. આ જોડીએ સિંગલ અને બે-બે રન લઈને ટાર્ગેટનો પીછો કર્યો. વચ્ચે વચ્ચે તેમણે કેટલા શૉટ ચોક્કસ માર્યા. બટલરે જ્યાં 48 બોલ પર અણનમ 70 રન કર્યા, બીજી તરફ સ્મિથે 34 બોલ પર 26 રન કર્યા. બંનેએ મળી 9 ફોર અને બે સિક્સર ફટકારી.
Published by: Mrunal Bhojak
First published: October 20, 2020, 7:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading