બુમરાહે પૂરા કર્યા વન ડેમાં 100 શિકાર, બનાવ્યો આ રેકોર્ડ

News18 Gujarati
Updated: July 6, 2019, 10:51 PM IST
બુમરાહે પૂરા કર્યા વન ડેમાં 100 શિકાર, બનાવ્યો આ રેકોર્ડ
જસપ્રિત બુમરાહ (ફાઈલ ફોટો)

વન ડેમાં નંબર વન બોલર જસપ્રિત બુમરાહ પોતાની સટીક યોર્કર માટે જાણીતો છે

  • Share this:
ભારતના યુવા સ્ટાર બોલર જસપ્રિત બુમરાહે શનિવારે આઈસીસી ક્રિકેટ  વર્લ્ડ કપમાં શ્રીલંકા વિરુદ્ધ થયેલા મુકાબલામાં પોતાની 100 વન ડે વિકેટ પૂરી કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. બુમરાહે શરૂઆતની બે ઓવર મેડન કર્યા બાદ શ્રીલંકાના ઓપનર અને કપ્તાન દિમુથ કરૂણારત્નેને ધોનીના હાથે કેચ આઉટ કરાવી પોતાની 100મી વિકેટ હાસિલ કરી.

શ્રીલંકા વિરુદ્ધ આ તેની વન ડે કરિયરની 57મી મેચ હતી. સૌથી ફાસ્ટ 100 વિકેટ હાસિલ કરનાર ભારતીય બોલરોમાં તે શમી બાદ બીજા નંબર પર છે. શમીએ 56 મેચોમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ ઈરફાન પઠાણનો નંબર છે, તેણે 59 મેચમાં 100 વિકેટ હાસિલ કરી હતી.

વન ડેમાં નંબર વન બોલર જસપ્રિત બુમરાહ પોતાની સટીક યોર્કર માટે જાણીતો છે. તે ડેથ ઓવર્સમાં પણ કમાલની બોલિંગ કરે છે. શ્રીલંકા વિરુદ્ધ આ મેચમાં તેણે 10 ઓવરમાં 37 રન આપ્યા અને ત્રણ વિકેટ લીધી. તેની આ સ્પેલમાં બે મેડન ઓવર સામેલ હતી. આ ત્રણ વિકેટ સાથે જ તેના વન ડે વિકેટની ગણતરી 102 સુધી પહોંચી ગઈ છે. દિમુથ કરૂણારત્ને બાદ તેણે કુસલ પરેરા (18) અને સદી પારી રમનાર એન્જેલો મેથ્યુઝ (113)ને આઉટ કર્યો.

શ્રીલંકાએ ભારતને આપ્યું 265નું લક્ષ્ય
આ મેચમાં શ્રીલંકાની ટોસ જીતી પહેલી બેટિંગની શરૂઆત ખરાબ રહી, ટીમે 8મી ઓવર સુધી પોતાના બે ઓપનર ખોઈ દીધા હતા. શ્રીલેકાની પહેલી બે વિકેટ બુમરાહે લીધી. બુમરાહે પહેલી વિકેટ શ્રીલંકાના કપ્તાન કરૂણારત્નેની લીધી, જે 10 રન બનાવી આઉટ થયો. ત્યારબાદ કુસલ પરેરાને પણ બુમરાહે ધોનીના હાથે કેચ આુટ કરાવ્યો. પરેરા 18 રન જ બનાવી શક્યો. ત્યારબાદ જાડેજાએ કુસલ મેન્ડીસને સ્ટમ્પ આઉટ કરાવ્યો. અગામી ઓવરમાં હાર્દિક પંડ્યાએ ફર્નાન્ડોને 20 રન પર આઉટ કર્યો. મેથ્યૂઝ અને થિરિમનેની સદી ભાગીદારીએ શ્રીલંકાને 204 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.
First published: July 6, 2019, 10:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading