IPL સીઝન-12ની પહેલી ક્વોલિફાયર પર સૌની નજરો છે. ચેન્નઈ સુપરકિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સની આ મેચમાં ફેન્સ માટે સૌથી મોટી વાત એ છે કે તેમની ટીમ કયા પ્લેયર્સને તક આપશે. બંને ટીમો માટે આ મેચ ઘણી મહત્વપૂર્ણ છે. જે પણ ટીમ આ મેચ જીતશે તે આઈપીએલ સીઝન-12ની ફાઇનલમાં પહોંચી જશે. એવામાં બંને ટોમ આ પ્લેયર્સની સાથે મેદાન પર ઉતરી શકે છે.
ઓપનર્સ
બંને ટીમો માટે સારી શરૂઆત ખૂબ જરૂરી છે. જ્યાં મુંબઈ પાવર પ્લેમાં વધુ રન કરવા પર ભાર મૂકે છે, બીજી તરફ ચેન્નઈ વિકેટ બચાવીને રમે છે. મુંબઈની વાત કરીએ તો ઓપનર તરીકે ટીમની પાસે રોહિત શર્મા અને ક્વિટન ડી કોક છે. બંને જ સારા ફોર્મમાં રમી રહ્યા છે. ચેન્નઈની વાત કરીએ તો ધોની મોટી મેચોમાં પોતાના પ્લેયર બદલવાનું ટાળે છે. ફોર્મમાં ન હોવાન છતાંય ધોની વોટસનને તક આપશે જેને ડૂ પ્લેસીનો સાથ મળશે.
મિડલ ઓર્ડર
મુંબઈ ઈન્ડિયન્સના એવિન લુઈસ જે છેલ્લી ગેમમાં બાહર થઈ ગયો, તે નંબર-3 પર પરત આવી શકે છે. બીજી તરફ, સૂર્યકુમાર યાદવ અને કિયોન પોલાર્ડ સારા ફોર્મમાં જોવા મળશે. ચેન્નઈની વાત કરીએ તો સુરેશ રૈના એમએસ ધોની અને અંબાતી રાયડૂ સુકાન સંભાળી શકે છે.
ઓલરાઉન્ડર
ઓલરાઉન્ડરની વાત કરીએ તો બંને ટીમોની પાસે મોટા પ્લેયર્સ છે. મુંબઈની પાસે પંડ્યા બ્રધર્સ છે, જોકે ચેપકની પિચના હિસાબથી મુંબઈ અનુકૂળ રોયને પણ ટીમમાં સ્થાન આપી શકે છે. બીજી તરફ, ચેન્નઈની પાસે રવિન્દ્ર જાડેજા અને બ્રાવો છે. બંને પ્લેયર્સ ચેન્નઈ માટે મેચ પલટી દેવામાં માહેર માનવામાં આવે છે.
બોલર્સ
કેકેઆરની વિરુદ્ધ અંતિમ લીગ મેચમાં મુંબઈના બોલર્સે કમાલની બોલિંગ કરી હતી. ટીમની પાસે જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા જેવા ફાસ્ટ બોલર્સ છે. રાહુલ ચાહર સ્પિન ડિપાર્ટમેન્ટ સંભાળી શકે છે. ધોનીની વાત કરીએ તો તેની પાસે દીપક ચાહર, ડ્વેન બ્રાવો, હરભજન સિંહ, ડ્વેન બ્રાવો, ઈમરાન તાહિર જેવા બોલર્સ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર