Home /News /sport /

2nd વન-ડે: આફ્રિકામાં ભારતની બીજી મોટી જીત, 09 વિકેટથી હાર્યું આફ્રિકા

2nd વન-ડે: આફ્રિકામાં ભારતની બીજી મોટી જીત, 09 વિકેટથી હાર્યું આફ્રિકા

ભારત પાસે વન-ડેમાં નંબર વન બનવાનો મોકો...

ભારત પાસે વન-ડેમાં નંબર વન બનવાનો મોકો...

આત્મવિશ્વાસથી ભરપુર ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકામાં આજે રમવામાં આવનાર બીજી વન-ડે મેચમાં કપ્તાન ફાફ ડુ પ્લેસીસ વગર ઉતરનાર સાઉથ આફ્રિકા ટીમની ફીટનેસની સમસ્યાનો ફાયદો ઉઠાવી બીજી જીત માટે મેદાનમાં ઉતરી હતી. આ મુકાબલો સેન્ચ્યુરિયનના સુપર સ્પોર્ટ પાર્કમાં રમવામાં આવ્યો હતો. ભારતે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી સાઉથ આફ્રિકાને બેટિંગ સોંપી હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકા ભારતીય બોલરોના સપાટા સામે વધારે ટકી શકી નહીં અને માત્ર 118 રન બનાવી પૂરૂ ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. તે પછી ભારતે 119 રનના ટાર્ગેટનો પીછો કરી 20 ઓવરમાં માત્ર એક વિકેટના નુકશાને 09 વિકેટે શાનદાર મોટી જીત મેળવી લીધી છે. આ મેચમાં બોલિંગમાં યૂજવેન્દ્ર ચહલે 5 વિકેટ લીધી, જ્યારે શિખર ધવનને અડધી સદી ફટકારી ભારતને મોટી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતે ડરબનમાં પ્રથમ વન-ડે મેચ જીતી 6 મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી હતી, હવે આ મેચ જીતેને તેણે 2-0ની સરસાઈ મેળવી લીધી છે.

ભારત: કોણે કેટલા રન બનાવ્યા
રોહિત શર્મા 17 બોલમાં 15 રન બનાવી આઉટ
વિરાટ કોહલી 50 બોલમાં 46 રન બનાવી અણનમ રહ્યો
શિખર ધવન 56 બોલમાં 51 રન બનાવી અણનમ રહ્યો

સાઉથ આફ્રિકા: કોણે કેટલી વિકેટ લીધી

મોર્ન મોર્કલ 04 ઓવરમાં 30 રન આપ્યા એક પણ વિકેટ ન મળી
કેગિસો રબાડા 05 ઓવરમાં 24 રન આપી 01 વિકેટ લીધી
ક્રિશ મોરિશ 03 ઓવરમાં 16 રન આપ્યા એક પણ વિકેટ ન મળી
ઈમરાન તાહીરે 05 ઓવરમાં 28 રન આપ્યા એક પણ વિકેટ ન મળી
તબરેજ શમ્સીએ 02 ઓવરમાં 18 રન આપ્યા એક પણ વિકેટ ન મળી

સાઉથ આફ્રિકા: કોણે કેટલા રન બનાવ્યા
હાશિમ અમલા 32 બોલમાં 23 રન બનાવી આઉટ
ડી કોક 36 બોલમાં 20 રન બનાવી આઉટ
કપ્તાન એડન માર્કરમ 11 બોલમાં 08 રન બનાવી આઉટ
ડેવિડ મિલર 00 રનમાં આઉટ
કે. ઝોન્ડો 45 બોલમાં 25 રન બનાવી આઉટ
ડુમિની 39 બોલમાં 25 રન બનાવી આઉટ
કેગિસો રબાડા 05 બોલમાં 01 રન બનાવી આઉટ
મોર્ન મોર્કલ 04 બોલમાં 01 રન બનાવી આઉટ
ઈમરાન તાહિર 07 બોલમાં 00 રને જ આઉટ
ક્રિશ મોરિશ 10 બોલમાં 14 રન બનાવી આઉટ

ભારત: કોણે કેટલી વિકેટ લીધી
ભુવનેશ્વરકુમારે 05 ઓવરમાં 19 રન આપી 01 વિકેટ લીધી
જસપ્રિત બુમરાહે 05 ઓવરમાં 12 રન આપી 01 વિકેટ લીધી
હાર્દિક પંડ્યાએ 05 ઓવરમાં 34 રન આપી 00 વિકેટ લીધી
યુજવેન્દ્ર ચહલે 8.2 ઓવરમાં 22 રન આપી 05 વિકેટ લીધી
કુલદીપ યાદવે 06 ઓવરમાં 20 રન આપી 03 વિકેટ લીધી
કેદાર જાધવે 03 ઓવરમાં 11 રન આપી 00 વિકેટ લીધી

ફિટનેસની સમસ્યાથી પરેશાન હતી સાઉથ આફ્રિકા ટીમ
ડરબનની હાર બાદ દક્ષિણ આફ્રિકાને બીજો ઝટકો લાગ્યો, જ્યારે કપ્તાન ફેફ ડુ પ્લેસીસને આંગળીમાં ઈજા થતાં તે મેચમાંથી બહીર થઈ ગયો છે. તેને પહેલી વન-ડેમાં ઈજા પહોંચી હતી, સ્કેન કરાયા બાદ ખબર પડી કે, તેને ફેક્ચર થયું છે. હવે તે વન-ડે સિરીઝ અને ટી-20 બંને નહીં રમી શકે. આ પહેલા ત્રીજી ટેસ્ટ મેચ દરમ્યાન એબી ડિવેલિયર્સને પણ આંગળીમાં ઈજા પહોંચી હતી, પરંતુ તે માત્ર ત્રણ વન-ડે માટે જ બહાર છે.

આ ખેલાડીઓની કરાઈ હતી વાપસી
સાઉથ આફ્રિકન ટીમે બેટ્સમેન ફરહાન બેહાર્ડિયેનની વન-ડે ટીમમાં વાપસી થઈ છે. વિકેટકિપર હેનરિચ ક્લાસેનને પણ ક્વિન્ટન ડિ કોકના બેકઅપ માટે રાખવામાં આવ્યો છે. ક્વિંટન ખરાબ ફોર્મથી પરેશાન છે, તેણે પહેલી મેચમાં 49 બોલમાં 34 રન બનાવ્યા. ડી-કોકને બહાર કરવો મુશ્કેલ છે, પરંતુ ક્લાસેનને શામેલ કરી ટીમ સિલેક્શને સંકેત આપ્યો છે. જોકે ટીમ ઈન્ડીયામાં લગભગ કોઈ બદલાવ નહી થાય.

આફ્રિકાના આ યુવાનને મળી કપ્તાની
સેન્ચ્યુરન વન-ડે પહેલા સાઉથ આફ્રિકા ટીમ મેનેજમેન્ટે હાશિમ અમલા અથવા ડેવિડ મિલર જેવા અનુભવી ખેલાડીઓને નજર અંદાજ કરી યુવા ખેલાડી એડન માર્કરમને કપ્તાની સોંપી છે.

ભારત પાસે વન-ડેમાં નંબર વન બનવાનો મોકો
ભારતે 2-0ની સરસાઈ મેળવી લીધી છે, જેથી દક્ષિણ આફ્રિકા વન-ડેમાં નંબર વનની રેંકિંગ ખોઈ બેઠુ છે. ભારતે વન-ડે ફોર્મેટમાં નંબર વન બનવા માટે આ સિરીઝ 4-2થી જીતવી પડશે. ભારતનો આ મેદાનમાં રેકોર્ડ સારો રહ્યો છે. ભારતે આ મેદાનમાં 11 વન-ડેમાંથી 4માં જીત મેળવી હતી, હવે પાંચમી જીત થઈ છે. જ્યારે પાંચમાં હારનો સામનો કર્વો પડ્યો હતો. આ મેદાન પર ભારતે 2003ના વિશ્વ કપમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 6 વન-ડે મેચની સીરિઝની પ્રથમ વન-ડે 1 ફેબ્રુઆરીએ રમવામાં આવી હતી. આ પ્રથમ મુકાબલો ડરબનના કિંગ્સ મીડ મેદાનમાં રમવામાં આવ્યો હતો. જેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 50 ઓવરમાં 08 વિકેટના નુકશાને 269 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતે જીતવા માટેના 270 રનના ટાર્ગેટનો પીછો કરી 45.3 ઓવરમાં 04 વિકેટના નુકશાને 06 વિકેટથી શાનદાર જીત મેળવી એક નવો ઈતિહાસ રચ્યો હતો.

મહત્વની વાત એ છે કે, ભારતે પ્રથમવાર સાઉથ આફ્રિકાના ડરબનમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. આ જીતના હીરો વિરાટ કોહલી અને આજિંક્ય રહાણે રહ્યા હતા. વિરાટ કોહલી 112 રન બનાવ્યા, જ્યારે આજિંક્ય રહાણે 79 રન બનાવ્યા હતા. જ્યારે મહેન્દ્રસિંહ ધઓની અને હાર્દિક પંડ્યા અણનમ રહ્યા હતા.

ભારત

રોહીત શર્મા, શીખર ધવન, વિરાટ કોહલી, આજિંક્ય રહાણે, શ્રેયશ અય્યર, મનીષ પાંડે, એમ એસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વરકુમાર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, શરદુલ ઠાકુર.

સાઉથ આફ્રિકા

હાશિમ અમલા, ડી કોક, જીન પોલ ડેમિની, ફેફ ડુ પ્લેસિસ, એડન માર્કરમ, ડેવિડ મિલર, ક્રિશ મોરીસ, એન્ડીલે, કેગીસો રબાડા, મોર્ન મોર્કલ, એલ એન્ગિડી, ઈમરાન તાહીર, તબરેજ શમ્સી, કે. જોંડો, ફરહાન બેહાર્ડિયેન, હેનરિચ ક્લાસેન.
Published by:kiran mehta
First published:

Tags: Durban, India vs South Africa, Not, Pitch, Record, Team india, ક્રિકેટ

આગામી સમાચાર