રમત-જગત

  • associate partner

મોટા સમાચારઃ ટી20 વર્લ્ડ કપને બદલે ઓક્ટોબરમાં આયોજિત થશે IPL!

News18 Gujarati
Updated: May 17, 2020, 2:27 PM IST
મોટા સમાચારઃ ટી20 વર્લ્ડ કપને બદલે ઓક્ટોબરમાં આયોજિત થશે IPL!
ઓક્ટોબર-નવેમ્બર ટાઇમ સ્લોટમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આયોજન કરવાની શક્યતા

એક રિપોર્ટ મુજબ આ વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડ કપને સ્થગિત કરવામાં આવશે

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સમગ્ર દુનિયામાં ક્રિકેટ ઇવેન્ટ્સ ઠપ થઈ ગઈ છે. જોકે ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને ક્રિકેટની વાપસીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યાં આવતા મહિને 6 જૂનથી ડાર્વિન તથા જિલ્લા ક્રિકેટ પ્રતિયોગિતા ટી20 ટૂર્નામેન્ટની સાથે લૉકડાઉન (Lockdown) બાદ પહેલીવાર પ્રતિસ્પર્ધા ક્રિકેટ રમવામાં આવશે. બીજી તરફ, પાકિસ્તાન ટીમ પણ જુલાઈમાં ઈંગ્લેન્ડના પ્રવાસ માટે લગભગ રાજી થઈ ગઈ છે.

જોકે હજુ સુધી ક્રિકેટની વાપસી થશે તો તેમાં ઘણા ફેરફાર પણ જોવા મળશે. ચર્ચા છે કે મેચ ખાલી સ્ટેડિયમમાં રમાશે. જોકે તેમ છતાંય આ મહામારીના ખતરાને જોતાં આઈસીસી (ICC) આ વર્ષે ઓસ્ટ્રેલિયાની મેજબાનીમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપને સ્થગિત કરવાની તૈયારી રહી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ આ વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડ કપને સ્થગિત કરવામાં આવશે અને ટી20 વર્લ્ડ કપને બદલે ઓક્ટોબર-નવેમ્બર ટાઇમ સ્લોટમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આયોજન કરવાની શક્યતા છે.


આ પણ વાંચો, ALERT: બોલવામાં તકલીફ પડી રહી છે તો કરાવી લો કોરોના ટેસ્ટ, થઈ શકે છે સંક્રમણ

ઓસ્ટ્રેલિયાન પૂર્વ કેપ્ટન માર્ક ટેલરને પણ લાગે છે કે આ વર્ષે ટી20 વર્લ્ડ કપને ટાળવામાં આવશે અને તેને બદલે બીસીસીઆઈને આઇપીએલનું આયોજન કરશવા માટે વિન્ડો મળી જશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ ટી20 વર્લ્ડ કપ (T20 World Cup)નું આયોજન આ વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે થવાનું છે. ટેલરે કહ્યું કે આઈપીએલનું આયોજન થાય છે તો પ્રવાસ ખેલાડીની વ્યક્તિગત જવાબદારી રહેશે, ન કે બોર્ડની.

આ પણ વાંચો, ઓબામાની આંખમાં આવ્યા આંસુ, કહ્યું- ટ્રમ્પ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે
First published: May 17, 2020, 2:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading