વિરાટ કોહલી અને રોહિત શર્મા શ્રીલંકા પ્રવાસે નહીં જાય, કારણ છે BCCIનું મોટું પ્લાંનિંગ

વિરાટ કોહલી અને રોહિત શર્માનો સીમિત ઓવરમાં સારો રેકોર્ડ છે. (Photo: AP)

શ્રીલંકા પ્રવાસમાં કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મોટા ખેલાડીઓ ભાગ નહીં લે, આ છે કારણ

  • Share this:
નવી દિલ્હી. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ રવિવારે કહ્યું હતું કે, વનડે (ODI) અને ટી-20 (T20i) સિરીઝ રમવા માટે ભારતની ક્રિકેટ ટીમ (Team India) ટોચના બેટ્સમેનો વિના શ્રીલંકા જશે. આ પ્રવાસમાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) જેવા મોટા ખેલાડીઓ ભાગ નહીં લે, કારણ કે તેઓ આ દરમિયાન ઇંગ્લેન્ડ (England) સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝની તૈયારી કરશે. આ શ્રેણીની સાથે બીસીસીઆઈ IPLની બાકીની મેચ પહેલા ખેલાડીઓને તૈયાર રાખવા માંગે છે.

BCCI અધ્યક્ષે કહ્યું, "અમે જુલાઈ મહિનામાં સિનિયર પુરુષ ટીમ માટે મર્યાદિત ઓવરની શ્રેણીની યોજના બનાવી છે, જેમાં તેઓ શ્રીલંકા (Sri Lanka)માં ટી-20 અને વનડે શ્રેણી રમશે." તેમણે એમ પણ જણાવ્યું કે, મર્યાદિત ઓવરની શ્રેણીમાં ભાગ લેનારી ટીમ અને ઇંગ્લેન્ડના પ્રવાસ પર ગયેલી ટીમ અલગ-અલગ હશે. તેમણે કહ્યું, 'આ વ્હાઇટ બોલના નિષ્ણાતોની ટીમ હશે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ટીમથી તે અલગ હશે.'

આ પણ વાંચો, Chinese માલ બેકાર! 330 ફુટની ઊંચાઈ પર તૂટી ગયો કાચનો બ્રિજ, દુર્ઘટનાના દૃશ્યો Viral

ખેલાડી મેચ માટે ફિટ રહે

ગાંગુલીએ કહ્યું કે ક્રિકેટ બોર્ડે મર્યાદિત ઓવરના નિયમિત ખેલાડીઓ પણ ધ્યાનમાં રાખ્યા છે. શ્રીલંકા પ્રવાસમાં 5 ટી-20 અને ત્રણ વનડે મેચની શ્રેણી રમાશે. ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ 14 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે અને આઈપીએલની બાકીની મેચોનું આયોજન કરવાનું બાકી છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈ ઇચ્છે છે કે શિખર ધવન, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓ મેચ માટે તૈયાર રહે.

આ પણ વાંચો, કોરોના કાળમાં યુવક કણસી-કણસીને મરી ગયો, કોઈએ કાંધ ન આપી તો JCB પર નીકળી શબ યાત્રા

આ ટીમ ઇંગ્લેન્ડમાં મેચ રમશે

બીસીસીઆઈના એક સૂત્રએ આ પ્રવાસને લઈને જણાવ્યું હતું કે, "બીસીસીઆઈ પ્રમુખ ઈચ્છે છે કે અમારા બધા ટોચના ખેલાડીઓ મેચ માટે તૈયાર રહે અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર કોઈ મર્યાદિત ઓવરની શ્રેણી ન હોવાથી જુલાઈ મહિનાનો ઉપયોગ કરવો જોઇએ." જુલાઈ મહિનામાં ભારતીય ટીમના ટોચના ખેલાડીઓનું ઇંગ્લેન્ડથી આવવાનું શક્ય નહીં બને, કારણ કે ત્યાં ક્વોરેન્ટાઇનના નિયમ ખૂબ જ કડક છે. સૂત્રએ કહ્યું, 'તકનીકી દ્રષ્ટિએ સિનિયર ટીમે જુલાઈ મહિનામાં કોઈ પણ ઓફિશિયલ મેચ રમવાની જરૂર નથી. ટેસ્ટ ટીમ એકબીજા વચ્ચે મેચ રમીને પ્રેક્ટિસ કરશે.

સાકરીયા અને તેવટિયાને મળી શકે છે તક

તેમણે કહ્યું, "ભારતના મર્યાદિત ઓવર વિશેષજ્ઞો માટે પ્રેક્ટિસ મેચની તક આપવામાં કોઈ નુકસાન નથી." આથી પસંદગીકારોને ટીમની ખામીઓ દૂર કરવાની તક પણ મળશે. આ રીતે ટીમને પ્રયોગ કરવાની તક મળશે. લેગ સ્પિન માટે ચહલના વિકલ્પ તરીકે રાહુલ ચહર અથવા રાહુલ તેવટિયાની કસોટી કરી શકાય છે. ડાબોડી ઝડપી બોલર તરીકે ચેતન સાકરીયાને પણ અજમાવી શકાય છે. દેવદત્ત પડ્ડીકલ અને શ્રેયસ ઐયર જેવા ખેલાડીઓ મેચ રમવા માટે યોગ્ય છે કે નહીં તે પણ જોવું રહ્યું. પૃથ્વી શોની વનડે કારકિર્દી સારી રહી નથી, જ્યારે સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશન જેવા બેટ્સમેન ટીમમાં પોતાનો દાવો મજબૂત કરવા માટે તટસ્થ છે.
First published: