IPL: Point Tableમાં મુંબઈ 'શિખર' પર, આ છે પ્લે ઓફનું શિડ્યૂલ

ચેન્નઈ સુપરકિંગ્સને પછાડીને મુંબઈ ઈન્ડિયન્સે પોઇન્ટ ટેબલમાં કર્યું ટોપ

ચેન્નઈ સુપરકિંગ્સને પછાડીને મુંબઈ ઈન્ડિયન્સે પોઇન્ટ ટેબલમાં કર્યું ટોપ

  • Share this:
    ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનની અંતિમ લીગ મેચમાં કોલકાતાને મુંબઈ ઈન્ડિયન્સે 9 વિકેટથી હરાવી દીધું. આ મોટી જીતની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સે પોઇન્ટ ટેબલમાં નંબર-1નું સ્થાન મેળવી લીધું. બીજી તરફ, કોલકાતા આ મેચ હારતાં જ આઈપીએલથી બહાર થઈ ગયું. હૈદરાબાદ સારા નેટ રન રેટના આધારે આઈપીએલના પ્લેઓફમાં પહોંચી ગયું. હૈદરાબાદ માત્ર 12 પોઇન્ટની સાથે પ્લેઓફમાં સ્થાન મેળવનારી પહેલી આઈપીએલ ટીમ છે. છેલ્લી લીગ મેચ પૂરી થયા બાદ પોઇન્ટ ટેબલ આ પ્રકારે રહ્યું.

    મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સે 18-18 પોઇન્ટ મેળવ્યા છે. નેટ રન રેટના આધારે મુંબઈએ બાજી મારી. બીજી તરફ હૈદરાબાદ ચોથા, કોલકાતા પાંચમાં અને કિંગ્સ ઇલેવન પંજાબે છઠ્ઠા સ્થાન પર સીઝનનું સમાપન કર્યું. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર 11-11 પોઇન્ટ પર અટકી ગયા. સારા નેટ રન રેટથી રાજસ્થાન 7મા અને વિરાટ કોહલીની ટીમ બેંગલોર છેલ્લા નંબરે રહી.





























































































    ટીમ મેચ જીત હાર ટાઇ NR પોઇન્ટ્સ રન રેટ
    મુંબઈ 14 9 5 0 0 18 0.421
    ચેન્નઈ 14 9 5 0 0 18 0.131
    દિલ્હી 14 9 5 0 0 18 0.044
    હૈદરાબાદ 14 6 8 0 0 12 0.577
    કોલકાતા 14 6 8 0 0 12 0.028
    પંજાબ 14 6 8 0 0 12 -0.251
    રાજસ્થાન 14 5 8 0 1 11 -0.449
    બેંગલોર 14 5 8 0 1 11 -0.607

    પ્લેઓફનું શિડ્‌યૂલ નક્કી

    પ્લેઓફની ચાર ટીમો નક્કી થતાં જ ક્વાલિફાયર અને એલિમિનેટર મુકાબલા પણ નક્કી થઈ ગયા છે. આવો આપને જણાવીએ શું છે Play Offનું શિડ્યૂલ

    7 મે, મંગળવારે ચેન્નઇ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે પહેલી ક્વોલિફાયર રમાશે. છેલ્લી બંને મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપરકિંગ્સને માત આપી છે હવે જોવાનું એ છે કે આ મેચનું પરિણામ શું રહે છે. પહેલી ક્વોલિફાયર ચેન્નઈની એમ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે.

    7 મે, મંગળવારે CSK અને MI વચ્ચે પહેલી ક્વોલિફાયર રમાશે. (સાભાર-આઈપીએલ)


    એલિમિનેટર મેચ 8 મેના રોજ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે રમાશે. આ મુકાબલો વિશાખાપટ્ટનમમાં રમાશે.

    બીજી ક્વોલિફાયર 10 મેના રોજ રમાશે. આ મુકાબલામાં પહેલી ક્વોલિફાયર હારનારી ટીમ અને એલિમિનેટર જીતનારી ટીમ ટકરાશે. જે આ મેચમાં જીતશે તે 12 મેના રોજ પહેલી ક્વોલિફાયર જીતનારી ટીમ સાથે ફાઇનલમાં ટકરાશે.
    Published by:Mrunal Bhojak
    First published: