29 માર્ચથી શરૂ થશે IPL, આ મેદાન પર રમાશે પહેલી મેચ!

News18 Gujarati
Updated: December 31, 2019, 8:08 AM IST
29 માર્ચથી શરૂ થશે IPL, આ મેદાન પર રમાશે પહેલી મેચ!
IPL 2020નો શુભારંભ આ બે ટીમો વચ્ચેની મેચથી થશે, કેટલીક ટીમો કેમ છે ચિંતામાં?

IPL 2020નો શુભારંભ આ બે ટીમો વચ્ચેની મેચથી થશે, કેટલીક ટીમો કેમ છે ચિંતામાં?

  • Share this:
નવી દિલ્હી : આઈપીએલ (Indian Premier League-IPL)ની આગામી સીઝનની તારીખની જાહેરાત થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આઈપીએલની 13મી સીઝન 29 માર્ચથી શરૂ થશે અને પહેલી મેચ વાનખેડે સ્ટેડિયમ પર રમાશે. હાલની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) પોતાના ઘરમાં અભિયાનનો શુભારંભ કરશે. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ના એક અધિકારીના જણાવ્યા મુજબ, આઈપીએલ 2020 (IPL 2020)ની તારીખ નક્કી થઈ ચૂકી છે અને તેનો શુભારંભ 29 માર્ચથી મુંબઈમાં થશે.

જોકે, તેના કારણે કેટલીક ટીમોને આંચકો પણ લાગી શકે છે, કારણ કે શરૂઆતની મેચ રમનારી ટીમોમાં ઑસ્ટ્રેલિયા (Australia), ઈંગ્લેન્ડ (England) અને ન્યૂઝીલેન્ડ (New Zealand)ના ખેલાડીઓની રમવાની શક્યતા ખૂબ ઓછી છે. મૂળે, તે સમયે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ટી-20 સીરીઝ ચાલી રહી હશે. બીજી તરફ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની વચ્ચે ટેસ્ટ સીરીઝ ચાલી રહી હશે, જે 31 માર્ચે પૂરી થશે.

આઈપીએલ ગવર્નિગ કાઉન્સિલ આ સીઝનમાં એક દિવસમાં બે મેચ વધુ રમાડવાના પક્ષમાં છે કારણ કે તેમનું માનવું છે કે તેનાથી દર્શકોને મેચ જોવાનો સારો સમય મળશે અને ક્રિકેટ (Cricket)ની રમત સાથે વધુ લોકો જોડાશે.

પંજાબે ખરીદ્યા સૌથી વધુ ખેલાડી

આ મહિને આઈપીએલ 2020 માટે કોલકાતામાં ખેલાડીઓ પર હરાજી (IPL Auction) યોજાઈ હતી. તમામ આઠ ટીમોએ આઈપીએલની 13મી સીઝન માટે ખેલાડીઓને ખરીદ્યા. હરાજીમાં કિંગ્સ ઈલેવન પંજાબ (Kings XI Punjab)એ સૌથી વધુ 11 ખેલાડી ખરીદ્યા, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)એ માત્ર 5 ખેલાડી ખરીદ્યા હતા. હરાજીમાં ઑસ્ટ્રેલિયાના ખેલાડી છવાયેલા રહ્યા. સૌથી મોંઘા વેચાનારા ખેલાડી પૅટ કમિન્સ અને ગ્લેન મેક્સવેલ રહ્યા.

આ પણ વાંચો,દીકરી કરી રહી હતી હિન્દુઓની જેમ આરતી, શાહિદ આફ્રિદીએ ગુસ્સામાં તોડી દીધું ટીવી
પાકિસ્તાનનો આ મોટો ક્રિકેટર બોલ્યો- જય શ્રીરામ, પ્રશંસકોએ કહ્યું, આખું ભારત તારી સાથે!
First published: December 31, 2019, 8:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading