Women's T20 World Cup: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે આજે મેદાને જંગ

News18 Gujarati
Updated: November 9, 2018, 5:11 PM IST
Women's T20 World Cup: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે આજે મેદાને જંગ
મહિલા ક્રિકેટ ટીમ (ફાઈલ ફોટો)

આ મુકાબલા બાદ ભારતીય ટીમ 11 નવેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ ટકરાશે

  • Share this:
ટી-20 ક્રિકેટમાં અત્યાર સુધી પોતાનો પ્રભાવ છોડવામાં નિષ્ફળ રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 9 નવેમ્બરે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ મહિલા વિશ્વ ટી-20 ચેમ્પિયનશિપમાં પોતાના અભિયાનની શરૂઆત કરવા માટે ઉતરશે.

ભારતીય મહિલા ટીમ 50 ઓવરની મેચની તુલનામાં ટી-20માં પ્રભાવશાળી પ્રદર્શન નથી કરી શકી. વન-ડે વિશ્વ કપમાં ભારતીય ટીમ ગત વર્ષે ફાઈનલમાં પહોંચી હતી, જ્યાં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

કપ્તાન હરમનપ્રિત કૌર અને નવા નિયુક્ત કોચ રમેશ પોવારે કહ્યું કે, ટીમે ફાઈનલની તે હાર બાદ સબક લીધુ છે તથા યુવા ખેલાડીઓની હાજરીથી ટીમ નિર્ભીક બની ગઈ છે. ભારતની 6 ખેલાડી પહેલી વખત વિશ્વ કપમાં ભાગ લઈ રહી છે. પાછળની પાંચ વિશ્વ ટી-20માં ભારત ક્યારે પણ ફાઈનલ સુધી નથી પહોંચી શકી. તે 2009 અને 2010માં સેમિફાઈનલ સુધી પહોંચી શકી હતી. આ પહેલો મોકો છે, જ્યારે મહિલા વિશ્વ ટી-20 મેંસથી અલગ આયોજિત કરવામાં આવી રહી છે. આ પહેલા મહિલા અને પુરૂષ બંને ટૂર્નામેન્ટ એક સાથે યોજવામાં આવતી હતી.

વિશ્વ ટી-20 પહેલા ભારતે સારી ફોર્મ બતાવી છે. તેણે શ્રીલંકાને તેની જમીન પર હરાવ્યું અને ઓસ્ટ્રેલિયા એને સ્વદેશમાં પરાજિત કર્યું. અભ્યાસ મેચોમાં હાજર ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ પર જીત મેળવવાથી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે.

ભારત છેલ્લા ત્રણ અવસરોમાં ગ્રૂપ ચરણથી આગળ નથી વધી શકી, અને તેને આ સીડી પાર કરવા માટે સદંતર સારી પ્રદર્શન કરતું રહેવું પડશે. ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ શરૂઆતના મુકાબલા બાદ ભારતીય ટીમ 11 નવેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ, 15 નવેમ્બરે આયરલેન્ડ સામે અને 17 નવેમ્બરે ત્રણ વખતની ચેમ્પિયન રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ સામે રમશે.
First published: November 9, 2018
વધુ વાંચો
अगली ख़बर