INDvsSA: વન-ડે શ્રેણીમાં પ્રથમ ODI જે લખનૌમાં રમાઈ હતી. જેમાં ભારતને 9 રને પરાજય થયો હતો.દીપક ચહર ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.
રાંચી: સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ ચાલી રહ્યો છે. ટી-20 શ્રેણીમાં ભારતનો વિજય થયો છે. વન-ડે શ્રેણીમાં પ્રથમ ODI માં ભારતનો પરાજય થયો હતો.
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર દીપક ચહર ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ભારતે તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કર્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઈન્દોરમાં રમાયેલી ટી20 શ્રેણીની છેલ્લી મેચમાં ચહર ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી, તે ODI શ્રેણીની પ્રથમ મેચમાં રમ્યો ન હતો અને હવે તે સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
South Africa tour of India, 2022–ODI series: Washington Sundar replaces Deepak Chahar in the ODI squad
India will play the second ODI in Ranchi on October 9 and will play the final ODI of the series in New Delhi on October 11. pic.twitter.com/bcPaZStc0K
BCCIએ ટ્વિટર દ્વારા દીપક ચહરના સ્થાનની જાહેરાત કરી હતી. બોર્ડે પોતાની વેબસાઈટ પર જણાવ્યું કે ઈન્દોરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી20 શ્રેણીની છેલ્લી મેચ દરમિયાન દીપક ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેને વનડે શ્રેણીની પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વનડે શ્રેણીની પ્રથમ મેચ લખનૌમાં રમાઈ હતી. જેમાં ભારતને 9 રને પરાજય થયો હતો.દીપક ચહર ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. હવે આગામી મેચ 9 ઓક્ટોબરે રાંચીમાં રમાશે. જ્યારે શ્રેણીની છેલ્લી મેચ 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે.