આઈપીએલ 2019માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કિંગ ઈલેવન પંજાબને એકદમ સરળતાથી હરાવ્યું છે. પહેલા બેટિંગ કરી ચેન્નાઈ ફાફ ડુ પ્લેસીસ(54) અને કપ્તાન એમએસ ધોનીના (અણનમ 37) રનની મદદથી 3 વિકેટ પર 160 રન બનાવ્યા. આ લક્ષ્યનો પીછો કરતા પંજાબની ટીમ 5 વિકેટ પર 138 રન જ બનાવી શકી. પંજાબની શરૂઆત ખરાબ રહી અને ક્રિસ ગેઈલ તથા મયંક અગ્રવાલ 7 રનના ટીમ સ્કોર પર પોવેલિયન ભેગા થયા. ત્યારબાદ કેએલ રાહુલ (55) અને સરફરાઝ ખાને(67) ત્રીજી વિકેટ માટે 110 રન જોડ્યા તો પણ ટીમ જીતથી દુર રહી. આ બંને બોટ્સમેન ક્રિજ પર રહી પોતાની અડધી સદી પૂર્ણ કરી ચુક્યા હતા.
પંજાબને અંતીમ પાંચ ઓવરમાં જીત માટે 56 રનની જરૂરત હતી. એવામાં માનવામાં આવી રહ્યું હતું કે, પંજાબ જીતી શકે છે પરંતુ ધોનીની કપ્તાની અને ચેન્નાઈના બોલરોએ આવું થવા ન દીધુ. પરિણામ એ આવ્યું કે, પંજાબ 22 રનથી હારી ગયું. ટીમે અંતિમ પાંચ ઓવરમાં માત્ર 33 રન જ બનાવ્યા અને બે વિકેટ પણ ગુમાવી
ગંભીરે કહ્યું કે, જ્યારે કોઈ લક્ષ્યનો પીછો કરવામાં આવી રહ્યો હોય ત્યારે તેના માટે એક પ્લાનિંગ હોય છે. ક્રિજમાં જામી ગયા બાદ કોઈ એક બેટ્સમેને ઝડપથી રમ બનાવવાની જાબદારી લેવાની હોય છે પરંતુ રાહુલ અને સરફરાઝ બંનેમાંથી એક પણ બેટ્સમેને આવું ન કર્યું. તેણે સરફરાઝની બેટિંગની ભૂલો ગણાવતા કહ્યું કે, તેનાથી મેદાનમાં સામેની તરફ શોર્ટ નથી લાગતી. એવામાં તે સ્પીનર વિરુદ્ધ રન જ નથી બનાવી શક્યો.
બાકી કોમેન્ટર્સે પણ કહ્યું કે, રાહુલ અને સરફરાઝ લક્ષ્યનો પીછો કરવાની રણનીતિ જ ન બનાવી શક્યા. સોશિયલ મીડિયા પર પણ ક્રિકેટ ફેન્સે કહ્યું કે, બે અડધી સદી લાગ્યા બાદ પમ પંજાબ હારી ગયું. રાહુલ અને સરફરાઝ કેવી રીતે બેટિંગ કરી રહ્યા હતા.
પંજાબની પારીમાં વચ્ચેની ઓવરોમાં રાહુલ અને સરફરાઝની ધીમી બેટિંગના કારણે જીત પંજાબથી દુર જતી રહી. ટીમનો સ્કોર 10 ઓવરમાં 71 રન હતો જે, 17 ઓવરમાં માત્ર 115 સુધી જ પહોંચી શક્યો એટલે કે સાત ઓવરમાં માત્ર 44 રન જ બન્યા. આજ કારણથી મેચ ચેન્નાઈ બાજુ જતી રહી. ધોનીએ આ બેટ્સમેનોની નબળાઈનો પુરો ફાયદો ઉઠાવ્યો અને 13થી 17 એટલે કે સળંગ પાંચ ઓવર સ્પિનરો પાસે કરાવી. આ પાંચ ઓવરોમાં રાહુલ અને સરફરાઝ માત્ર 24 રન જ બનાવી શક્યા. આ દરમ્યાન જાડેજા, હરભજનસિંહ અને તાહિરે પોતાના કોટાની ઓવરો પણ પૂરી કરી.
આ સિઝનમાં પંજાબની 5 મેચોમાં બીજી હાર છે. જ્યારે ચેન્નાઈ પાંચમાંથી આ ચોથી મેચ જીતી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર