Home /News /sport /

INDvsENG: ભારતીય ટીમની આજે જાહેરાત, આ ખેલાડીઓને મળી શકે છે ચાન્સ

INDvsENG: ભારતીય ટીમની આજે જાહેરાત, આ ખેલાડીઓને મળી શકે છે ચાન્સ

    ટીમ ઈન્ડીયા આજ-કાલ ઈંગ્લેન્ડના લાંબા પ્રવાસ પર છે. ટી20 સિરીઝ પોતાના નામે કર્યા બાદ હવે વિરાટની સેના વન-ડે સિરીઝ પર પણ કબ્જો જમાવવા માંગશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે છેલ્લો અને નિર્ણાયક મુકાબલો મંગળવારે લીડ્સના મેદાનમાં રમવામાં આવશે. આ પહેલા ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પણ થવાની છે.

    ભારતની સિલેક્શન કમીટીની બેઠક લીડ્સમાં થવાની છે. કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા એવી સંભાવના છે કે, ભારતીય સિલેક્ટર્સ માત્ર પહેલી ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરશે. રિદ્ધિમાન સાહા ઈજાગ્રસ્ત થતા આ સિરીઝમાં હવે નહી રમી શકે. હવે જોવાનું એ છે કે, શું સિલેક્ટર્સ પહેલી ત્રણ મેચ માટે જસપ્રીત બુમરાહને પસંદ કરે છે કે નહીં.

    આ ખેલાડીઓને મળી શકે છે મોકો
    મુરલી વિજય અને આજિંક્ય રહાણે બંને વોરસેસ્ટરના કાઉન્ટી ગ્રાઉન્ડમાં ઈંગ્લેન્ડ લાયંસ વિરુદ્ધ ફર્સ્ટ ક્લાસ મેચ રમી રહ્યો છે. ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવનાર મોટાભાગના ખેલાડી આ સમયે ઈંગ્લેન્ડમાં છે. ભારતના બે અન્ય ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ચેતેશ્વર પૂજારા અને ઈશાંત શર્માએ કાઉન્ટીમાં ઘણી ક્રિકેટ રમી છે અને કેટલાક અન્ય ખેલાડી ટી-20 અને વન-ડે સિરીઝ રમી રહ્યા છે. ઈંગ્લેન્ડના આગળના પ્રવાસ(2014)માં વિજયે નોટિંધમમાં રમવામાં આવેલી પહેલી ટેસ્ટમાં સદી ફટકારી હતી, જ્યારે રહાણેએ લોડ્સમાં શાનદાર રમત રમી હતી.

    જો વિકેટકિપીંગની વાત કરીએ તો, રેગ્યુલર કિપર રિદ્ધિમાન સાહાની જગ્યાએ દિનેશ કાર્તીકને મોક મળી શકે છે. એ જોવાનું રસપ્રદ હશે કે, ફાસ્ટ બોલરોમાં કોને જગ્યા મળશે. એકબાજુ જસપ્રિત બુમરાહ ફીટ થઈ ગયો છે. તો બીજી તરફ મોહમ્મદ શમીએ પણ યોયો ટેસ્ટ પાસ કરી લીધી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Against, England, Today, ક્રિકેટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन