Union
Budget 2023

Highlights

Home /News /sport /INDIAN CRICKET: ક્રિકેટમાં ભારતનો ડંકો! નંબર-1 ODI ટીમ બન્યા બાદ વધુ એક ખુશીના સમાચાર, આ ખેલાડી બની ગયો નંબર વન

INDIAN CRICKET: ક્રિકેટમાં ભારતનો ડંકો! નંબર-1 ODI ટીમ બન્યા બાદ વધુ એક ખુશીના સમાચાર, આ ખેલાડી બની ગયો નંબર વન

mohammad siraj virat kohli

Mohammad Siraj Odi No1 ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ પાસેથી MRF ટાયર્સ ICC મેન્સ વનડે પ્લેયર રેન્કિંગ (MRF Tyres ICC Men's ODI Player Rankings for bowlers)માં નંબર-1નું સ્થાન છીનવી લીધું છે.

વધુ જુઓ ...
  ન્યૂઝીલેન્ડનો ભારતની જમીન પર શાનદાર રીતે વ્હાઈટ વોશ કરતા ભારતે ICC ODI રેન્કિંગમાં નંબર-1નું સ્થાન હાંસલ કર્યું છે, પરંતુ સાથે સાથે આઈસીસીના બોલર રેન્કિંગમાં પણ ટોપ સ્પોટ ભારતીય બોલરે કબ્જે કર્યું છે. ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ પાસેથી MRF ટાયર્સ ICC મેન્સ વનડે પ્લેયર રેન્કિંગ (MRF Tyres ICC Men's ODI Player Rankings for bowlers)માં નંબર-1નું સ્થાન છીનવી લીધું છે.

  દેશના યુવા બોલર સિરાજ માટે આ નોંધપાત્ર ખિતાબ છે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે 50 ઓવરના ફોર્મેટમાં ત્રણ વર્ષના લાંબા વિરામ બાદ ગત વર્ષે ફેબ્રુઆરીમાં ભારતના ODI સેટઅપમાં પરત ફર્યો હતો. શરૂઆતી તબક્કે ફિક્કું પ્રદર્શન પરંતુ છેલ્લા 3 મહિનામાં દરેક તક તેણે ઝડપીને ભારતને મજબૂત સ્થિતિ અપાવી છે.

  વનડે કેમ્પમાં રિટર્ન ફર્યા બાદ સિરાજે 20 મેચોમાં 37 વિકેટો મેળવીને ભારતના ફાસ્ટ બોલરોમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. બુમરાહની ગેરહાજરીમાં 28 વર્ષીય અન્ડરરેટેડ ખેલાડીનું આ પરફોર્મન્સ પ્રશંસાને પાત્ર છે.

  મંગળવારે સિરાજને ICC મેન્સ ODI ટીમ ઓફ ધ યરમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને બુધવારે ખેલાડીને ખુશ થવાનું વધુ એક કારણ મળ્યું હતું, કેમ કે તે બોલ્ટ અને ઓસ્ટ્રેલિયાના સીમર જોશ હેઝલવુડને પાછળ છોડીને પ્રથમ વખત ટોચનો ODI બોલર બન્યો હતો. આ મહિનાની શરૂઆતમાં ઘરઆંગણે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શને તેને ટોચના સ્થાને પહોંચાડ્યો છે.

  સિરાજ શ્રીલંકા સામે 9 વિકેટ ઝડપીને ત્રણ મેચની શ્રેણીમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બન્યો હતો અને ન્યૂઝીલેન્ડ સામે ગઈકાલે પૂર્ણ થયેલી સીરિઝની શરૂઆતની મેચમાં જ 4 વિકેટ ઝડપીને તેણે તાકાત દર્શાવી હતી.

  અત્રે નોંધનીય છે કે, ભારતના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે (Paras Mhambrey)એ ગયા વર્ષે સિરાજને તેની રમતના અમુક પાસાઓ પર મજબૂતાઈથી કામ કરવાનો પડકાર ફેંક્યો હતો અને ખરેખર હાલ બોલર તરફથી તેનો આઉટપુટ જોવા મળી રહ્યું છે.

