Home /News /sport /IPL: પોલાર્ડને આવ્યો ગુસ્સો. હવામાં ફેંક્યું બેટ, અમ્પાયરે લીધો ક્લાસ

IPL: પોલાર્ડને આવ્યો ગુસ્સો. હવામાં ફેંક્યું બેટ, અમ્પાયરે લીધો ક્લાસ

કિરોન પોલાર્ડ - આમ તો પગાર આપવાની બાબતમાં વેસ્ટ ઈન્ડિઝ બોર્ડનો ઇતિહાસ સારો નથી. છતાં પણ વિન્ડિઝના દિગ્ગજ ખેલાડી કિરોન પોલાર્ડ અને મોર્ગનની કમાણી વચ્ચે વધુ ફેર નથી. પોલાર્ડને 1.73 કરોડ રૂપિયા પગાર મળે છે.

આઈપીએલ 2019ની ફાઈનલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે હાઈવોલ્ટેજ મુલાબલાની અંતિમ ઓવરમાં જબરદસ્ત ડ્રામા જોવા મળ્યો.

    આઈપીએલ 2019ની ફાઈનલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે હાઈવોલ્ટેજ મુલાબલાની અંતિમ ઓવરમાં જબરદસ્ત ડ્રામા જોવા મળ્યો. એમ્પાયર દ્વારા વાઈડ બોલ ન આપવા પર મુંબઈ ઈન્ડીયન્સના બેટ્સમેન કેરોન પોલાર્ડ ભડકી ગયા અને તેમણે બેટ ઉછાળી દીધુ. ત્યારબાદ તે ક્રિજમાં ઘણો બહાર જઈ ઉભો રહ્યો અને પછી બેટિંગમાંથી હટી ગયો. મેદાન પર રહેલા એમ્પાયર ઈયન ગૂલ્ડ અને નિતિન મેનને ત્યારબાદ પોલાર્ડની ક્લાસ લીધી અને તેને આવું વર્તન ફરી ન કરવાની ચેતાવણી આપી.

    મુંબઈની પારીની 20મી ઓવર ડ્વેન બ્રાવોએ કરી. તેના પહેલા બોલ પર પોલાર્ડે જબરદસ્ત શોર્ટ માર્યો પરંતુ બોલ બાઉન્ડ્રી પર જતા અંબાતી રાયડૂએ રોકી દીધો. આ સમયે પોલાર્ડે એક પણ રન ન લીધો. બીજો બોલ ફૂલ લેંથ પર ધીમી ગતિથી નાખવામાં આવ્યો પરંતુ ક્રિજની લાઈનથી બહાર હતો. જોકે, પોલાર્ડ ઓપ સ્ટંપથી બહાર આવી ગયો હતો, એટલે એમ્પાયરે વાઈડ ન આપ્યો.

    ત્રીજો બોલ પણ બ્રાવોએ આ અંદાજમાં યોર્કર નાખ્યો અને પોલાર્ડે આને વાઈડ સમજી વિકેટકીપર એમએસ ધોની પાસે જવા દીધો. પરંતુ, એમ્પાયર નિતિન મેનને તેને વાઈડ ન આપ્યો. હવે પોલાર્ડને ભરોસો જ ન થયો અને તેમે બેટ હવામાં ઉછાળી દીધુ. બાદમાં જ્યારે બ્રાવો ચોથા બોલ માટે આગળ આવ્યો તો પોલાર્ડ સ્ટમ્પની જગ્યાએ ક્રીજના વાઈડ બોલની લાઈન પર આવી ઉભો થઈ ગયો. ત્યારબાદ પિચ છોડીને ઓફ સાઈડમાં ચાલવા જતો રહ્યો. તેના કારણે બ્રાવોએ બોલિંગમાં વચમાં જ ઉભુ રહેવું પડ્યું.

    હવે એમ્પાયર ઈયન ગૂલ્ડ અને નિતિન મેનન નારાજ જોવા મળ્યા. બંને તુરંત પોલાર્ડ પાસે ગયા અને તેને આ પ્રકારના વ્યવહાર માટે ચેતાવણી આપી. આ દરમ્યાન પોલાર્ડ એમ્પાયરની સામે જોઈ પણ રહ્યો ન હતો.

    પોલાર્ડે અંતિમ બે બોલ પર ચોગ્ગો લગાવી વાઈડ ન આપવાનો ગુસ્સો નિકાળ્યો. તેણે બ્રાવોની અંતિમ બંને બોલ પર એટલો જોરથી પ્રહાર કર્યો કે, ડીપ એકસ્ટ્રા કવર અને લોન્ગ ઓફ પર ઉભેલા ફિલ્ડર હલે તે પહેલા તો બોલ સીમારેખામાં દાખલ થઈ ગઈ. તેના બે સલંગ ચોગ્ગાની મદદથી મુંબઈએ 8 વિકેટે 149 રન બનાવ્યા . પોલાર્ડ 25 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 41 રન બનાવી અમનમ રહ્યો. મુંબઈ તરફથી સૌથી વધારે રન તેની બેટિંગથી આવ્યા.

    ચેન્નાઈના બોલરોએ અંતિમ બે ઓવરમાં શાનદાર બોલિંગ કરી. તેમણે માત્ર 13 રન આપ્યા અને 3 વિકેટ નીકાળી. આ કારણથી મુંબઈ 160 રનના સ્કોર સુધી ન પહોંચી શકી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ipl 2019, Kieron pollard, એમ્પાયર, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन