હોળી વિશે સામે આવ્યું જસપ્રીત બુમરાહનું સત્ય, કહ્યું 'મિત્રોની સાથે રાતમાં...'

News18 Gujarati
Updated: March 10, 2020, 11:57 AM IST
હોળી વિશે સામે આવ્યું જસપ્રીત બુમરાહનું સત્ય, કહ્યું 'મિત્રોની સાથે રાતમાં...'
જસપ્રીત બુમરાહ નાનપણમાં મિત્રોની સાથે આવી રીતે ઉજવતો હતો હોળી, જાણીને તમે પણ ચોંકી જશો!

જસપ્રીત બુમરાહ નાનપણમાં મિત્રોની સાથે આવી રીતે ઉજવતો હતો હોળી, જાણીને તમે પણ ચોંકી જશો!

  • Share this:
નવી દિલ્હી : રંગોના તહેવાર હોળી (Holi 2020)માં દરેક લોકો ઉત્સવની ઉજવણીમાં લીન હોય છે. ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) પણ તેનાથી અલગ નથી. જોકે, દેશ-વિદેશમાં ક્રિકેટ મેચોના કારણે અનેકવાર ખેલાડી અનેક તહેવાર પરિવારની સાથે ઉજવી નથી શકતા. પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયા (Team India)ને હોળીના દિવસે કોઈ મેચ રમવાની નથી અને આ જ કારણ છે કે તમામ ખેલાડી પરિવારની સાથે હોળીનો તહેવાર ઉજવી રહ્યા છે. હોળીને લઈને દરેકને પોતાના કિસ્સા હોય છે અને તેને યાદ કરતાં જ ચહેરા પર ખુશી અને સ્મિત આવી જાય છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)એ પણ હોળી સાથે જોડાયેલો આવો જ કિસ્સાનો ખુલાસો કર્યો છે.

પાણીના ફુગ્ગા બનાવીને બારીથી ફેંકતા હતા...

મૂળે, જસપ્રીત બુમરાહ ઈન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premier League)ની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે રમે છે. બુમરાહે આઈપીએલની છેલ્લી સીઝનમાં જણાવ્યું હતું કે મને હોળી ઉજવણી કરે બહુ લાંબો વખત થઈ ગયો છે. એ વાતને 6-7 વર્ષ થઈ ચૂક્યા છે. હું મારા મિત્રોની સાથે બેસીને આખી રાત પાણીના ફુગ્ગા બનાવતો હતો. આવું એટલા માટે કે અમે પાણીથી ભરેલા ફુગ્ગાઓને ઘરથી બારીમાંથી સોસાયટીના લોકો પર ફેંકી શકે.

આ પણ વાંચો, ઈરફાન પઠાણના દીકરાની ઊંચાઈ માપી રહ્યો હતો સચિન તેંડુલકર, અચાનક પડ્યો જોરદાર મુક્કો

બુમરાહની સ્ટ્રેસ ફ્રેક્ચર બાદ વાપસી

ખૂબ જ ટૂંકા સમયમાં ટીમ ઈન્ડિયાનું સૌથી ઘાતકી હથિયાર બની ચૂકેલો જસપ્રીત બુમરાહને ગયા વર્ષના અંતમાં સ્ટ્રેસ ફ્રેક્ચરના કારણે ભારતીય ટીમથી બહાર થવું પડ્યું હતું. તેના કારણે બુમરાહ દક્ષિણ આફ્રિકા (South Africa) અને બાંગ્લાદેશ (Bangladesh)ની વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં હિસ્સો નહોતો લઈ શક્યો. બુમરાહે જાન્યુઆરી 2020માં શ્રીલંકા (Sri Lanka)ની વિરુદ્ધ ટી20 સીરીઝ દ્વારા ટીમ ઈન્ડિયામાં વાપસી કરી હતી.આ પણ વાંચો, IPL 2020 ઉપર પણ કોરોના વાયરસનું ગ્રહણ! League પાછી ઠેલાવાની શક્યતા
First published: March 10, 2020, 11:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading