IND vs NZ Preview: 16 વર્ષ બાદ મુકાબલો, દાવ પર ફાઇનલની ટિકિટ

News18 Gujarati
Updated: July 9, 2019, 7:47 AM IST
IND vs NZ Preview: 16 વર્ષ બાદ મુકાબલો, દાવ પર ફાઇનલની ટિકિટ
વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત પર ન્યૂઝીલેન્ડ રહ્યું છે ભારે, વિરાટ સેના માટે આ છે ચિંતાનું કારણ

વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત પર ન્યૂઝીલેન્ડ રહ્યું છે ભારે, વિરાટ સેના માટે આ છે ચિંતાનું કારણ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : સામે એક સપનું અને વચ્ચે એક પડકાર. ટીમ ઈન્ડિયા આજે આ મુકામ પર ઊભી છે. એક તરફ વર્લ્ડ કપ ફાઇનલની ટિકિટ છે તો તેના માર્ગમાં એક એવી ટીમ છે જેનું પ્રદર્શન વર્લ્ડ કપમાં ઉત્કૃષ્ટ રહ્યું છે. પરંતુ વિરાટ સેનાની સામે આ એકમાત્ર પડકાર નથી. ફાસ્ટ બોલરોને મદદરૂપ પીચ અને વરસાદ પણ ચિંતામાં વધારો કરી રહ્યા છે.

મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર મંગળવાર 9 જુલાઈએ રમાનારી આ મેચ પર દુનિયાભરના ક્રિકેટ પ્રશંસકોની નજર લાગેલી છે. જે પણ ટીમ આ મેચમાં જીત નોંધાવશે, તે ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં રવિવાર 14 જુલાઈએ યોજાનારી ફાઇનલની ટિકિટ પણ બુક કરી લેશે.

ન્યૂઝીલેન્ડ એક એવી ટીમ છે જેની વિરુદ્ધ ભારતીય ટીમ વર્લ્ડ કપમાં ક્યારેય નિરાંત નથી અનુભવતી. બંને ટીમોની વચ્ચે વર્લ્ડ કપમાં 7 મેચ રમાઈ છે. તેમાંથી ભારતે ત્રણમાં જીત નોંધાવી છે, જ્યારે ન્યૂઝીલેન્ડે ચાર મેચો જીતી છે.

આ પણ વાંચો, Exclusive: અનિલ કુંબલેએ આપ્યો ન્યૂઝીલેન્ડને હરાવવાનો મંત્ર

વર્લ્ડ કપની આ 7 મેચમાંથી ન્યૂઝીલેન્ડે જે ચાર મેચ જીતી છે તેમાંથી ત્રણ તેણે ઈંગ્લેન્ડમાં જ પોતાના નામે કરી છે, જ્યારે એક પોતાની ધરતી પર. બીજી તરફ, ભારતે બે મેચ પોતાની ધરતી પર જીતી અને એક દક્ષિણ આફ્રિકામાં રમાયેલા વર્લ્ડ કપમાં. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો 1975થી એકબીજા સામે રમી રહી છે. લગભગ 40 વર્ષનો ઈતિહાસ જોઈએ તો બંને ટીમોની વચ્ચે મોટું અંતર નથી, પરંતુ ભારત ક્યાંકને ક્યાંક થોડું ફાયદામાં જરૂર છે.

બંને ટીમો છેલ્લી વાર 2003માં ટકરાઈ હતી, ત્યારે ભારત જીત્યું હતુંવર્લ્ડ કપમાં બંને ટીમોની વચ્ચે છેલ્લો મુકાબલો 2003માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા વર્લ્ડ કપમાં થયો હતો. ત્યારે સૌરવ ગાંગુલીની આગેવાનીમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને માત્ર 146 રને સમેટી લીધી હતી. ઝહીર ખાને 4 અને હરભજન સિંહે 2 વિકેટ લીધી હતી. મોહમ્મદ કૈફે અણનમ 68 અને રાહુલ દ્રવિડે અણનમ 53 રન કરતાં ભારતે આ લક્ષ્ય 41મી ઓવરમાં પાર કરી દીધો હતો.

આ પણ વાંચો, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલ મેચ વરસાદમાં ધોવાઇ જાય તો શું થાય?

હેડ ટૂ હેડ

- બંને ટીમોની વચ્ચે કુલ 106 મેચ રમાઈ છે
- ભારતે 55 મેચમાં જીત મેળવી છે
- ન્યૂઝીલેન્ડે 45 મેચ જીતી છે
- પાંચ મેચ કોઈ પરિણામ વગરની રહી, જ્યારે એક મેચ ટાઈ રહી

વર્લ્ડ કપમાં બંને ટીમો

- સાત મુકાબલમાં સામસામે ટકરાયા
- તેમાંથી ન્યૂઝીલેન્ડે ચાર મેચ જીતી
- ભારતે ત્રણ મેચ પોતાના નામે કરી

આ પણ વાંચો, રવીન્દ્ર જાડેજા સાથે ઉભો રહ્યો સચિન તેંડુલકર, આપ્યું આવું નિવેદન
First published: July 9, 2019
વધુ વાંચો
अगली ख़बर