  ઘરેલું સીરિઝમાં તરખાટ મચાવી સિરાજ 729 રેટિંગ પોઈન્ટ્સ સાથે ODI બોલર રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો છે અને ઓસ્ટ્રેલિયન હેઝલવુડ કરતા માત્ર બે રેટિંગ પોઈન્ટ્સની લીડ છે.

  કેપ્ટને પીઠ થપથપાવી :

  ન્યૂઝીલેન્ડ સામે સિરીઝમાં વ્હાઇટવોશ કર્યા બાદ ઉભરતા ઝડપી ખેલાડી વિશે પૂછવામાં આવતા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સિરાજની પ્રશંસા કરી હતી. રોહિતે કહ્યું, "તેણે ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. સિરાઝ સમજે છે કે ટીમ તેની પાસેથી શું અપેક્ષા રાખે છે. નવા બોલ સાથે શરૂઆતમાં બોલને સ્વિંગ કરાવીને પ્રારંભિક વિકેટો મેળવવી અને હવે મધ્ય ઓવરોમાં પણ શાનદાર સ્કિલ તેને વધુ એડવાન્ટેજ આપે છે. સિરાઝ જેટલું વધુ રમે છે તેટલું જ સારૂં પરફોર્મન્સ આપી રહ્યો છે."

  સિરાજના સાથી ઝડપી બોલર મોહમ્મદ શમી ODI બોલરોની અપડેટ કરેલી યાદીમાં એકંદરે 11 સ્થાનનો કૂદકો લગાવીને 32મા સ્થાને પહોંચ્યો છે, જ્યારે કીવી સામેની ભારતની ઘરઆંગણાની શ્રેણી પૂર્ણ થયા બાદ બેટર રેન્કિંગમાં ટોચ પર ઘણી હલચલ જોવા મળી રહી છે.

  પાકિસ્તાનના સુકાની બાબર આઝમ હજુ પણ ODI બેટર રેન્કિંગમાં ટોચ પર નોંધપાત્ર લીડ ધરાવે છે, પરંતુ હવે ટોપ 10મા ભારતના કુલ ત્રણ ખેલાડીઓ છે.

  ફોર્મમાં ચાલી રહેલ ઓપનર શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે શાનદાર બેવડી સદી અને વધુ એક સદી ફટકારીને 20 સ્થાનના ઉછાળા સાથે છઠ્ઠા સ્થાને પહોંચ્યો છે. ગિલ સાતમા સ્થાનના અનુભવી વિરાટ કોહલી કરતાં પણ આગળ છે, જ્યારે રોહિત ઇન્દોરમાં કીવિ સામે ઝડપી સદી ફટકાર્યા બાદ બે સ્થાનની છલાંગ લગાવી આઠમા ક્રમે પહોંચ્યો છે.

  આ પણ વાંચો: KL Rahul Athiya Wedding : રાહુલ અથિયાને મળી કરોડોની ગિફ્ટ! જુઓ કોણે આપી 2.5 કરોડની કાર અને 30 લાખની વોચ

  ભારત સામેની સીરિઝમાં ન્યૂઝીલેન્ડની 3-0ની નાલેશીભરી હાર સાથે તેઓ નંબર 1 ODI ટીમનું પદ ચુકી ગયા છે, પરંતુ ડેવોન કોનવે બેટ્સમેનોની યાદીમાં છેલ્લી મેચમાં શાનદાર સદી બાદ 13 સ્થાનનો કૂદકો લગાવીને એકંદરે 37મા સ્થાને પહોંચી ગયો હતો.

  " isDesktop="true" id="1326593" >

  આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચેની સીરિઝમાં આયર્લેન્ડલો યુવા ખેલાડી ગન હેરી ટેક્ટર બેટ્સમેનોની યાદીમાં 12 અંકોના ઉછાળા સાથે 13મા સ્થાને પહોંચ્યો છે, જ્યારે ઝડપી બોલર જોશ લિટલ 27 ક્રમનો જમ્પ લગાવીને બોલરોની યાદીમાં 33મા સ્થાને પહોંચી ગયો છે. ડાબા હાથના આ ખેલાડી માટે છેલ્લા 12 મહિનાનો સમય જબરદસ્ત રહ્યો છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Indian Cricket, Mohammed siraj, Team india, ક્રિકેટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन