રોહિતે સિક્સર સાથે બેવડી સદી પૂરી કરી ઈતિહાસ રચ્યો, બ્રેડમેનને પણ પાછળ છોડ્યા

News18 Gujarati
Updated: October 20, 2019, 1:53 PM IST
રોહિતે સિક્સર સાથે બેવડી સદી પૂરી કરી ઈતિહાસ રચ્યો, બ્રેડમેનને પણ પાછળ છોડ્યા
રોહિત શર્મા વનડે અને ટેસ્ટમાં બેવડી સદી કરનારો દુનિયાનો ચોથો બેટ્સમેન બની ગયો છે

રોહિત શર્મા વનડે અને ટેસ્ટમાં બેવડી સદી કરનારો દુનિયાનો ચોથો બેટ્સમેન બની ગયો છે

  • Share this:
રાંચી : ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા (South Africa)ની વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે તેણે સદી પૂરી કરી હતી, જેને બીજા દિવસે તેણે બેવડી સદીમાં ફેરવી દીધી. આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માના સૌથી વધુ સ્કોર 177 રન હતો. ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે પહેલી સીરીઝ રમી રહેલા રોહિતે પહેલી ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેણે 176 રન કર્યા હતા, પરંતુ તે સમયે તે બેવડી સદી ચૂકી ગયો હતો. બીજી ઇનિંગમાં તેણે 127 રન કર્યા હતા. જોકે, રોહિત શર્માને પોતાની બીજી સદી પૂરી કરવા માટે 40 મિનિટની રાહ જોવી પડી. જ્યારે તે 199 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે જ લંચ બ્રેક પડ્યો, ત્યારબાદ લંચ બ્રેકથી પરત આવ્યા બાદ પહેલી ઓવરમાં રોહિતે ડીપ મિડ વિકેટની ઉપરથી બાઉન્ડ્રીની પાર પહોંચાડીને પોતાની પહેલી બેવડી સદી પૂરી કરી.

રોહિત શર્મા વનડે અને ટેસ્ટમાં બેવડી સદી કરનારો દુનિયાનો ચોથો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ અને ક્રિસ ગેલ આવું કરી ચૂક્યા છે.

રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સિક્સરની સાથે બેવડી સદી પૂરી કરનારો પહેલો ભારતીય બેટ્સમેન બની ગયો છે.

એ પણ ઘણું રસપ્રદ છે કે રોહિતે આ મેચમાં પોતાની સદી અને બેવડી સદી સિક્સર મારીને પૂરી કરી.

દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધની આ સીરીઝમાં રોહિત શર્માએ 500થી વધુ રન કર્યા છે. 14 વર્ષ બાદ કોઈ ભારતીય ઓપનર એક સીરીઝમાં આ આંકડા સુધી પહોંચ્યો છે. રોહિત આવું કરનારો પાંચમો ભારતીય ઓપનર બની ગયો છે. અંતિમ વાર આવો કમાલ વીરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) કર્યો હતો. 2005માં પાકિસ્તાનની વિરુદ્ધ સીરીઝમાં સહેવાગે 500થી વધુ રન કર્યા હતા. વિનોદ માંકડ, બુધિ કુંદન અને સુનીલ ગાવસ્કર પણ આવી કરી ચૂક્યા છે. ગાવસ્કરે પાંચ વાર આવો કમાલ કર્યો છે.

રોહિત શર્મા દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ બે વાર 150થી વધુ રનની ઇનિંગ રમનારો પહેલો ભારતીય ઓપનર પણ બની ગયો છે. બીજી તરફ, ઓવરઑલ આઠમો ખેલાડી બની ગયો. બીજી તરફ ઓવરઓલ આઠમો ખેલાડી બની ગયો. માઇકલ ક્લાર્ક બાદ આવું કરનારો તે દુનિયાનો પહેલા ખેલાડી છે. ક્લાર્કે 2012-13માં આવું કર્યુ હતું.રોહિત શર્મા અને અજિંક્ય રહાણે (Ajinka Rahane)ની આ ઇનિંગમાં 267 રનની પાર્ટનરશીપ થઈ, જે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચમાં ભારતની ત્રીજી સર્વશ્રેષ્ઠ પાર્ટશરશીપ છે. મયંક અગ્રવાલ અને રોહિત શર્માની વચ્ચે પહેલી ટેસ્ટ મેચમાં 317 રનની પાર્ટનરશીપ સર્વશ્રેષ્ઠ છે. ત્યારબાદ 2008માં રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સહેવાગની વચ્ચે 268 રનની પાર્ટનરશીપ છે.

આ પણ વાંચો,

રોહિત એક શ્રેણીમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર ખેલાડી બન્યો, આ રેકોર્ડ પણ તોડ્યા
આઉટ થતાં વિરાટે મેદાનમાં જ ગુસ્સો ઉતાર્યો, દર્શકો સામે કર્યું આવું કામ
First published: October 20, 2019, 1:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading