ટીમ ઈન્ડીયાની સ્પોન્સરશિપ: 20 વર્ષમાં 22 લાખથી 4 કરોડને પાર પહોંચી

News18 Gujarati
Updated: July 25, 2019, 6:20 PM IST
ટીમ ઈન્ડીયાની સ્પોન્સરશિપ: 20 વર્ષમાં 22 લાખથી 4 કરોડને પાર પહોંચી
પ્રતિકાત્મક તસવીર

ઓપ્પોએ ટીમ ઈન્ડીયાની સ્પોન્સરશિપમાંથી હટવાનો નિર્ણય લીધો છે. હવે ભારતીય ક્રિકેટરોની જર્સી પર બાયઝૂ (byzu's)નું નામ જોવા મળશે.

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમના સ્પોન્સર ઓપ્પોનું નામ હવે ખેલાડીઓની જર્સી પર નહીં જોવા મળે. ઓપ્પોએ ટીમ ઈન્ડીયાની સ્પોન્સરશિપમાંથી હટવાનો નિર્ણય લીધો છે. હવે ભારતીય ક્રિકેટરોની જર્સી પર બાયઝૂ (byzu's)નું નામ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, માર્ચ 2017માં ઓપ્પોને આ રાઈટ્સ 1079 કરોડ રૂપિયામાં પાંચ વર્ષ માટે મળ્યો હતો. પરંતુ, કંપનીએ લગભગ અઢી વર્ષ બાદ જ તેને છોડવાનો નિર્ણય લીધો છે. સૂત્રો અનુસાર, બીસીસીઆઈ તેના માટે કોઈ નવી રીતે હરાજી નહીં કરે, પરંતુ ઓપ્પોએ ખુદ આ રાઈટ્સ બાયઝૂને આપી દીધા છે.

ઓપ્પોએ માર્ચ 2017માં 1079 કરોડ રૂપિયામાં 5 વર્ષ માટે ટીમ ઈન્ડીયાની સ્પોન્સરશિપના અધિકાર મેળવ્યા હતા. તેણે વીવોને પછાડ્યું હતું, વીવોએ 768 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. જો ટીમ ઈન્ડીયાની સ્પોન્સરશિપના ગણિતને જોઈએ તો, 20 વર્ષમાં આ રકમ 22 લાખથી 4 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

1999-2000

સ્પોન્સર આઈટીસી લિમિટેડ. ટેસ્ટ મેચ માટે 22 લાખ અને વન ડે માટે 17.5 લાખનો કરાર

2000-2002
સ્પોન્સર આઈટીસી લિમિટેડ જ બની. ટેસ્ટ મેચ માટે 35 લાખ અને વન ડે માટે 30 લાખનો કરાર2002-2009
સ્પોન્સર સહારા બની. આ સમયે થયેલા કરારનો ખુલાસો નહોતો કરવામાં આવ્યો

2009-2012
સ્પોન્સર સહારા ચાલુ રહી. ટેસ્ટ માટે 1.91 કરોડ અને વન ડે માટે 2.09 કરોડનો થયો કરાર

2012-2013
સહારાએ ત્રીજી વખત સ્પોન્સરશિપ લીધી. આ સમયે પ્રતિ મેચ 3.34 કરોડ બીસીસીઆઈને આપવાનો થયો કરાર

2014-2017
સ્પોન્સશિપ સ્ટાર સમૂહને મળી. તેમાં બીસીસીઆઈને 1.92 કરોડ અને આઈસીસી તથા એશિયન કાઉન્સિલને મેચો માટે 80 લાખનો કરાર

2017-2022
ઓપ્પો હાલમાં બીસીસીઆઈને દરેક મેચ માટે 4.61 કરોડ પ્રતિ મેચ આપે છે. જ્યારે આઈસીસી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલની મેચોમાં આ રકમ 1.56 કરોડ રૂપિયા હોય છે. આ સૌથી મોટી સ્પોન્સરશિપની રકમ છે.
First published: July 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading