ભારતીય લોકોએ તોડ્યો ક્રિકેટ વર્લ્ડ કપ જોવાનો રેકોર્ડ

News18 Gujarati
Updated: September 16, 2019, 9:27 PM IST
ભારતીય લોકોએ તોડ્યો ક્રિકેટ વર્લ્ડ કપ જોવાનો રેકોર્ડ
2015ની તુલનામાં 38 ટકા દર્શક વધ્યા

નિવેદનમાં કહેવામાં આવ્યું, વૈશ્વિક સ્તર પર સૌથી વધારે દેખવામાં આવેલી મેચ ભારત VS પાકિસ્તાન (India vs Pakistan) રહી

  • Share this:
પુરૂષ ક્રિકેટ વિશ્વ કપ 2019 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની સૌથી વધારે જોવામાં આવેલી ટૂર્નામેન્ટ બની ગઈ છે. તેનું સીધુ પ્રસારણ વૈશ્વિક વૈશ્વિક સ્તર પર કુલ એવરેજ 1.60 અબજ લોકોએ જોયું. આઈસીસીએ પ્રેસ નોટમાં કહ્યું, ડિઝિટલ મંચ પર મેચના સીધા પ્રસારણના મામલામાં ભારત ટોપ પર રહ્યું જેમાં હોટસ્ટારે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે સેમિફાઈનલ દરમિયાન 2.53 કરોડ દર્શકોએ મેચ લાઈવ જોવાનો રેકોર્ડ બનાવ્યો.

2015ની તુલનામાં 38 ટકા દર્શક વધ્યા
આ આઈસીસીના ઈતિહાસમાં સૌથી વિસ્તારથી ઉપલબ્ધ ટૂર્નામેન્ટ પણ રહી. આઈસીસીના 25 પ્રસારણ ભાગીદારોએ 200થી વધારે ક્ષેત્રોમાં 20000થી વધારે કલાક સીધુ પ્રસારણ, રિપીટ અને મુખ્ય અંશ દર્શાવ્યા. જાહેરાત અનુસાર, આ પ્રતિયોગીતાના દર્શકોમાં 2015ના સત્રની તુલનામાં 38 ટકા વધારો થયો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું, વૈશ્વિક સ્તર પર સૌથી વધારે દેખવામાં આવેલી મેચ ભારત VS પાકિસ્તાન (India vs Pakistan) રહી, જેને 27.30 કરોડ ટીવી દર્શકો મળ્યા અને પાંચ કરોડ અન્ય લોકોએ તેને ડિઝિટલ મંચ પર જોઈ.

વર્લ્ડ કપ જોવાનો સમય પણ વધ્યો
આ વખતના વર્લ્ડ કપને જોવાના સમયમાં પણ 42 ટકાનો વધારો થયો છે. આ મુદ્દે આઈસીસીના મનુ સાહનીએ જણાવ્યું કે, આ અસાદારણ નંબર લાઈવ ક્રિકેટની તાકાત છે અને પૂરી દુનિયામાં વિભિન્ન દર્શકો સાથે જોડાવાની કહાની છે.
Loading...

દોઢ કરોડ લોકો જોઈ રહ્યા હતા ફાઈનલ
વર્લ્ડ કપની ફાઈનલ મેચને દોઢ કરોડ લોકો જોઈ રહ્યા હતા, જ્યારે સુપર ઓવરની શરૂઆતમાં 89 લાખ લોકો મેચની મજા માણી રહ્યા હતા. આઈસીસીની મીડિયા રાઈટ્સ, બ્રોડકાસ્ટ અને ડિઝિટલની મુખ્ય આરતી ડબાસે જણાવ્યું કે, પહેલાની તુલનામાં ઘણા બધા લોકો ઘણા કલાકો સુધી ક્રિકેટ જોઈ રહ્યા છે. ડિઝિટલ પ્લેટફોર્મ પર લોકો દ્વારા ક્રિકેટ જોવું એ વાતનો પૂરાવો છે કે, લોકો આ ખેલને લઈ કેટલા દિવાના છે.
First published: September 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...