Ind vs SL 2nd T20I : શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, સિરીઝ 1-1થી બરાબર

તસવીર એપી

Ind vs SL 2nd T20I Live Score: ક્રુનાલ પંડ્યા કોરોના પોઝિટિવ બન્યા બાદ મેચ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી. ભારતીય ટીમમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યા છે. જેમાં દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, નીતિશ રાણા અને ચેતન સાકરીયા ટી -20માં પ્રવેશ કરશે.

 • Share this:
  નવી દિલ્લી: ભારત અને શ્રીલંકા(India vs Sri Lanka) વચ્ચે બીજી ટી -20 મેચ કોલંબોના આર પ્રેમાદાસા શરૂ થઈ ગઈ છે. ટોસ જીતીને લંકાએ પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય ક્યો અને ભારતને બેટિંગ કરવા માટે આમંંત્રણ આપ્યું હતું. ભારત તરફથી ધવને સૌથી વધુ રન કર્યા હતા ધવને 40 રન કર્યા હતા. ભારતે શ્રીલંકાને 133 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેના જવાબમાં શ્રીલંકાની ટીમે 4 વિકેટે ભારતને હાર આપી છે. જેમાં ધનંજયે સૌથી વધુ 40 રન કર્યા હતા અને ટીમને જીત અપાવી હતી.

  Colombo T20i, India vs Sri Lanka Day Live Cricket Score:

  • શનાકા 6 બોલમાં 3 રન બનાવી આઉટ થયો હતો. કુલદીપે વિકેટકીપર સેમસનના હાથે તેને સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો.

  • શ્રીલંકાની ટીમને 55 રનમાં ત્રીજી વિકેટ પડી હતી. કુલદીપ યાદવે કેપ્ટન દાસુન શનાકાને પેવેલિયન ભેગો કર્યો હતો.

  • ટીમની બીજી વિકેટ 39 રન પર પડી હતી. સમરવિક્રમા 12 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. તે વરુણ ચક્રવર્તી દ્વારા ક્લિન બોલ્ડ થયો હતો.

  • શરૂઆતની ઓવરમાં જ પ્રથમ વિકેટ ગુમાવી હતી, ભુવનેશ્વર કુમારને સફળતા મળી હતી.

  • 20 ઓવરના અંતે ભારતીય ટીમ 132 રન કરવામાં સફળ રહી અને પાંચ વિકેટ ગુમાવી હતી. જેમાં સૌથી વધુ શિખર ધવને 40 રન કર્યા હતા.

  • સંજૂ સૈમસન પણ માત્ર 7 રન કરીને આઉટ થયો હતો 17 ઓવરના અંતે ભારત 107/4

  • 15મી ઓવરમાં દેવદત્ત પણ આઉટ થયો તે માત્ર 29 રન કરીને આઉટ થયો હતો.

  • 12મી ઓવરના પ્રથમ બોલ પર ભારતીય ટીમે શિખર ધવનની વિકેટ ગુમાવી હતી. ધવન 40 રન કરીને આઉટ થયો હતો.

  • ભારત તરફથી પ્રથમ બેટિંગ કરતા ભારતે સારી શરૂઆત કરી પરંતુ 7મી ઓવરમાં ઋતુરાજ ગાયકવાડ 21 રન કરીને આઉટ થયો હતો.

  • શ્રીલંકા સામેની બીજી મેચમાં દેવદત્ત પૌડિકલ, ઋતુરાજ ગાયકવાડ, નીતિશ રાણા અને ચેતન સાકરીયા ટી -20માં પ્રવેશ કરશે.

  • શ્રીલંકાના કેપ્ટન દસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરશે. નીતીશ રાણા, દેવદત્ત પદિકલ, ઋતુરાજ ગાયકવાડ અને ચેતન સાકરીયા ભારત માટે ટી 20 માં પ્રવેશ કરી રહ્યા છે.

  • બીજા ટી-20 પહેલા મોટો સમાચાર એ છે કે, ક્રુનાલ પંડ્યા સહિત કુલ 9 ખેલાડીઓ ટી -20 શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. તે જ સમયે, ભારતીય ટીમમાં 5 નેટ બોલરોને તક મળી છે.


  ભારત નવી ઓપનિંગ જોડી સાથે ઉતર્યુ
  કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારતના આઠ ખેલાડીઓને પણ આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ ભારત આજે નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતર્યુ હતું. શિખર ધવનની સાથે પર્દાપણ કરી રહેલા રુતુરાજ ગાયકવાડે ઈનિંગની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ પાવરપ્લેમાં વિના વિકેટે 45 રન બનાવ્યા હતા. ટીમને પ્રથમ ઝટકો ગાયકવાડ (21)ના રૂપમાં લાગ્યો હતો.

  શિખર ધવને સૌથી વધુ 40 રન બનાવ્યા
  ટીમ ઈન્ડિયા તરફથી શિખર ધવને સૌથી વધુ 40 રનની ઈનિંગ રમી હતી. ધવનની આ ઈનિંગ ધીમી રહી હતી. તેણે 42 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં પર્દાપણ કરી રહેલ દેવદત્ત પડિક્કલ માત્ર 29 રન બનાવી આઉટ થયો હતો. પડિક્કલે 23  બોલમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો.

  9 ખેલાડીઓ થયા ટીમમાંથી બહાર 
  ઇશાન પોરલ, સંદીપ વોરિયર, સાંઇ કિશોર, અર્શદીપ સિંહ અને સિમરજીત સિંહને શ્રીલંકામાં નેટ બોલર તરીકે લેવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને ટીમ ઈન્ડિયાની ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. અગાઉ એવા સમાચાર હતા કે, શિખર ધવન બીજી મેચ નહીં રમે. ક્રિકબઝના અહેવાલ મુજબ બીજી ટી -20 મેચમાં ફક્ત શિખર ધવન જ ટીમનું નેતૃત્વ કરશે પરંતુ કુલ 9 ખેલાડીઓ ટીમમાંથી બહાર થઈ ગયા છે.

  ભારતની પ્લેઈંગ ઈલેવન : શિખર ધવન, દેવદત્ત પદિકલ, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (WK), નીતીશ રાણા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, રાહુલ ચહર, નવદીપ સૈની, વરૂણ ચક્રવર્તી અને ચેતન સાકરિયા.

  શ્રીલંન્કા પ્લેઇંગ 11: અવિશ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (WK), ધનંજય ડી સિલ્વા (વાઇસ-કેપ્ટન), સદિરા સમરવિક્રમ, દાસુન શનાકા (કેપ્ટન), રમેશ મેડિન્સ, વાનીંદુ હસારંગા, ચામિકા કરુનારાત્ને, ઇસુરુ ઉદના, અકિલા ધનંજાયા અને દુષ્યંત ચમિરા.
  Published by:kuldipsinh barot
  First published: