રીવાના દરેક નાગરિકને 'કુલદીપ સેન' (Kuldeep Sen) પર ગર્વ છે. રીવાનો કુલદીપ તેની ઝંઝાવાતી બોલિંગ (Kuldeep Sen Balling)ને કારણે 'રીવાંચલ એક્સપ્રેસ' તરીકે પ્રખ્યાત છે. તેને બીસીસીઆઈ (BCCI)એ ન્યૂઝીલેન્ડ સામેની વન ડે શ્રેણી (One Day Series)માં પસંદ કર્યો હતો, પરંતુ તે ડેબ્યૂ કરી શક્યો નહોતો.
હવે ફરી એકવાર તેને બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા (Team India)માં સામેલ કરવામાં આવ્યો છે. જોકે કુલદીપની સફળતામાં મહત્વનો ફાળો આપનારા તેના પિતા હજુ પણ વાળંદની દુકાન (Barber Shop) ચલાવી રહ્યા છે.
હંમેશા ચલાવતો રહીશ સલૂન
કુલદીપના પિતાએ જણાવ્યું કે સલૂનની દુકાન તેનો પૈતૃક વ્યવસાય છે. તેણે (કુલદીપ) જીવનમાં લાંબી સફર કાપી છે અને ઘણું નામ કમાયું છે. "કુલદીપનું સ્તર ભલે ગમે તેટલું ઊંચું હોય, મારે મારા પોતાના સ્તરે જ રહેવું છે અને સલૂનની દુકાન ચલાવવી છે. આપને જણાવી દઈએ કે રામપાલ સેનની રીવામાં ફાઇન હેર કટિંગ સલૂન નામની દુકાન છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર