Home /News /sport /ભારતીય મહિલા ટી20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કોવિડ-19 પોઝિટિવ, ઘરમાં જ થઈ આઇસોલેટ

ભારતીય મહિલા ટી20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કોવિડ-19 પોઝિટિવ, ઘરમાં જ થઈ આઇસોલેટ

હરમનપ્રીત કૌરમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે અને તે પોતાના ઘરે જ આઇસોલેશનમાં છે

હરમનપ્રીત કૌરમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે અને તે પોતાના ઘરે જ આઇસોલેશનમાં છે

નવી દિલ્હી. ભારતીય મહિલા ટી20 ટીમ (Indian Women T20 Team)ની કેપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) કોવિડ-19 તપાસમાં પોઝિટિવ (Covid Positive) આવી છે. ત્યારબાદથી તે હોમ આઇસોલેશન (Home Isolation)માં છે. 32 વર્ષીય ભારતીય ખેલાડી દક્ષિણ આફ્રિકા (South Africa)ની વિરુદ્ધ પાંચ મેચોની વનડે સીરીઝનો હિસ્સો હતી. દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ પાંચ વનડેમાં ઈજાગ્રસ્ત થયા બાદ તે ટી20 સીરીઝથી બહાર થઈ ગઈ હતી. તેના સ્થાને સ્મૃતિ મંધાનાને ટી20 ટીમને કેપ્ટન બનાવવામાં આવી હતી. હવે અહેવાલો આવી રહ્યા છે કે હરમનપ્રીત કૌરને કોરોના થઈ ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પંજાબના સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી છે કે હરમનપ્રીત કૌરમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે અને તે પોતાના ઘરે જ આઇસોલેશનમાં છે. આ પહેલા સોમવારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલ રાઉન્ડર ઈરફાન પઠાણે પોતે કોવિડ-19 પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. ઈરફાનના પહેલા યૂસુફ પઠાણ કોરોના પોઝિટિવ હોવાની જાણકારી સામે આવી હતી.

આ પણ વાંચો, દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રીક બાઇક! 20 પૈસા પ્રતિ કિ.મી.નો આવશે ખર્ચ, સિંગલ ચાર્જમાં 60KM ચાલશે

નોંધનીય છે કે, હરમનપ્રીતે વનડે સીરીઝમાં 40.36. 54 અને અણનમ 30 રનની ઇનિંગ રમી હતી. ઓવરઓલ વાત કરીએ તો હરમનપ્રીત કૌરે ભારત માટે કુલ 2 ટેસ્ટ, 104 વનડે ઇન્ટરનેશનલ અને 114 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. ત્રણ ફોર્મેટમાં તેના નામે ક્રમશઃ 26 રન અને 9 વિકેટ, 2532 રન અને 25 વિકેટ, 2186 રન અને 29 વિકેટ નોંધાયા છે.

આ પણ વાંચો, IND Vs ENG: ભારતે ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, આ 5 ખેલાડી રહ્યા સીરીઝ જીતના હીરો



ઈરફાન પઠાણ પણ કોવિડ પોઝિટિવ

ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને મને કોઈ લક્ષણ નથી. મેં મારી જાતને આઇસોલેટ કરી દીધી છે અને ઘરે જ ક્વૉરન્ટિનમાં છું. હું તમામ લોકોને આગ્રહ કરું છું કે જે લોકો છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્ય હતા તેઓ ટેસ્ટ કરાવી લે. તમામ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. ટીમમાં સામેલ અન્ય ખેલાડીઓની વાત કરવામાં આવે તો વીરેન્દ્ર સહવાગ, મનપ્રીત ગોની, મુનાફ પટેલ, યુવરાજ સિંહને લઇને અત્યાર સુધી કોઈ અપડેટ નથી. ચાર ખેલાડીઓ પોઝિટિવ આવ્યા બાદ તમામ ખેલાડી તપાસ હેઠળ છે. એવામાં આયોજક તમામ ખેલાડીઓના સંપર્કમાં છે. સૌથી પહેલા સચિને પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી હતી.
First published:

Tags: Corona Positive, COVID-19, Harmanpreet kaur, Home Isolation, Pandemic, Quarantine, ક્રિકેટ, સ્પોર્ટસ