Home /News /sport /ચેન્નાઈની જીત પર બ્રાવોનો મોટો ખુલાસો, તમામ ટીમને આવશે ચક્કર!

ચેન્નાઈની જીત પર બ્રાવોનો મોટો ખુલાસો, તમામ ટીમને આવશે ચક્કર!

ચેન્નાઈએ પોતાની બંને મેચ જીતી અને તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

ચેન્નાઈએ પોતાની બંને મેચ જીતી અને તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

ઈન્ડીયન પ્રિમીયર લીગની 12મી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સરૂઆત એવી કરી, જેવી તમામ લોકોને આશા હતી. ચેન્નાઈએ પોતાની બંને મેચ જીતી અને તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ચેન્નાઈએ પહેલી મેચમાં આરસીબીને હરાવ્યું તો બીજી મેચમાં તેણે દિલ્હીને પછાડ્યું. બીજી મેચમાં જીત બાદ ચેન્નાઈના ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોએ ટીમની સફળતા પર મોટો ખુલાસો કર્યો છે. ચેન્નાઈના આ ઓલરાઉન્ડરનું કહેવું છે કે, તેમની ટીમ મેચ માટે કોઈ પણ પ્રકારની ટીમ મીટિંગ નથી કરતી, અને નથી કોઈ રણનીતિ પણ બનાવવામાં આવતી. અમારી ટીમ બસ એમ જ મેદાનમાં ઉતરી જાય છે અને પોતાની રીતે સ્વાભાવિક રમત રમે છે.

બ્રાવોએ મેચ બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની સાથે બેટિંગ કરવાને લઈ કોઈ રણનીતિ નથી હોતી. અમે ટીમ બેઠક નથી કરતા. અમે મેદાનમાં ઉતરી બસ કામ કરીએ છીએ. બ્રાવોએ દોનીની કપ્તાનીના પણ વખાણ કર્યા. તેણે કહ્યું કે, ચેન્નાઈની સફળતા પાછળ ધોનીનો મોટો હાથ છે.

બ્રાવોએ કહ્યું કે, ચેન્નાઈ માટે મુશ્કેલીના સમયમાં તેમનો અનુભવ અને વિશ્વના સર્વશ્રેષ્ઠ કપ્તાનનો સાથ જ ઘણો હોય છે. વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું કે, કોઈ પણ રમતમાં, કોઈ પણ ટૂર્નામેન્ટમાં, તમે અનુભવને હરાવી નથી શકતા. અમે અમારી કમજોરી જાણીએ છીએ અને અમે ચતુરાઈથી રમત રમીએ છીએ. તેણે કહ્યું કે, અમારી આગેવાની દુનિયાનો સર્વ શ્રેષ્ઠ કપ્તાન કરી રહ્યો છે અને ધોની અમને યાદ અપાવે છે કે અમારી ટીમ સૌથી જબરદસ્ત નથી પરંતુ અનુભવી ટીમ છે.



ડ્વેન બ્રાવોએ ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડીઓની ઉંમર પર પ્રશ્ન ઉઠાવનારા લોકોને પણ જવાબ આપ્યો. બ્રાવોએ કહ્યું, અમે અમારી ઉંમર જાણીએ છીએ. અમારી ઉંમર જે છે તેજ છે અને તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો, પરંતુ આ કોઈ મુદ્દો નથી. અમે 60 વર્ષના વૃદ્ધ નથી. અમે 32થી 35 વર્ષના ખેલાડીઓ છીએ. અમે હજુ પણ જવાન છીએ. અમે શરીરનું સારી રીતે ધ્યાન રાખીએ છીએ અને વધારે અનુભવી છીએ.
First published:

Tags: Dwayne bravo, Ipl 2019, Plan, ક્રિકેટ