Ind vs Pak: મેદાનમાં હાર્દિક પંડ્યા સાથે મોટી દુર્ઘટના, સ્ટ્રેચર પર લઈ જવો પડ્યો

News18 Gujarati
Updated: September 19, 2018, 8:11 PM IST
Ind vs Pak: મેદાનમાં હાર્દિક પંડ્યા સાથે મોટી દુર્ઘટના, સ્ટ્રેચર પર લઈ જવો પડ્યો
હવે ટીમ ઈન્ડીયા ટાર્ગેટનો પીછો કરવા ઉતરશે ત્યારે તેની પાસે એક બેટ્સમેન ઓછો હશે.

હવે ટીમ ઈન્ડીયા ટાર્ગેટનો પીછો કરવા ઉતરશે ત્યારે તેની પાસે એક બેટ્સમેન ઓછો હશે.

  • Share this:
એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ મેચ દરમ્યાન ટીમ ઈન્ડીયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે મેદાનમાં મોટી દુર્ઘટના થઈ. પોતાની પાંચમી ઓવર દરમ્યાન હાર્દિક પંડ્યા બોલિંગ કરતા સમયે જમીન પર પડી ગયો અને પછી ઉઠી જ ન શક્યો. બોલિંગ કરતા જ હાર્દિક પંડ્યાને કમરમાં ચસકો લાગ્યો, ત્યારબાદ તેનું ઉભુ થવું મુશેકેલ થઈ ગયું. નીચે પડતા જ હાર્દિક પંડ્યા ઘણો દર્દથી પીડાતો જોવા મળ્યો.

હાર્દિક ઈજાગ્રસ્ત થતા જ ટીમ ઈન્ડીયાના ફિઝીયો મેદાન પર દોડી આવ્યા. પૈટ્રિક ફરહાર્ટે પંડ્યાનું ચેકઅપ કર્યા બાદ સ્ટ્રેચર મેદાન પર બોલાવ્યું. ત્યારબાદ પંડ્યાને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. બીસીસીઆઈએ ટ્વીટ કરી જાણકારી આપી કે, હાર્દિક પંડ્યાની ઈજાની તપાસ થઈ રહી છે. હવે હાર્દિક પંડ્યા ઉભો થઈ શકે છે.


હાર્દિક પંડ્યાની ઈંઝરી ટીમ ઈન્ડીયા માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. પંડ્યાની ઈજા જોઈ લાગી રહ્યું છે કે, તે હવે મેચમાં આગળ નહી રમી નહી શકે. હવે ટીમ ઈન્ડીયા ટાર્ગેટનો પીછો કરવા ઉતરશે ત્યારે તેની પાસે એક બેટ્સમેન ઓછો હશે. તમને જણાવી દઈએ કે, ઈજાગ્રસ્ત થયો તે પહેલા તે સારી બોલિંગ કરી રહ્યો હતો. ધોનીએ હાર્દિક પંડ્યાની બોલિંગ પર અનુભવી બેટ્સમેન શોએબ મલિકનો કેચ કર્યો હતો.
First published: September 19, 2018
વધુ વાંચો
अगली ख़बर