Home /News /sport /IND vs SL 1st T20: ભારતે શ્રીલંકાને 2 રને હરાવ્યું, ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ

IND vs SL 1st T20: ભારતે શ્રીલંકાને 2 રને હરાવ્યું, ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ

ભારતે ત્રણ વિકેટ ગુમાવી

IND vs SL 1st T20: શ્રીલંકાએ ટોસ જીતી લીધો છે અને કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ભારત પહેલા બેટિંગ કરશે. ભારતની તરફથી ઓપનગર શુભમન ગિલ અને પેસર શિવમ માવી વનડેમાં ડેબ્યૂ કરી રહ્યા છે.

IND vs SL 1st T20:  ભારતીય ક્રિકેટ ટીમે નવા વર્ષની શરૂઆત જીત સાથે કરી છે. ભારતે વર્ષ 2023ની તેમની પ્રથમ T20 મેચમાં શ્રીલંકાને 2 રને હરાવ્યું હતું અને 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 160 રન જ બનાવી શકી હતી.

યુવા ઝડપી બોલર શિવમ માવીએ ડેબ્યૂ T20માં અદભૂત પ્રદર્શન કર્યું. તેણે મહિષ તિક્ષાનાને આઉટ કરીને ભારતને આઠમી સફળતા અપાવી હતી. ટીમ ઈન્ડિયા જીતની ઉંબરે પહોંચી ગઈ છે. શ્રીલંકાને 13 બોલમાં 30 રનની જરૂર છે જ્યારે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 2 વિકેટની જરૂર છે.

ઉમરાને કેપ્ટન દાસુનની વિકેટ લીધી


ઉમરાન મલિકે કેપ્ટન દાસુન શનાકાને આઉટ કરીને મેચને રોમાંચક સ્થિતિમાં લાવી દીધી છે. શનાકા 27 બોલમાં 45 રન બનાવીને આઉટ થયો હતો. તે ઉમરાને ચહલના હાથે કેચ આઉટ થયો હતો. શ્રીલંકાને 19 બોલમાં 33 રનની જરૂર છે જ્યારે ભારતને હવે જીતવા માટે 3 વિકેટની જરૂર છે.

શિવમ માવીએ છટ્ટી વિકેટ લીધી


યુવા ઝડપી બોલર શિવમ માવીએ શ્રીલંકાને છઠ્ઠો ફટકો વાનિંદુ હસરંગાને હાર્દિક પંડ્યાના હાથે કેચ કરાવીને આપ્યો. હસરંગા 10 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. આ સમયે ચમિકા કરુણારત્ને કેપ્ટન દાસુન શનાકાને સપોર્ટ કરવા આવ્યો છે. શ્રીલંકાનો સ્કોર 15 ઓવરમાં 110/6.

હર્ષલ પટેલે પાંચમી વિકેટ લીધી


ભારતીય બોલરોએ શ્રીલંકા પર તેમની પકડ મજબૂત કરી છે. હર્ષલ પટેલે ભાનુકા રાજપક્ષેને હાર્દિક પંડ્યાના હાથે કેચ કરાવીને શ્રીલંકાને પાંચમો ઝટકો આપ્યો હતો. રાજપક્ષે 11 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. શ્રીલંકાએ 68 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. તેને જીતવા માટે હજુ 54 બોલમાં 95 રનની જરૂર છે.

હર્ષલ પટેલે ચોથી વિકેટ લીધી


શ્રીલંકાની ઇનિંગ્સ ખોરવાઇ જતી હોય તેવું લાગે છે. હર્ષલ પટેલે ઓપનર કુસલ મેન્ડિસને સંજુ સેમસનના હાથે કેચ કરાવી ભારતને ચોથી સફળતા અપાવી હતી. મેન્ડિસ 25 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. શ્રીલંકાએ 9 ઓવરમાં 4 વિકેટે 57 રન બનાવ્યા છે.

ઉમરાન મલિકે ત્રીજી વિકેટ લીધી


યુવા ઝડપી બોલર ઉમરાન મલિકે ચરિત અસલંકાને વિકેટકીપર ઇશાન કિશનના હાથે કેચ કરાવીને ભારતને ત્રીજી સફળતા અપાવી. શ્રીલંકાને ત્રીજો ઝટકો 47ના સ્કોર પર લાગ્યો હતો. શ્રીલંકાએ 8 ઓવરમાં 3 વિકેટે 47 રન બનાવ્યા છે.

શિવમ માવીએ બીજી વિકેટ લીધી


યુવા ઝડપી બોલર શિવમ માવીએ ભારતને બીજી સફળતા અપાવી છે. માવીએ પોતાની બીજી ઓવરના પાંચમા બોલ પર ધનંજય ડી સિલ્વાને સંજુ સેમસનના હાથે કેચ કરાવીને શ્રીલંકાને બીજો ઝટકો આપ્યો હતો. ડી સિલ્વા 6 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. શ્રીલંકાએ 4 ઓવરમાં 2 વિકેટે 24 રન બનાવ્યા છે.

શિવમ માવીએ પહેલી વિકેટ લીધી


નવોદિત શિવમ માવીએ શ્રીલંકાના ઓપનર પથુમ નિસાંકાની પહેલી વિકેટ મેળવી લીધી છે. ઇનિંગ્સની બીજી ઓવરના પાંચમા બોલ પર માવીએ નિસાન્કાને ઇનસ્વિંગ બોલ પર બોલ્ડ કરીને ભારતને પહેલી સફળતા અપાવી હતી. નિસાંકા 3 બોલમાં એક રન બનાવીને આઉટ થયો હતો. શ્રીલંકાએ 2 ઓવરમાં 1 વિકેટે 12 રન બનાવી લીધા છે.

શ્રીલંકાને 163 રનનો ટાર્ગેટ


ભારતે પ્રથમ T20માં શ્રીલંકાને 163 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ શ્રીલંકાએ બોલિંગ પસંદ કરતા ઇન્ડિયાના ભાગે બેટિંગ આવી હતી. ત્યારે ભારતે 5 વિકેટે 162 રન બનાવ્યા હતા. ભારત તરફથી દીપક હુડ્ડાએ સૌથી વધુ અણનમ 41 રન બનાવ્યા હતા, જ્યારે અક્ષર પટેલ 31 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. શ્રીલંકા તરફથી દિલશાન મધુશંકા, મહિષ તિક્ષાના, ચમિકા કરુણારત્ને, ધનંજય ડી સિલ્વા અને વાનિન્દુ હસરંગાએ એક-એક વિકેટ લીધી હતી.

કેપ્ટન હાર્દિક પંડ્યા આઉટ

ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા 28 રન કર્યા પછી આઉટ થઈ ગયા છે. મધુશંકાએ કુસલ મેન્ડિસના હાથે હાર્દિકને કેચ આઉટ કરાવ્યો હતો. ભારતના 15 રનમાં 101 રન સાથે પાંચ વિકેટ ગુમાવી દીધી છે. દીપક હુડા અને અક્ષર પટેલની જોડી હાલ મેદાનમાં રમી રહી છે.

ભારતે ચોથી વિકેટ ગુમાવી


ભારતીય ટીમના ઇશાન કિશન 37 રન બનાવીને આઉટ થઈ ચૂક્યા છે. વાનિંદુ હરસંગાએ 37 રન પર ધનંજયના હાથે કેચ આઉટ કર્યો છે. ભારતે 11 ઓવરમાં ચોથી વુકેટ ગુમાવી દીધી છે. જ્યારે ટીમનો કુલ સ્કોર 78 છે.

સંજુ સેમનની ત્રીજી વિકેટ પડી


ભારતે સંજુ સેમસનની ત્રીજી વિકેટ ગુમાવી છે. ટીમ ઈન્ડિયા હાલ મુશ્કેલીમાં મૂકાઈ ગયું છે. સંજુ 6 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. તે ધનંજયના હાથે મધુશનના હાથે કેચ થયો હતો. 46ના સ્કોર પર ભારતની ત્રીજી વિકેટ પડી ગઈ છે.

ભારતે છઠ્ઠી ઓવરે બીજી વિકેટ ગુમાવી


ભારતીય ટીમે 38ના કુલ સ્કોર સાથે સૂર્યકુમાર યાદવની વિકેટ ગુમાવી દીધી છે. ઈનિંગની છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર સૂર્યકુમાર ભાનુકા રાજપક્ષની બોલ પર ચમિકા કરુણારત્નેના હાથે કેચ આઉટ થયો હતો. સૂર્યાએ 10 બોલમાં સાત રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 41 રન બનાવ્યા છે.

ત્રીજી ઓવરમાં પહેલી વિકેટ પડી


ભારતે ત્રીજી ઓવરમાં પહેલી વિકેટ ગુમાવી દીધી છે. ઓપનર શુભમન ગિલને મહિશ તીક્ષાણાએ પેવિલિયન ભેગો કરી નાંખ્યો છે. ગિલ 5 બોલમાં 7 રન બનાવીને આઉટ થઈ ગયા છે. ભારતે 3 ઓવરમાં 29 રન સાથે પહેલી વિકેટ ગુમાવી દીધી છે

બે ખેલાડીનું ડેબ્યૂ


શ્રીલંકાએ ટોસ જીતી લીધો છે અને કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ભારત પહેલા બેટિંગ કરશે. ભારતની તરફથી ઓપનગર શુભમન ગિલ અને પેસર શિવમ માવી વનડેમાં ડેબ્યૂ કરી રહ્યા છે.

બંને ટીમની 2023ની પહેલી મેચ


ભારત vs શ્રીલંકા પ્રથમ T20 ઇન્ટરનેશનલ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમઈ રહી છે. નવા વર્ષમાં બંને ટીમોની આ પહેલી મેચ છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ મેચ જીતીને વર્ષની ધમાકેદાર શરૂઆત કરવા માંગે છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને કેએલ રાહુલ વિના T20માં જઈ રહી છે. રોહિત, વિરાટ અને રાહુલને ટી-20 શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. શ્રીલંકાએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે. ભારત તરફથી શુભમન ગિલ અને શિવમ માવી ટી-20માં ડેબ્યૂ કરી રહ્યા છે.
First published:

Tags: Cricket News Gujarati, Live Cricket Match, T20 cricket

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો