મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, આફ્રિકાને હરાવી 3-1થી T-20 સિરીઝ કરી કબ્જે

પહેલી વાર ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને તેની ધરતી પર બે સિરિઝ હરાવ્યું...

પહેલી વાર ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને તેની ધરતી પર બે સિરિઝ હરાવ્યું...

 • Share this:
  ભારતીય મહિલા ક્રેકેટ ટીમે સાઉથ આફ્રિકામાં વન-ડે સિરીઝ બાદ ટી-20 સીરિઝ પર પણ કબ્જો કરી લીધો છે. કેપટાઉનમાં રમવામાં આવેલ ટી-20 સીરિઝના પાંચમી અને છેલ્લી મેચમાં ટીમ ઈન્ડીયાએ 54 રનથી જીત મેળવી છે. આ સાથે ભારતીય ટીમે 3-1થી સિરિઝ પર કબ્જો મેળવી લીધો. ટીમ ઈન્ડીયાએ પહેલા બેટીંગ કરી 20 ઓવરમાં 4 વિકેટના નુકશાને 166 રન બનાવ્યા, જેના જવાબમાં સાઉથ આફ્રિકા 112 રનમાં જ સમેટાઈ ગઈ.

  ટીમ ઈન્ડીયાની જીતમાં સૌથી મહત્વનું યોગદાન મિતાલી રાજનું રહ્યું, મિતાલી રાજે 62 રનની શાનદાર પારી રમી, જેમી રોડીગેજે પણ 34 બોલમાં 44 રન મારી તોફાની બેટિંગ કરી. કપ્તાન હરમનપ્રિત કૌરે 19 બોલમાં 27 રન બનાવ્યા. જો બોલિંગની વાત કરવામાં આવે તો, શિખા પાંડે, રૂમેલી ઘર અને રાજેશ્વરી ગાયકવાડે 3-3 વિકેટ મેળવી. તમને જણાવી દઈએ કે પહેલી વાર ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને તેની ધરતી પર બે સિરિઝ હરાવ્યું છે.

  પાંચમી ટી-20 મેચમાં મિતાલી રાજને શાનદાર અડધી સદી માટે મેન ઓફ ધ મેચ આપવામાં આવી. સાથે મિતાલી સિરીઝની સર્વ શ્રેષ્ઠ ખેલાડી તરીકે પણ જાહેર કરાઈ. મિતાલીએ આ સિરીઝમાં સૌથી વધારે 192 રન બનાવ્યા. એક ટી-20 સિરીઝમાં સૌથી વધારે રન બનાવવામાં મિતાલી ત્રીજા નંબર પર છે.
  Published by:kiran mehta
  First published: