અમદાવાદ. ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)એ કોવિડ-19 વેક્સીન (COVID 19 vaccine)નો પહેલો ડોઝ લઈ લીધો છે અને મેડિકલ પ્રોફેશનલ્સ (Medical Professionals)નો આભાર માન્યો છે. રવિ શાસ્ત્રીએ આ વેક્સીન અમદાવાદ(Ahmedabad)ની અપોલો હૉસ્પિટલ (Apollo Hospital)માં લીધી છે. કોચ શાસ્ત્રીએ વેક્સીન લેતી વખતની પોતાની તસવીર પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી શૅર કરી છે. તસવીરમાં તેઓ ટીમ ઈન્ડિયા (Team India)ની જર્સી પહેરીને બેઠેલા જોવા મળી રહ્યા છે અને તેમની બાજુમાં ઊભેલી મહિલા નર્સ પીપીઇ કિટ પહેરીને તેમને કોરોનાની વેક્સીન આપતાં જોવા મળી રહ્યાં છે.
રવિ શાસ્ત્રીએ ટ્વીટ કર્યું કે, કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ લીધો. મહામારીની વિરુદ્ધ ભારતને સશક્ત કરવામ માટે અદ્ભૂત મેડિકલ પ્રોફેશનલ્સ અને વૈજ્ઞાનિકોને ધન્યવાદ. અમદાવાદમાં કાન્તાબેન અને તેમની અપોલોની ટીમથી ખૂબ પ્રભાવિત થયો, જે રીતે તેઓ કોવિડ-19 વેક્સીનેશનમાં પ્રોફેશનલિઝ્મ દર્શાવી રહ્યા છે.
Got the first dose of COVID-19 vaccine. Thank you to the amazing medical professionals & scientists for empowering India 🇮🇳 against the pandemic.
Extremely impressed with the professionalism shown by Kantaben & her team at Apollo, Ahmedabad in dealing with COVID-19 vaccination pic.twitter.com/EI29kMdoDF
કોચ રવિ શાસ્ત્રીએ કોરોનાની વેક્સીન લીધા બાદ હવે જોવાનું રહેશે કે ટીમ ઈન્ડિયાના બાકી ખેલાડીઓને ક્યારે રસી આપવામાં આવે છે. હાલ ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદમાં છે, જ્યાં તેને ઈંગ્લેન્ડ (India Vs England)ની વિરુદ્ધ 4 માર્ચથી ચાર ટેસ્ટ સીરીઝની છેલ્લી ટેસ્ટ રમવાની છે. ત્યારબાદ ભારતીય ટીમ પાંચ મેચોની ટી20 સીરીઝ પણ અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે ઈંગ્લેન્ડ સામે રમશે.