મેચમાં જો આ ત્રણ બાબતો થઈ તો પાકિસ્તાનનું હારવું નક્કી

News18 Gujarati
Updated: June 15, 2019, 12:56 PM IST
મેચમાં જો આ ત્રણ બાબતો થઈ તો પાકિસ્તાનનું હારવું નક્કી
માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર 20 વર્ષ બાદ બંને ટીમો ટકરાશે

માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર 20 વર્ષ બાદ બંને ટીમો ટકરાશે

  • Share this:
India vs Pakistan ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની સૌથી મોટી મેચ : ક્રિકેટની દુનિયામાં આ મેચને લઈ સૌથી વધુ હલચલ છે. ક્રિકેટની દુનિયામાં આ મેચને લઈ સૌથી વધુ હલચલ છે. બંને દેશ ક્રિકેટના મેદાન પર સામ-સામે આવે તો રમતનો રોમાંચ ચરમસીમાએ પહોંચી જાય છે. 16 જૂને માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર 20 વર્ષ બાદ બંને ટીમ ટકરાશે. આ પહેલા બંને ટીમો 1999ના વર્લ્ડ કપમાં અહીં સામ-સામે આવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 47 રને હરાવ્યું હતું. આમ તો આ મેચને લઈને અનેક પ્રિડિક્શન કરવામાં આવી રહ્યું છે પરંતુ કેટલીક બાબતો એવી છે જે પાકિસ્તાનની ઊંઘ ઉડાવી શકે છે.

ધમાકેદાર કોહલી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને રન મશીન વિરાટ કોહલી જ્યારે ફુલ ફોર્મમાં આવે છે તો સામેની ટીમો માટે આફત આવી જાય છે. આ વર્ષે કોહલીએ 15 મેચમાંથી 10માં 40+ રન સ્કોર કર્યા છે. તેમાંથી 9 મુકાબલામાં ટીમ ઈન્ડિયાને જીત મળી છે.

કૂલ ધોની સ્ટાઇલ

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમ એસ ધોની કંઈક અલગ જ રંગમાં નજરે પડી રહ્યો છે. તેની બેટિંગમાં ફરી જૂના ધોનીની ઝલક જોવા મળી છે. ઈન્ડિયા માટે મેચમાં ધોની નોટઆઉટ રહે તે સૌથી વધુ લકી પુરવાર થાય છે. જ્યારે પણ ધોની નોટઆઉટ રહીને 50ની આસપાસ રન કરે છે તો ઈન્ડિયા 100 ટકા મેચ જીતે છે. આ વર્ષે 6 મેચોમાં તેણે 40+ રન કર્યા. જેમાંથી તમામ ઇનિંગમાં નોટઆઉટ રહ્યો અને તમામમાં ભારત મેચ જીત્યું.

આ પણ વાંચો, બુમરાહનું આ એક્ટ્રેસ સાથે ચાલી રહ્યું છે 'અફેર'! જાણો કોણ છે તે યુવતીમિડલ ઓવરમાં 150+ રન

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ ઘણી મજબૂત માનવામાં આવી રહી છે. ઓપનર્સથી મળેલી સારી શરૂઆતને ટીમ મિડલ ઓવરોમાં સુધી કાયમ રાખે છે. જ્યારે પણ ટીમ ઈન્ડિયાએ મિડલ ઓવરોમાં 150+ સ્કોર કર્યા છે તો તેમના જીતની ટકાવારી 67 સુધી પહોંચી જાય છે. એવી 9 મેચ રહી જેમાંથી ટીમ ઈન્ડિયાને 6માં જીત મળી છે.
First published: June 15, 2019, 12:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading