મેચ દરમિયાન ભારતીય ક્રિકેટરને હાર્ટ અટેક આવ્યો, હૉસ્પિટલ પહોંચતા પહેલા મોત!

ત્રિપુરામાં યુવા ક્રિકેટર મિથુનની હાર્ટ અટેકથી મોત (Photo-Social Media)

મિથુન ફીલ્ડિંગ ભરતો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો, હૉસ્પિટલમાં ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો

 • Share this:
  અગરતલા : ક્રિકેટના મેદાન (Cricket Ground) પર અનેક ખેલાડીઓ જીવ ગુમાવી ચૂક્યા છે અને કંઈક આવું જ મંગળવારે ત્રિપુરાના પાટનગર અગરતલામાં પણ થયું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ત્રિપુરાની અંડર-23 ટીમના ખેલાડી (Cricketer) મિથુન દેબબર્મા (Mithun Debbarma)નું હાર્ટ અટેક (Heart Attack)ના કારણે મોત થયું. દેબબર્માને મેચ દરમિયાન હાર્ટ અટેક આવ્યો અને હૉસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત થઈ ગયું.

  હાર્ટ અટેકથી યુવા ક્રિકેટરનું મોત

  સ્પોર્ટ્સ સ્ટારના અહેવાલ મુજબ, મંગળવારે અગરતલા (Agartala)ના મહારાજા બિર બ્રિક્રમ ક્રિકેટ સ્ટેડિયમમાં એક પ્રેક્ટિસ મેચ ચાલી રહી હતી જેમાં મિથુન દેબબર્મા પણ રમી રહ્યો હતો. મિથુન ફીલ્ડિંગ કરી રહ્યો હતો પરંતુ અચાનક તે મેદાન પર પડી ગયો. મિથુનને બેભાન થયેલો જોતાં તેના સાથીઓએ તેને તાત્કાલીક ઉઠાવ્યો અને નજીકની ઈન્દિરા ગાંધી મેમોરિયલ હૉસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો. ડૉક્ટરોએ મિથુન દેબબર્માના મોતનું કારણ હાર્ટ અટેક જણાવ્યું, જેને જાણી તમામ લોકો ચોંકી ગયા.

  આ પણ વાંચો, ખેલાડીઓ અને દર્શકો ઉપર કીડાઓનો હુમલો, મેચ રદ કરવી પડી

  ડૉક્ટરોએ જાણકારી આપી કે, મિથુનને ગંભીર હાર્ટ અટેક આવ્યો અને હૉસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત થઈ ગયું. મિથુનને આટલી નાની ઉંમરમાં હાર્ટ અટેક કેવી રીતે આવ્યો એ જાણવા માટે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. મિથુન દેબબર્માના મોતના સમાચાર સાંભળીને ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ ડૉ. માનિક શાહ પણ હૉસ્પિટલ પહોંચ્યા. અન્ય અનેક મોટા ક્રિકેટર પણ આ દુર્ઘટનાથી સ્તબ્ધ છે.

  પહેલા પણ હાર્ટ અટેકના કારણે ક્રિકેટરોના થયા છે મોત

  નોંધનીય છે કે, ક્રિકેટના મેદાન પર હાર્ટ અટેકથી મોતનો આ પહેલો મામલો નથી. આ વર્ષ ગોવાના પૂર્વ રણજી ક્રિકેટર રાજેશ ઘોડગેનું એક ક્લબ મેચ દરમિયાન હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. નવી મુંબઈમાં પણ એક ટૂર્નામેન્ટ દરમિયાન સંદીપ ચંદ્રકાંત મહાત્રેનું માત્ર 36 વર્ષની ઉંમરે હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. ગયા વર્ષે ભોપાલમાં પણ એક રેલવે ક્રિકેટરનું મેચ દરમિયાન હાર્ટ અટેકના કારણે મોત થયું હતું.

  આ પણ વાંચો, સૌરવ ગાંગુલીનો 'ક્રાંતિકારી' નિર્ણય, IPL મેચોમાં હશે 5 અમ્પાયર!
  Published by:Mrunal Bhojak
  First published: