11 વર્ષ બાદ IPLમાં થશે આ મોટો 'ફેરફાર', જાણો - કેમ?

News18 Gujarati
Updated: November 9, 2018, 4:54 PM IST
11 વર્ષ બાદ IPLમાં થશે આ મોટો 'ફેરફાર', જાણો - કેમ?
ટીમ મેનેજમેન્ટની ફાસ્ટ બોલરોને આરામ આપવાની સલાહના કારણે આઈપીએલ 2019નું આયોજન એક-બે અઠવાડીયા પહેલા કરવામાં આવી શકે છે

ટીમ મેનેજમેન્ટની ફાસ્ટ બોલરોને આરામ આપવાની સલાહના કારણે આઈપીએલ 2019નું આયોજન એક-બે અઠવાડીયા પહેલા કરવામાં આવી શકે છે

  • Share this:
આઈપીએલની 11 સિઝન અત્યાર સુધીમાં થઈ ચુકી છે, અને નવી સિઝનને લઈ ટ્રેડિંગ વિંડોની પ્રક્રિયા ચાલુ છે. જ્યારે ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ અગામી વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાનાર આઈસીસી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી સીઓએ સામે ફાસ્ટ બોલર ખાસ કરીને ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહને આરામ આપવાની સલાહ આપી છે, જેથી તે આ ખાસ મિશન માટે ફીટ રહી શકે. જોકે, ચર્ચા અ પણ છે કે, વર્લ્ડ કપને જોતા આઈપીએલની અગામી સિઝનને એક-બે અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવી શકે છે.

વેબસાઈટ ક્રિકઈન્ફો અનુસાર, ટીમ મેનેજમેન્ટની ફાસ્ટ બોલરોને આરામ આપવાની સલાહના કારણે આઈપીએલ 2019નું આયોજન એક-બે અઠવાડીયા પહેલા કરવામાં આવી શકે છે, અને આ 23 માર્ચે શરૂ થવાની સંભાવના છે. જોકે, અત્યાર સુધીમાં તેની અધિકારીક જાહેરાત કરવામાં આવી નથી. આમ તો વર્લ્ડકપ 30મેના રોજથી શરૂ થશે, અને ભારતે પોતાની પહેલી મેચ 5 જૂને રમવાની છે. એટલું જ નહી, આઈપીએલના ઈતિહાસમાં આવું પહેલી વખત થવા જઈ રહ્યું છે કે, ટૂર્નામેન્ટની શરૂઆત માર્ચમાં થશે.

તમેન જણાવી દઈએ કે, કપ્તાન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ હાલમાં જ સીઓએની સામે ફાસ્ટ બોલરને આઈપીએલથી દૂર રાખવાની સલાહ આપી હતી. જ્યારે હૈદરાબાદ સિવાય દિલ્હીમાં થયેલી આ મીટિંગમાં રોહિત શર્મા, આજિંક્ય રહાણે અને ટીમના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે પણ ભાગ લીધો હતો.

એક કારણ આ પણ?
હમણાં જ આવેલા મીડિયા રિપોર્ટ અનુસાર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને જણાવ્યું કે, તેમના ખેલાડી આઈપીએલમાં માત્ર 1 મહિનો જ રમી શકશે. જ્યારે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ પણ 12 મે સુધી ઉપલબ્ધ રહે તેવી સંભાવના છે. હોઈ શકે છે આ કારણથી આઈપીએલને વહેલી કરવાનો નિર્ણય લઈ શકાય છે, જેથી દુનિયાભરના ક્રિકેટરને આમાં સામેલ કરી શકાય અને ફ્રેન્ચાઈઝીઓને કોઈ નુકશાન ન થાય.
First published: November 9, 2018, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading