Home /News /sport /IND vs SL: વિરાટ કોહલીની 2023ની પહેલી હાફ સેન્ચ્યુરી ફટકારી, ભારતનો સ્કોર 250 રનને પાર
IND vs SL: વિરાટ કોહલીની 2023ની પહેલી હાફ સેન્ચ્યુરી ફટકારી, ભારતનો સ્કોર 250 રનને પાર
પ્રથમ વનડે ગુવાહાટીમાં રમાશે
ટી 20ની આતુરતાનો આવ્યો અંત. ટીમ ઈન્ડિયા મંગળવારે શ્રીલંકા સામે વર્ષની પહેલી વન-ડે રમશે. આ મેચ આસામના ગુવાહાટીમાં રમાઈ રહી છે. જેમાં શ્રીલંકાની ટીમે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે. ટીમ ઈન્ડિયા બે સ્પિનર્સ અને ત્રણ ફાસ્ટ બોલર્સ સાથે ઉતરી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ટી 20 સિરીઝની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીના આસામ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ રોમાંચક મેચમાં ભારતીય ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરીને શાનદાર શરૂઆત કરી છે. ભારતની ઓપનિંગ જોડી તરીકે રોહિત શર્મા અને શુભમન ગિલને શાનદાર રમત જોવા મળી છે. બંને બેટ્સમેને સદી ફટકારી હતી.
શુભમન ગિલે પણ પોતાના વન-ડે કરિયરની 5મી હાફ સેન્ચુરી ફટકારી હતી. શુભમન ગિલ 60 બોલમાં 70 રન કરીને આઉટ થયો હતો. આ પછી પણ રોહિત શર્માએ સારા શોટ્સ ફટકાર્યા હતા. જોકે તેઓ સદી ચૂક્યા હતા અને 67 બોલમાં 83 રન કરીને આઉટ થયા હતા. તો શ્રેયસ અય્યર પણ સ્કોરબોર્ડને ફરતું રાખવા માટે શોટ્સ ફટકારવામાં આઉટ થયો હતો. વિરાટ કોહલીએ વન-ડે કરિયરની 65મી અર્ધસદી ફટકારી હતી. હાલ વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રિઝ પર છે.
ભારતીય ટીમને ત્રીજો ઝટકો, શ્રેયસ 28 રન કરીને આઉટ, ભારતનો સ્કોર 213/3ગુવાહાટી: ભારત અને શ્રીલંકા વચ્ચે ટી 20 સિરીઝની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીના આસામ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ રોમાંચક મેચમાં ભારતીય ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરીને શાનદાર શરૂઆત કરી છે. કેપ્ટન રોહિત શર્માએ પોતાના વન-ડે કરિયરની 47મી હાફ સેન્ચુરી ફટકારી છે. તો બન્ને ઓપનર્સે ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 15 ઓવરમાં 102/0 હતો.
ભારત અને શ્રીલંકા વચ્ચે ટી 20 સિરીઝની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીના આસામ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ રોમાંચક મેચમાં ભારતીય ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરીને શાનદાર શરૂઆત કરી છે. કેપ્ટન રોહિત શર્માએ પોતાના વન-ડે કરિયરની 47મી હાફ સેન્ચુરી ફટકારી છે. તો બન્ને ઓપનર્સે ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 15 ઓવરમાં 102/0 હતો.
27 ઓવરનો ખેલ પૂરો. ટીમ ઈન્ડિયાએ 200 રનનો આંકડો પાર કરી લીધો છે. શ્રેયસ અય્યર અને વિરાટ કોહલી ટીમના સ્કોરને આગળ વધારી રહ્યા છે.
શુભમન ગિલે પણ પોતાના વન-ડે કરિયરની 5મી હાફ સેન્ચુરી ફટકારી હતી. શુભમન ગિલ 60 બોલમાં 70 રન કરીને આઉટ થયો હતો. આ પછી પણ રોહિત શર્માએ સારા શોટ્સ ફટકાર્યા હતા. જોકે તેઓ સદી ચૂક્યા હતા અને 67 બોલમાં 83 રન કરીને આઉટ થયા હતા. હાલ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે.
બીજી વિકેટ- કેપ્ટન રોહિત શર્મા 67 બોલમાં 83 રન કરીને દિલશાન મદુશંકાની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ બીજી ઓવર ફેંકી. મદુશંકાની આ ઓવરમાં ભારતીય બેટ્સમેનો કુલ આઠ રન બનાવવામાં સફળ રહ્યા હતા. બે ઓવરના અંતે ટીમનો સ્કોર 12 રન છે. ટીમ માટે પ્રથમ ઓવરમાં જ્યાં કેપ્ટન રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો હતો. અને બીજી ઓવરમાં ગિલે શાનદાર ચોગ્ગો ફટકાર્યો.
ફાસ્ટ બોલર કસુન રાજિતાએ શ્રીલંકન ટીમ માટે પ્રથમ ઓવર ફેંકી. રાજીથાની ઓવરના પાંચમા બોલ પર કેપ્ટન રોહિત શર્માએ શાનદાર ચોગ્ગો ફટકારીને ચાર રન બનાવ્યા હતા. પ્રથમ ઓવરના અંતે ટીમનો સ્કોર કોઈ પણ નુકશાન વિના ચાર રન પર હતો.
શ્રીલંકા સામે વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. વિરાટ કોહલીએ શ્રીલંકા સામે 2200થી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટની એવરેજ 60 રહી છે. એટલું જ નહીં વિરાટ કોહલીએ આ ટીમ સામે 8 સદી અને 11 અડધી સદી ફટકારી છે.
વન-ડે વર્લ્ડ કપની રીતે આ વર્ષે બધી જ વન-ડે મહત્ત્વની
વન-ડે વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાવાનો છે. આને કારણે હવેથી ટૂર્નામેન્ટની શરૂઆત સુધી દેશમાં યોજાનારી દરેક વન-ડે મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.
સિલેક્ટર્સે કેપ્ટન રોહિત શર્માથી લઈને અનુભવી વિરાટ કોહલી, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા જેવા સિનિયર પ્લેયરને સિરીઝમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. પહેલા ફાસ્ટર જસપ્રીત બુમરાહનું નામ પણ યાદીમાં સામેલ હતું, પરંતુ તેને હજી વધુ આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારતીય ટીમના એવરગ્રીન બેટ્સમેન સૂર્યકુમાર યાદવનો પ્રથમ વનડેમાં સમાવેશ ન થવાથી ચાહકો ખૂબ જ નારાજ છે. લોકો સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.
આસામ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારતીય ટીમનું પ્રદર્શન:
આસામ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમને બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશના આ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ એક આંતરરાષ્ટ્રીય ODI મેચ અને ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રથમ મેચ 10 ઓક્ટોબર 2017ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતીય ટીમને આઠ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર