ગુવાહાટી : દુનિયાના સૌથી અમીર ક્રિકેટર ભારતમાં, દુનિયાની સૌથી મોટી ટી20 લીગ ભારતમાં, દુનિયાનું સૌથી તાકાતવાન અને ધનવાન બોર્ડ ભારતના પરંતુ હિન્દુસ્તાનમાં જો મેદાન ભીનું થઈ જાય છે તો તેને સૂકવવા માટે ઇસ્ત્રી અને હેર ડ્રાયરનો ઉપયોગ થાય છે. ચોંકશો નહીં, આ સત્ય છે. ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka)ની વચ્ચે પહેલી ટી20 દરમિયાન વરસાદ બાદ મેદાન ભીનું થઈ ગયું અને તેને સૂકવવા માટે હેર ડ્રાયર અને ઈસ્ત્રીનો ઉપયોગ કરવામાં આવ્યો.
ગુવાહાટી સ્ટેડિયમમાં મેદાન સૂકવવાના પ્રયાસોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ, જેમાં દુનિયાના સૌથી અમીર બોર્ડ બીસીસીઆઈની ખૂબ જ મજાક ઉડાવવામાં આવી રહી છે. પ્રશંસકોએ કહ્યું કે દુનિયાના સૌથી સારા બોર્ડની પાસે મેદાનને ઢાંકવા માટે સારા કવર્સ પણ નથી.
ગુવાહાટીના ગ્રાઉન્ડ સ્ટાફની ભૂલ
ગુવાહાટી ટી20 (Guwahati T20I) રદ થવાથી ભારતના અનેક પૂર્વ ક્રિકેટર નારાજ જોવા મળ્યા. વીવીએસ લક્ષ્મણે કહ્યું કે આટલા ઓછો વરસાદ પડ્યો હોવા છતાંય મેચ મદ થઈ જવી ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. લક્ષ્મણ મુજબ ગ્રાઉન્ડ સ્ટાફને આ મેચ માટે સારી તૈયારી રાખવી જોઈતી હતી. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ પણ ગ્રાઉન્ડ સ્ટાફની ભૂલ ગણાવી.
નોંધનીય છે કે, ગુવાહાટી (Guwahati T20I)ના બારસાપરા સ્ટેડિયમમાં આ માત્ર ત્રીજી મેચ હતી અને તે પણ રદ થઈ ગઈ. ગુવાહાટીમાં ભારત-શ્રીલંકાની વચ્ચે પહેલી ટી20 જોવા હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા પરંતુ ખરાબ તૈયારીઓના કારણે મેદાન સૂકાઈ ન શક્યું અને તેને રદ કરવી પડી. મેચમાં ટૉસ થઈ ચૂક્યો હતો, જેને વિરાટ કોહલીએ જીતીને પહેલી બોલિંગ પસંદ કરી હતી. જોકે, ટૉસના તરત જ વરવાદ પડ્યો અને જ્યારે તે રોકાયો તો મેદાન એટલું ભીનું થઈ ગયું કે તેને સૂકવી જ ન શકાયું. ટીમ ઈન્ડિયા હવે શ્રીલંકાની વિરુદ્ધ બીજી ટી20 ઈન્દોરમાં 7 જાન્યુઆરીએ રમશે. ત્રીજી ટી20 પુણેમાં 10 જાન્યુઆરીએ રમાશે.