ભારતે ટોસ જીત્યો, શ્રીલંકા પ્રથમ બેટિંગ કરશે

kiran mehta | News18 Gujarati
Updated: December 24, 2017, 6:48 PM IST
ભારતે ટોસ જીત્યો, શ્રીલંકા પ્રથમ બેટિંગ કરશે
ભારતે કટકમાં પહેલી મેચમાં શ્રીલંકાને 93 રને હરાવ્યું અને ઈંદોરમાં બીજી મેચમાં 88 રને હરાવી શાનદાર જીત મેળવી હતી...

ભારતે કટકમાં પહેલી મેચમાં શ્રીલંકાને 93 રને હરાવ્યું અને ઈંદોરમાં બીજી મેચમાં 88 રને હરાવી શાનદાર જીત મેળવી હતી...

  • Share this:
ટી-20 સીરિઝ પર કબ્જો કરી લેનાર ભારતીય ટીમ આજે શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી અને છેલ્લી ટી-20 ક્રેકેટ મેચમાં વ્હાઈટવોશના ઈરાદે થોડી જ ક્ષણમાં મેદાનમાં ઉતરશે. શ્રીલંકા માટે આ પ્રવાસ ખુબ નિરાશાજનક રહ્યો છે અને ભારત સામે બે મેચ હારવાથી તેની મુશ્કેલીમાં વધારો થયો છે. ભારતે કટકમાં પહેલી મેચમાં શ્રીલંકાને 93 રને હરાવ્યું અને ઈંદોરમાં બીજી મેચમાં 88 રને હરાવી શાનદાર જીત મેળવી હતી. આ પહેલા શ્રીલંકાએ વન-ડેમાં પણ 1-2થી પરાજય સહન કરવો પડ્યો હતો, જ્યારે ટેસ્ટ સીરિઝમાં પણ શ્રીલંકાને હાર સહન કરવી પડી હતી.

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડીયા તૈયાર
ભારતે તમામ ફોર્મેટમાં સફળતા મેળવી છે અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા વધુ એક જીત મેળવી પોતાનું મનોબળ મજબુત કરવા મેદાનમાં ઉતરશે. દક્ષિણ આફ્રિકામાં ભારત ત્રણ ટેસ્ટ, 6 વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમશે. હાલની મેચના કપ્તાન રોહિત શર્માએ સૌથી ફાસ્ટ ટી-20 સદીના ડેવિડ મિલરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

ભારત ટીમ
રોહિત શર્મા(કપ્તાન), કે. એલ. રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, દિનેશ કાર્તીક, એમ.એસ.ધોની, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક હુડ્ડા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, બસિલ થમ્પી, જયદેવ ઉનડકટ.

શ્રીલંકા ટીમતિસારા પરેરા (કપ્તાન), ઉપુલ શરંગા, એંજેલો મેથ્યુઝ, કુશાલ પરેરા, ધનુષ્કા ગુણતિલકા, નિરોશન ડિક્વેલા, અસેલા ગુણરત્ને, સદીરા સમરવિક્રમા, દાસુન શનાકા, ચતુરંગા ડિસિલ્વા, સચિત પતિરાના, ધનંજય ડિસિલ્વા, નુવાન પ્રદિપ, વિશ્વા ફર્નાંડો, દુષ્મંતા ચામીરા.
First published: December 24, 2017, 2:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading